________________
એમ પણ થશે કે–પરસ્પરમાં વિખૂટા પડતા ઉભય સંપ્રદાયના સમજદાર જનસમૂહને એક બીજાની સમીપમાં આવવાનો પ્રસંગ મળતાં પરસ્પરના વિરોધ વૈમનસ્ય આદિ દૂર થશે. આથી મારી નમ્ર વિનંતિ છે કે-આપ જરૂર આ ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખે.” મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આ દલીલ ને ગળે ઉતરી અને મારી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની કશીયે તૈયારી ન હોવા છતા અનિચ્છાએ પણ મેં તેમનું વચન માન્ય કર્યું. અસ્તુ. તેમ છતાં કુદરતનું નિર્માણ જ એવું હતું કે હું પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે જે વિશાળ અવલોકન આદિ કરવું છે તે મારી તબીઅતના કારણે કરી શક્યો નહિ, અને જેમ જેમ અવલોકન કરવા લાગ્યો તેમ તેમ વધારે આઘે પહોચવાની ઈચ્છા થઈ; એટલે મનમાં એમ થયું કે-જ્યાંસુધી આ બાબતો માટે પૂર્ણ અવલોકન ન થઈ રહે ત્યાસુધી આ વિષયમાં અત્યારે કશું જ ન લખવું, અને જે ખાસ વિશિષ્ટ જણાતી બાબતની ચર્ચા આ પ્રસ્તાવનામાં છેડી દેવામાં આવે છે તેવી અર્થ વગરની પ્રસ્તાવના લખવી એ કઈ રીતે શોભાસ્પદ ન ગણાય.
પ્રસ્તુત પુસ્તકને હું છું તે કરતાં અતિ સત્વર પ્રકાશમાં મૂકવાનું હોવાથી હું વાચકોને પ્રસ્તાવના પૂરી પાડી શકે નથી તે બદલ દરેક જિજ્ઞાસુ વાચકની ક્ષમા પ્રાણું છું. તેમજ મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આતર ઈચ્છાને પૂર્ણ કરી શકે નથી તે બદલ તેઓશ્રીની સવિશેષ ક્ષમા પ્રાછું. અને હું વિશ્વાસ રાખું છું કે-જે પ્રસ્તુત પુસ્તકની બીજી આવૃત્તિ નીકળવાનો સમય આવશે અને ત્યારે જે મારાથી બનશે તે વાચકેની સેવામાં જરૂર હું પ્રસ્તાવના રજુ કરીશ, એટલું ઈઝી વિરમું છું. ૧૯૮૯ આશ્વિન કૃષ્ણ છે કે મુનિ પુણ્યવિજય.
પાટણ છે "