________________
૧૪૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાંચ ભાવનાઓ.
આ પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે ભગવાને સુકથિત, આત્મહિતકર, પરભવને વિષે સુખના કારણ રૂપ, આગામી કાળે કલ્યાણકારક, શુદ્ધ, ન્યાયપંથ પ્રકાશક, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનારું પ્રવચન કરેલું છે. તે છેલ્લા વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે.
પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે પહેલી ભાવનાએ શ્રોત્રેઢિયે મનોજ્ઞ અને મધુર શબ્દ સાંભળીને પણ નિઃસ્પૃહ રહેવું. તે શબ્દો કેવા હેય? મોટા મુખવાળા મૃદંગ, પણ (નાને ઢેલ), માટે ઢેલ, કચ્છમિ (નારદની. વીણા), વીણા, વિપંચી (એક જાતની વણા), વહૂકી (બીજી જાતની વણ), બીજક (વારિત્ર વિશેષ), સુઘાષા (ઘંટા), નંદિ (એક જાતનું વારિત્ર), સાત તારની વીણ, વાંસળી, તુણક (વાઘવિશેષ), પર્વક (વાઘવિશેષ), તંત્રી (એક જાતની વણા), તાળી, કરતાલ (કાંસાની), તૂર (વાઘ), એવાં વાદિના નાદ, ગીત, વાદ્ય, નટ, નર્તક, બજાણીયા, મલ, સુષ્ટિમહુ, ભાંડ, કથાકાર, જળમાં કૂદી રમનાર, રાસ રમનાર, શુભાશુભ કહેનારે, લેખ (વાંસ ઉપર ખેલનાર), મંગ (ચિત્રપટ દેખાડનાર), તૃણ વગાડનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલટી વગાડનાર, એ બધાની વિધવિધ ક્રિયાઓ, અનેક પ્રકારના મધુર સ્વરે, સુસ્વર ગીતે; એવું સાંભળીને સાધુએ તેમાં આસક્તિ કરવી નહિ); તેમજ કંચી (કીએનું બનાવેલું સ્ત્રીઓએ પહેરવાનું કમરનું આભૂષણ), કટિ