________________
અપરિગ્રહે
૧૪૫
ભાવયુક્ત, શૌંવર (શૂરવીર)ના જેવા (પરિષહ રૂપી સૈન્યની સામે લડનારા), (યુદ્ધભૂમિમાં) હાથીના જેવા, (સંચમભાર વહવામાં) વૃષભ જેવા સમર્થ, સિંહ જેમ મૃગને અધિપતિ હેચ છે તેના જેવા અજિત, શત્ કાળના પાણી જેવા શુદ્ધ હૃદયના, ભારંડપક્ષના જેવા અપ્રમત્ત, ખગ્નવિષાણ (ગુંડા જે એક શીંગડાવાળે પશુ) ના જેવા એકીભૂત (રાગદ્વેષથી રહિત ), સ્થંભની પેઠે ઉર્વકાય-
કાત્સર્ગ કરનારા, સૂના ઘરના જેવા અપ્રતિકર્મો ( સુશ્રુષા નહિ કરનારા), શૂન્ય અને વાયુવજિત ગૃહમાંના દીવાની પેઠે કંપરહિત ધ્યાનવાળા, અસ્તરાની પેઠે એક ધારે વહેનારા (સાધુ ઉત્સર્ગ લક્ષણે કરી એક ધારે વહેનારા), સર્ષની પેઠે એક દષ્ટિવાળા (વાંકું નહિ જેનારા), આકા- * શના જેવા નિરાલંબન, પક્ષીના જેવા સર્વથા વિમુક્તઅપરિગ્રહી, જેમ સઈ બીજાના કરેલા દરમાં વસે છે તેમ બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, વાયુની પેઠે અથવા જીવની ગતિની પેઠે અપ્રતિહત (વિહાર કરનારા), ગામેગામે એક રાત્રિ અને નગરે--નગરે પાંચ રાત્રિ વિચરનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, નિર્ભય, વિદ્વાન (ગીતાર્થ, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યને વિષે વિરાગ ધારણ કરનારા, સર્વથા વિરતિયુક્ત-પરિગ્રહથી નિવૃત્ત, મુક્ત-ભરહિત, ગર્વરહિત, આકાંક્ષારહિત, જીવન-મરણની આકાંક્ષાથી રહિત, નેહરહિત, અતિચારરહિત ચારિત્રવાળા, કાયરતા રહિત, અને નિરંતર અધ્યાત્મ યાનને કાયાએ કરી પાળનારા છેએ પ્રકારે (સાધુ) એકાગ્રચિત્ત થઈને ઉપશાંત વિરતિને આચરે.