________________
૧૪૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આદાનમંડ માત્ર નિક્ષેપના સમિતિ-મન ગુપ્તિ–વચન ગુપ્તિકાય ગુણિને પાળનાર, ઇન્દ્રિયોને ગેપવનાર, ગુનેંદ્રિય બ્રાચારી, ત્યાગી, રજવત્ (સરલ), ધનવંત (ધન્ય) તપસ્વી, ક્ષાન્તિક્ષમ (ક્ષમાએ કરી સહન કરનાર-ક્ષમાસમર્થ), જિતેદ્રિય, (ગુણે કરી) શોભિત, નિદાનથી (નિયાણાથી) રહિત, (સંયમપૂર્વક) બહારની વેશ્યાથી રહિત, મમતારહિત, અકિ. ચન (દ્રવ્યરહિત), છિન્ન ગ્રંથ (બાહ્ય-અભ્યતર ગ્રંથીનું છેદન થયું હોય તેવા), (કર્મમળના) લેપથી રહિત, નિર્મળ કાંસાના વાસણ ઉપર જેમ પાણું રહે નહિ તેવા (સ્નેહ સંબંધરહિત), શંખ જેવા નિરંજન (રંગ ન લાગે તેવા), રાગ-દ્વેષ–મોહથી રહિત, કાચબાની પેઠે ઇન્દ્રિયોને ગોપવનારા, સુવર્ણની પેઠે રૂપ સહિત (નિર્મળ), કમળની પાંદીની પેઠે નિર્લેપ, ચંદ્રની પેઠે સૌમ્ય ભાવયુકત, સૂર્યની પેઠે દીપતા તેજવાન, મેરૂ પર્વતની પેઠે અચળ, સમુદ્રની પેઠે ભરહિત, નિર્ભય, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પેશીને સહંન કરનારા, તપસ્યા વડે ભસ્મના આચ્છાદનથી કાચલા અરિ જેવા, બળતા અગ્નિ જેવા તેજથી જવલંત ( જેમ રાખથી ઢંકાયેલો અગ્નિ બહારથી પ્લાન દેખાય છે તેમ તપસ્યાથી સાધુ શરીરે પ્લાન દેખાય છે, પરંતુ અગ્નિ અંદરથી જવલંત હોય છે, તેમ સાધુ અંતરમાં શુભ લેશ્યાથી દીતિમાન હોય છે), ગશીર્ષ ચંદનની પેઠે શીતળ, (શાલના) સુગંધયુક્ત, દહની પેઠે સમભાવયુક્ત (ઉંડા ધરાનાં પાણી વાયુથી પણ ક્ષુબ્ધ થતાં નથી તેમ), ઓપેલા સુનિર્મળ અરીસામંડળના તળીયાની પેઠે પ્રકટ ભાવે કરીને શુદ્ધ