SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ मूलम्- जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिए ॥१५॥ અર્થઃ વિદ્વાન સાધક કેઈપણ પ્રકારે પોતાનાં આયુષ્યનાં ક્ષય કાળને જાણે ત્યારે તરત જ સંલેખના રૂપ ધર્મને તેણે ગ્રહણ કરે. આકુળતાને દૂર કરીને જીવનની ઈરછા રહિત બની જવું ભક્ત પરજ્ઞા (અન્નપાણને ત્યાગ) અથવા ઇગીત મરણરૂપ પડિતમરણ ગ્રહણ કરવું मूलम्- जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेघावी, अज्झप्पेण समाहरे ॥१६॥ અર્થ ? જેમ કાચ પિતાનાં અવયવોને સંકુચિત કરી પિતાનાં દેહમાં સમાવે છે એ પ્રમાણે વિચક્ષણ મુનિ ધર્મધ્યાનની ભાવનાથી પિતાનાં પાપનો ત્યાગ કરે અને ધર્મ ધ્યાનની ભાવના સાથે, મરણ-કાળ પ્રાપ્ત થતાં (સલેખના)-સમાધિમરણ દ્વારા પડિત મરણથી શરીરને છોડે. मूलम्- साहरे हत्थपाए य, मणं पंचेदियाणि य । पावकं च परीणामं, भासदोसं च तारिसं ॥१७॥ અર્થ: સાધુ પિતાનાં હાથ-પગ આદિ અવયને સંકુચિત કરી દે, તેમ જ પિતાનાં શુભ ઉપગને સ્થિર રાખે પાંચ ઈદ્રિયો ને મનના વિષયોથી નિવૃત્ત થાય અને ભાષાનાં દો દૂર કરી સંકલ્પ વિકથી રહિત થાય, અનુકુળ પ્રતિકુળ પરિસહોને સહન કરે. આવી રીતે રાગષ છોડી દુર્લભ એવા સયમનાં ચેગને પામી પંડિતમરણનાં ચોગની પ્રતિજ્ઞા કરતાં અણુસણ અનુષ્ઠાનમાં વિચરે. मूलम्- अणु माणं च मायं च, तं परिन्नाय पंडिए । सायागारव णिहुए, उवसंते णिहे चरे ॥१८॥ અર્થ : સંયમમાં ઉપયોગવંત રહેનાર ઉત્તમ સાધુની કોઈ પુજા- સત્કાર કરે તથા ભોગ ઉપભોગનું આમ ત્રણ કરે તે પણ અહકાર કરે નહિ કષાય કરે નહિ ઉપભોગની તૃષ્ણ રાખે નહિ તપશ્ચર્યા કરી ગર્વ ન કરે કષાયને જીતી જિતેન્દ્રીય બની સચમમાં જાગૃત રહી પંડીતવીર્ય યુકત થઈ ઉપશાંતપણે વિચરે. मूलम्- पाणे य, णाइवाएज्जा, अदिन्नपि य णायए । साइयं ण मुसं वूया, एस धम्मे वुसीमओ ॥१९॥ અર્થ સાધુ કઈ પણ નાના કે મોટા જીનાં પ્રાણની ઘાત કરે નહિ અદત્ત વસ્તુને ગ્રહણ કરે નહિ માયા-કપટ કરી જૂઠું બોલે નહિ. જિતેન્દ્રીય સાધુને આ શ્રત અને ચારિત્ર્યરૂપ ધર્મ રહેલ છે. તેણે પિતાના આત્માનાં શ્રેયનાં માટે ઉપયોગ રાખી સંયમનું પાલન કરવું.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy