________________
વસુદેવકુમારનું વૃત્તાંત તેને દૂત છું. તેની આજ્ઞાથી હું તારી પાસે યાચના કરું છું કે દેવીઓથી સેવાતી તું તેની પટરાણી થા.” એટલે તે ધનદનું નામ લઈ નમસ્કાર કરીને બેલી કે – “હે સુદર! ક્યા એ ઈદ્રને દિકપાલ, અને કયાં હું માનુષી કટિકા? તેણે મને સંદેશો મોકલાવ્યું છે, તે ક્રીડામાત્ર અને અનુચિત છે, કારણ કે માનુષી સ્ત્રીઓનો સમાગમ દેવતાઓની સાથે પૂર્વે કદી પણ થયો નથી.”તે સાંભળીને વસુદેવ બોલ્યા- “હે સુંદરી ! દેવતાનાં હુકમનો અનાદર કરવાથી તું દવતીની જેમ અનર્થ પામીશ."કનકવતી બેલી ધનંદ એવા અક્ષરે સાંભળતા કે પૂર્વ જન્મના સંબંધથી મારૂ મન બહુ ઉત્કંઠા પામે છે, પરંતુ દુર્ગધયુક્ત એદારિક શરીરની ગંધ સહન કરવાને સુધાહારી (દેવ) સમર્થ નથી, એવું જિનનુ વચન છે. તેથી દૂતપણાના બહાનાથી ગુપ્ત રહેલે તુજ મારો પતિ છે. માટે ત્યાં જઈને ઉત્તર દિગપતિને મારાં વચન સંભળાવ કે “હું તારૂ દર્શન કરવાને પણ લાયક નથી. કારણ કે હુ માનુષી માત્ર છું, સાત ધાતુના શરીર યુક્ત એવી મને તે પ્રતિમા બનાવીને પૂજવા ગ્ય છે.” એમ સાભળી હર્ષિત થયેલ કુમાર કોઈ ન દેખે તેમ અદશ્ય થઈને ધનદની પાસે ગયે. ત્યાં વૃત્તાંત કહેવાની શરૂઆત કરે છે, તેવામા ધનદ બોલ્યા– બધુ મારા જાણવામાં આવી ગયું છે ” પછી સામાનિક દેવતાએની આગળ કરે વસુદેવની પ્રશંસા કરી–આ મહા પુરૂષનું આચરણ નિર્વિકાર છે.” એમ પ્રશંસા કરતા પ્રસન્ન થઈ તેના ગુણમાં લીન બનેલા ધનદે વસુદેવ કમારને દિવ્યગંધથી વાસિત અને ઈદ્રને પ્રિય એવા બે દેવદુષ્ય વસ્ત્ર, સુરપ્રભ નામે સુગટ, દકગર્ભ નામના બે કુંડલ, શશિમયુખ નામે હાર, લલિતપ્રભ નામના એ બાજુબંધ, અર્ધશારદા નામે નક્ષત્રમાળા, વિચિત્ર મણિથી ભિત સુદર્શન નામના બે કંકણું, સ્મરદારૂણ નામે કટિસૂત્ર (કણદેરા) દિવ્ય પુષ્પો અને દિવ્ય વિલેપન આપ્યાં, તે બધા પહેરીને કુમાર ધનદ જે બની ગયો. એ રીતે કરથી સત્કાર પામેલ વસુદેવને જેઈન સાથે આવેલા તેના સાળા વિગેરે અધિક પ્રમાદ પામ્યા. પછી હરિશ્ચઢે તુક સાથે ત્યા આવી, અંજલિ જોડીને ધનદને વિનંતી કરી કે આજ તમે ભરતક્ષેત્રને પાવન કર્યું. મારે સ્વયંવર મંડપ આજે દેવવિમાન સમાન લાગે છે. ” એમ કહીને તેણે સ્વયંવર મડપને અધિક તૈયાર કર્યો અને મનેહર માગડા કરાવ્યા, પછી દેવાગનાના પલ્લવ સમાન કમળ હસ્તે ચાલતા ચામરેથી વીંજાતે, વિદ્યમાન ગુણકીર્તન કરતા બંદિજનોથી ગવાતો એ ધનદ સ્વય વર મંડપ જેવાને ચાલ્યો, અને રત્નમય અષ્ટમંગલથી જેની કારભૂમિ શોભિત છે, રત્નના લાખો આદર્શોથી અકિત, અને અનેક તેરશાએ મહિત એવા સ્વયંવર મડપમાં ઉત્તર દિપાલે પ્રવેશ કર્યો. ત્યાં મનન અને ગગન સ્પશી” ઉંચા એક સિંહાસન ઉપર દેવાગનાઓથી પરંવલ અને હંસ વાહનવાળે એ કુબેર બેઠે, અને વસુદેવ પણ યુવરાજની જેમ તેની નજીકમાં પ્રસન્ન સુખ કરીને બેઠા, તથા બીજા રાજાઓ અને વિદ્યારે પણ અનુકમે બેઠા,