________________
શ્રી નેમિનાથ ચરિ– પછી ધનદે પિતાના નામથી અતિ, અનસુવર્ણની બનાવેલી કુબેરકાતા નામે મુદ્રિકા કુમારને આપી, તેને તેણે કનિષ્ઠ અગુલિમા પહેરી લીધી તે વીંટીના પ્રભાવથી ત્યા રહેલા બધા લોકો વસુદેવને ધનદ જે જોવા લાગ્યા. અહો ! ધનદ બે રૂપ ધારીને અહીં આવેલો છે” એવી રીતે સ્વચ વર મંડપમા મોટો ગડબડાટ થઈ પડ્યો. પછી સર્વ અલંકાર અને દેવદુષ્ય વસ્ત્રને તથા મદનથી દેલા (હીચકા) સમાન પુષ્પમાળાને ધારણ કરતી, સખીઓથી પરવરેલી કનકવતી રાજહ સીની જેમ મંદગતિથી તે સ્વચ વર મડપમા આવી, પણ ત્યા ચિત્રમા જોયેલ, અને દૂતપણમાં ભાળેલ વસુદેવને ન જેવાથી સાયકાળની પ્લાનમુખી કમલિનીની જેમ તે વિષાદમય બની ગઈ. જાણે સ્તભપર લાગેલ પુતળી હોય તેમ તે કંઈ પણ બેલી નહિ જાણે સર્વસ્વ હરાઈ ગયુ હોય તેમ બીજી કોઈ પણ રાજા તરફ તેણે જોયું નહિ. એટલે તે કોઈ પણ રાજાને ન વરવાથી તે વયંવર મડપમા “શું અમારામાં રૂપ કે વેષાદિકને દોષ જોવામાં આવ્યું?' એવી શંકાથી રાજાએ વારંવાર પેતાને જોવા લાગ્યા. ત્યારે સખીએ કનકવતીને કહ્યું-“હે સુ દરી' હજી પણ કેમ વિલંબ કરી રહી છે? કેઈને પણ વરમાલા પહેરાવકનકવતી બોલી કે-વર તે પસંદ પડે તે વરાય. જે મને રૂપે છે, અભાગણ હું તેને જોઈ શકતી નથી.' પછી તે મનમાં ચિંતવવા લાગી કે– મારી શી ગતિ થશે? કે ઈષ્ટ વરને હું જેતી નથી. તે હદય! પ્રિયના વિરહથી તું દ્વિધા (બે ભાગ) થઈ જા એ પ્રમાણે ચિતાતુર તેણે ધનદને જોઈ, પ્રણામ કરી, દીન થઈ રૂદન કરતા અંજલિ જોડીને વિનંતિ કરી કે–“હે દેવી પૂર્વ જન્મની પત્નિ સમજીને મારી આવી મશ્કરી ન કર હું જે વરને વરી ચુકી છું તેને તે છુપાવી દીધો છે ' એમ સાભછતાં ધનદે હસીને વસુદેવને કહ્યું—“હે મહાભાગ 1 મેં આપેલ કુબેરકાંતા વીટીને હાથ થકી અલગ કરી દે એટલે ધનદની આજ્ઞાથી તે વીટી હાથમાથી ઉતારતા તે પોતાના સ્વાભાવિક રૂપમાં આવી ગયે. તેવામાં પ્રમોદ પામીને કુમારીએ જાણે પોતાની ભુજલતા હોય તેમ સ્વયંવરમાળા તેના કઠમાં નાખી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા, અપ્સરાઓએ સરસ મંગલગાન કર્યું અને અહા! હરિશ્ચંદ્ર રાજા ધન્ય છે કે જેની પુત્રી જગત્મધાન વરને વરી” એવી ચારે બાજુ ઉચેથી વાણુ થઈ સધવા સ્ત્રીઓ જેમ ચાખાને ઉછાળે તેમ છેનદના ફરમાનથી દેવતાઓએ સારી રીતે વસુધારાની વૃષ્ટિ કરી પછી અત્યંત હર્ષ પૂર્વક વસુદેવના કનકવતી સાથે લગ્ન થયા. હવે કુમારે ધનદને નમીને વિનંતિ કરીકે– તમે અહીં શા કારણથી આવ્યા? તે જાણવાનું મને કોતક છે.” એટલે ધનદે, જેણે હજી કંકણુ માધેલ છે એવા નવ પરિણીત વસુદેવને કહ્યું કે – કુમાર ! મારે અહીં આવવાનું કારણ સાભળી લે–
આજ ભરતક્ષેત્રમાં અષ્ટાપદની પાસે સંગર નામે નગર છે ત્યા મરમાણુ