SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ ધર્મ લેખકઃ રતિલાલ હરજીવનદાસ માવાણી, બી. એ., એલએલ. બી. મનુષ્યજાતિમાં ભિન્ન ભિન્ન ધર્મ પ્રવર્તે છે. કોઈ જૈન, કાઈવૈષ્ણવ, કઈ મુસલમાન, કઈ ખ્રિસ્તી વગેરે ધર્મ પાળે છે. જગતના આ જુદા જુદા ધર્મોનું ધ્યેય માનવજાતિના કલ્યાણનું, આત્માની ઉન્નતિનું અને પરસ્પર પવિત્ર બંધુતા પેદા કરવાનું છે. પરંતુ તીર્થકરે, ધર્મગુરુ અને પેગંબરને આ આદેશ ધીમે ધીમે ભૂલી જાય છે. અમારો ધર્મ જ સાચે છે અને બીજા ધર્મો બેટા છે. અમારા ધર્મશાએ આધારભૂત છે, અને બીજું નકામાં છે તેમ કેટલાક માને છે. અને તેના પરિણામે હેમ, ધમધતા અને પિતાના જ ધર્મપ્રત્યેને આંધળે પક્ષપાત પેદા થાય છે. અને ધર્મ સંસ્થાપકોને આદેશ ક્યાંયે ગુમ થઈ જાય છે. ખરી રીતે ધમાં જુદા જુદા નથી. પરંતુ ધર્મોના વાડા છે. ધર્મ તે એક જ છે. મનુષ્ય બધા સરખા ઈતેિમને ધર્મ પણ એક સરખે હેવો જોઈએ. જેવી રીતે દરેક સ્થળે અને દરેક કાળે અગ્નિ કે પાણીને ધર્મ એક જ છે. તેવી જ રીતે મનુષ્યને મનુષ્ય તરીકે ધર્મ એક હે જોઈએ. અને તે ધર્મ તે માનવધર્મ. જે માણસમાં મનુષ્યત્વ હોય તે માનવધર્મ ભૂલે જ નહીં. ત્યારે માનવધર્મ શું છે? જેવી રીતે આપણને સુખ ગમે છે, કોઈ આપણને ગાળ આપે કે પરાણે આપણું લઈ લે તે આપણને ગમતું નથી પણ દુઃખ થાય છે, તેવી જ રીતે આપણે બીજા બાબત ધારવું તથા વર્તવું જોઈએ. ટુંકમાં, જેવી રીતે બીજ આપણી તરફ વ તેમ આપણે ઈચ્છીએ છીએ, તેવી જ રીતે આપણે બીજી તરફ વર્તવું જોઈએ. કોઈને ગાળ ન દેવાય, કેઈનું પરાણે ન લેવાય તેમ જ કેઈને દુઃખ થાય તેવું કૃત્ય ન કરાય. ખરી રીતે જોતાં માનવધર્મ તો દરેક ધર્મના સંપ્રદાયને પાયો છે. જ્યાં સુધી મનુષ્ય માનવધર્મ આચરતા નથી, ત્યાં સુધી તે ગમે તેટલા ક્રિયાકાન્ડ કરે તે નકામા છે, ગમે તેટલા જપ જ કે તપ કરે, નિરર્થક છે. ટીલા ટપકાં કરવામાં કે માળા ફેરવવામાં, સફેદ, પીળાં, કે લીલાં અગર ભગવાં કપડાં પહેરવામાં કે અમુક પ્રકારે અને અમુક વખતે નમરકાર, સંધ્યા કે નમાજ પઢવામાં ધર્મ સમાતા નથી. મનુષ્ય બાહ્યાડંબર કરે, તે તે પોતાની જાતને તથા પારકાને છેતરે છે. એકલાં પૂજન, અર્ચન કે આરાધના નિરુપયોગી છે. મંદિરમાં, મસીદમાં કેદેરાસરમાં જઈનેગ્રાફ માફક ધર્મનાં સૂત્ર બેલી જવાં અને બહાર નીકળ્યા પછી તે વિસરી જવાં તથા તે પ્રમાણે આચરણ ન કરવું તેને કાંઈ જ અર્થ નથી. મંદિરમાં, મસીદમાંકે દેરાસરમાં ધર્મ નથી. ધર્મ તે છે મનુષ્યના હૃદયમાં. મંદિરમાં, મસીદમાં કે દેરાસરમાં જઈ આવ્યા એટલે ધર્મ કરી આવ્યા તેવી ખોટી ભ્રમણા રાખવાથી શું ફાયદો છે? ધર્મ મંદિરમાં, મસીદમાં કે દેરાસરમાં જ થાય અને ત્યાં કામ ખલાસ થયું તેમ ગણાય નહીં. જેમ વેપારની એક દુકાન હોય, તેમ મંદિર, મસીદ કે દેરાસર પણ ધર્મ કરવાની દુકાન છે તેમ ગણાય નહીં. જો તેમ ગણવામાં આવે તે તે ચેકની દાંભિકતા છે જ ધર્મ તે આચરણમાં - જણાઈ આવે છે. સ્ત્રીને સરખા ગણે, પિતાના જેવા ગણે તેમ બેલવાથી ધર્મ થઈ જવાતું નથી. તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. વળી, ગાડરિયા પ્રવાહની પેઠે અમુક ક્રિયાઓ કર્યા કરવી અને તે શા માટે કરવામાં આવે છે તે બાબત લેશમાત્ર વિચાર ન કરે તેને શું અર્થ છે? શા માટે ટીલાં કરવાં કે ઘંટ વગાડે, કે અમુક રંગનાં કપડાં પહેરવાં તેનો વિચાર કરનારા ઘણું જ જૂજ છે. તેઓ તે સમજે છે કે અગાઉથી ૧૧૬
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy