________________
વૈકુંઠભાઈ લલુભાઈ મહેતા [મ છે. વિવાહય જતારી
મૂડીવાદને લીધે જ આ માઠાં પરિણામ આવે છે. પરંતુ મૂડીવાદ નાશ થાય, તો યાંત્રિક બળ મનુષ્યનું ગુલામ થઈ રહે એમ કદી સૂચવવામાં આવે છે. આ મન્તવ્ય સહુ કઈ રવીકારશે નહીં. પણ એ દલીલ સ્વીકારીએ તે એ આપણા દેશની પરિસ્થિતિને લાગુ કેમ પાડી શકીએ તે વિચારવું જોઈએ. આર્થિક પુનર્ધટનામાં એ ધ્યેય તે સતત આપણી નજર આગળ રાખવું પડશે કે હિન્દુસ્થાનને મુખ્ય ઉદ્યોગ ખેતી છે, અને હિન્દુસ્થાનની પ્રજાને મેટો ભાગ ગામડાઓમાં વસે છે. યાંત્રિક બળવડે ચાલતા ઉદ્યોગે આ સંજોગોમાં કેટલે અંશે આવકારદાયક થઈ પડશે, તે તપાસી તેની મર્યાદા કરાવવાની છે. અત્યાર સુધી જે રીતે નવા ધારણ ઉપર ઐગિક વિકાસ થયો છે તેને અંગે દેશમાં બેકારી ઘટવાને બદલે વધી છે એ આંકડાઓ સિદ્ધ કરી આપે છે. આ વિકાસથી ગામડાની પ્રજાને તે હાનિ જ થઈ છે.
તે પ્રજાનું કલ્યાણ સાધવાની દષ્ટિએ તે આર્થિક ઘટના બીજી જાતની હોવી જોઈએ એમ છેલ્લી અડધી સદીનો અનુભવ આપણને દેખાડી આપે છે. આપણું ઉગે તે એવા હોવા જોઈએ કે જે જુદે જુદે સ્થળે પેદા થતા કાચા માલને સ્થાનિક મેહનતથી પાક બનાવે. આપણા દેશમાં હાથમજુરી માટે માણસો ભરપૂર મળી શકે છે અને તેમને કમાણીનાં સાધને પૂરાં પાડવાં એ સમાજનું હિત ચિત્તવનારાઓની કરજ છે, બીજી બાજુ મૂડીની છુટ નથી કે અન્ય દેશોની સરખામણીમાં નવા ઉદ્યોગો માટે મૂડી ઓછા પ્રમાણમાં છે. એટલે ઉોગની ઘટના એવી ન હોવી જોઈએ કે જેની અન્દર મૂડીનું સારી પેઠે રોકાણ કરવું પડે. તે ઉપરાંત ગામડામાં વસતી પ્રજાનાં કમાણીનાં સાધન વધારવાં હોય, તે ઉદ્યોગ કે દુશ્ચમ ધંધે એવો છે જોઈએ કે જે સગવડે હાથમાં લઈ શકાય અને સગવડે છોડી શકાય. મધ્યસ્થ જગ્યાએ કારખાનાં કાઢેથી આ ગરજ સરતી નથી. વળી ઉોગો એ પ્રકારના ન હોઈ શકે કે તે શીખવા પાછળ ધણ વખત ખર્ચવો જોઈએ. ગામડાંની પ્રજા તે ઉગ સહેલાઈથી શીખી શકે એમ હોવું જોઈએ. છેવટે તૈયાર થએલો માલ વેચવા માટે દેશ પરદેશ ફાંફાં મારવાની જરૂર ન રહેવી જોઈએ. એ માલની માંગણું સ્થાનિક મેટા પ્રમાણમાં હોય, તે વ્યવહાર વધારે સુગમ થઈ શકે. આ બધી જરૂરિયાતને પહોંચી વળી શકે તે પ્રકારના ઔદ્યોગિક વિકાસની આપણા દેશમાં પૂરી ખેટ આજે છે. બહુજન સમાજની એ આર્થિક ગરજે ગામેગે પૂરી પાડે છે, તેથી જ એ પ્રવૃત્તિ પૂજ્ય ગાંધીજીએ રાષ્ટ્રને સૂચવી છે. ખાદી આ પ્રવૃત્તિનું એક આવશ્યક અંગ છે. તે પ્રવૃત્તિનાં બીજો અંગે તેટલાં જ મહત્વના છે. આર્થિક સમતોલપણું જાળવી રાખવા માટે અને સામાજિક સ્વાચ્ય સ્થાપિત કરવા માટે આ પ્રવૃત્તિનું ઘણું મહત્ત્વ છે. તેથી તેને અભ્યાસ કરી યુવક વર્ગ તેમાં રસ લેતા થાય, તે ઈરાદાથી એ પ્રવૃત્તિની રૂપરેખા રજુ કરવાને આ લેખને હેતુ છે.
હિંદુસ્થાનના ઉદ્યોગ ખીલવવાના શક પહતા લાભની ખાતર ગરીબને ધરબાર વગરના કરી મૂકવામાં રહેલાં દુષ્પરિણામ કલ્પીકલ્પીને હું થરથરું છું, છતાં મારી શ્રદ્ધા છે કે આ એક ઊડતો ચપ માત્ર છે.
મુંબઈના મોલમાં જે મજુર કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાઓ તેમાં કામ કરે છે તેની દશા જોઈને હરાઈને કમકમાટી આવશે. આ સંચાને વાયરો વધે તે હિંદુરથાનની બહુ દુખી દશા થશે.
હિન્દને જ જરૂરી છે તે તેનું ધન ધડાક મૂડીવાળાઓના હાથમાં એક થાય એ નથી, પણ એ ધન હિન્દુસ્થાનનાં સાડા સાત લાખ ગામડાંમાં વહેંચાઈ જાય અને ૧૯૦૦ માઇલ લાંબા અને ૧૫૦૦ માઈલ પહોળા આ ભરતખંડમાં કઈ ભૂખ્યું ન સૂ એ છે –ગાંધીજી--