________________
ગ્રામાદ્યોગ શા માટે ? લેખકઃ વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા
મેનેજિંગ ડીરેકટર, ધી બોમ્બે વિન્સિયલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ.
તેવા વેગ મળ્યે નથી. સહુ કાઈ સમજે છે. રીતે અનુકૂલ થઇ પડે
આજે વીસ વર્ષથી ખાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ છે અને સાત વર્ષથી ગ્રામાઘોગ પ્રવૃત્તિના આરંભ થયા છતાં એ નિ:સંશય છે કે યુવકવર્ગમાં એ બન્ને પ્રવૃત્તિને જોઈ એ ખાદી એ રાષ્ટ્રીય પોષાક છે. મહાસભા તે માટે આમણુ રાખે છે એટલું જ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ જેનું એક અંગ ખાદી છે, તે આપણા દેશની આર્થિક સ્થિતિ શી છે અને તેનું સમાજરચનામાં શું સ્થાન છે, તે જ્યાંસુધી આપણે બરાબર સમજીશું નહીં, ત્યાં સુધી એ પ્રવૃત્તિને જોઇએ તેવા વેગ મળશે નહિ. વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા માટે અર્થશાસ્ત્રના અભ્યાસ સારા પ્રમાણમાં કરે છે. આ અર્થશાસ્ત્રના અભ્યાસના પાયા પશ્ચિમ દેશેાના અનુભવ ઉપર ચેાજાયેલા છે. આ અનુભવ હિન્દુસ્થાનની પરિસ્થિતિને કેટલે અંશે લાગુ પડી શકે એ અભ્યાસ કરનારાઆએ જોઈ લેવાનું છે.
હિન્દની સંસ્કૃતિ બીજા દેશેાની સંસ્કૃતિથી જુદી જ છે, એ સંસ્કૃતિમાં પ્રેમ, સત્ય અને અહિંસા સર્વોપરી સ્થાન ભાગવે છે. આ સિહાન્તા ત આધ્યાત્મિક કલ્યાણને માટે જ સ્વીકારીએ, તે! તે ખરી સંસ્કૃતિ ન લેખાય. તે સિદ્ધાન્તો આપણા રાજના જીવનમાં ઉતારવાં જોઈએ. તેનું પાલન આપણી સમાજરચનામાં થવું જોઈએ. અગાઉ જેટલે અંશે સમાજરચના આ સિદ્ધાન્તા ઉપર ધડાઈ, તેટલે અંશે જ તે ટકી શકી છે. આ સિદ્ધાન્તોને અનુસરીએ, તો નફાખાજી, સ્પર્ધા, હરીફાઈ, ધનના સચય, એ સર્વને આજે આપણા આર્થિક જીવનમાં જે સ્થાન મળ્યું છે, તે ન મળી શકે; ઉત્પાદન નકા માટે નહિ પણ ઉપયોગ માટે એ સાદું સૂત્ર કદી આપણા લક્ષની બહાર જાય નહિ; દેશની ઉત્પત્તિ વધતાં એ ગરીબાઈ વધે તે દેખાવ આપણે જોવા પડે નહિ; વર્ગ વિગ્રહનાં બીજ આપણી પ્રજામાં રાપાય નહીં. અંગત આધ્યાત્મિક હિત માટે આ તત્ત્વો સ્વીકારી આપણે સંતેષ પામીશું અને તેનું આચરણ સામાજિક જીવનમાં કરીશું નહિ, તા જે ભયંકર દાવાનળના ભાગ પશ્ચિમ દેશની પ્રજા થઈ પડી છે, તેવા જ ભાગ આપણે થઈ શું.
એકનું હિત સર્વના હિતમાં અને સર્વનું હિત એકના હિતમાં સમાયેલું છે એ સિદ્ધાન્ત પહેલા સ્વીકારવા રહે છે. આને સ્વીકાર થાય તો આપણે જોઈશું કે મેટા પાયાઉપર ચાલતા ઉદ્દગાથી એકનું આર્થિક હિત સધાતું હશે પણ સર્વનું આર્થિક હિત તેમાં સમાયેલું નથી. ઉલટું તેવા ઉદ્યોગાના વિકાસથી જ્યારે એક વ્યક્તિની કમાણી ધણા પ્રમાણમાં વધે છે ત્યારે તેટલા જ પ્રમાણમાં અનેક વ્યક્તિએની કમાણી અટકે છે. આવી રીતે ધનના સંચયને પ્રોત્સાહન મળે છે તે કારણસર હાલની પતિએ ચાલતા નવીન ઢબના ઉદ્યોગો નાપસંદ કરવા લાયક છે; નહિ કે તેમાં યંત્ર વપરાય છે એટલે. યાંત્રિક બળ મનુષ્યના સાથી તરીકે રહે ત્યાંસુધી સ્વીકારી શકાય. તેથી કામ સરળ થઈ શકે એમ હાય તા. પણ જો યાંત્રિક બળ સર્વોપરીપણું ભાગવે અને મનુષ્યનાં કમાણીનાં સાધન છીનવી લે, તા તેવા યાંત્રિક બળના નિષેધ કરવા એ ચાગ્ય છે. તેવા ઉદ્યોગાથા પ્રજાના હિતનું સંરક્ષણ થવાને બદલે પ્રજાના ઉદરનિર્વાહનાં સાધના નાશ પામે છે, અહિંસાની કે પ્રેમની દૃષ્ટિથી જોઇએ, તે આ પરિણામ અનિષ્ટ છે.
ro