________________
[મ, જૈ, વાહાય રજતમાર]
માનવધર્મ
૧૧૭
ચાલ્યું આવે છે તેથી તે પ્રમાણે જ થાય. તેમાં પૂવાપણું ડ્રાય જ નહિ. ખરેખર આ બુદ્ધિનું દેવાળું બતાવે છે. પ્રતિમાપૂજન અને તીર્થયાત્રા એ ધર્મના અતિ આવશ્યક અંગેા છે. પરંતુ તેની પાછળ કાંઈ ભાવના કે સમજણ ન હોય, તા તેનું પરિણામ અંધતા કે દાંભિકતામાં જ આવે.
દરેક ધર્મમાં માનવધર્મ તા માળાના દોરાની માક સળંગ પરોવાયેલા છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અનિંદા વિગેરે તા દરેક ધર્મના સર્વ સામાન્ય સિદ્ધાંત છે. સિદ્ધાંતામાં ફેર હાઇ શકે જ નહિ. તેના પાલનમાં ફેરફારવાળી રીતેા હાઈ શકે. આ સર્વસામાન્ય ધર્મ તે મનુષ્યધર્મ કે માનવધર્મ. બધા ધર્માનું આ પહેલું પગથિયું છે. તે સિવાય આગળ વધી શકાય નહિ. આગળ વધવાની આશા રાખનાર ખરેખર મૂર્ખ ગણાય. માટે જ માનવધર્મની આવશ્યકતા આ વનમાં ખાસ છે. મનુષ્ય સમજપૂર્વક ધર્મ આચરે, તો દુનિયામાં અશાંતિ, અસંતોષ અને દુઃખ ઘણાં ઓછાં થઈ જાય.
ધર્મની ભિન્નતાને ઘણીવાર ઈંડાનું નિમિત્ત બનાવવામાં આવે છે અને આખી માનવજાત માટે એક સર્વસામાન્ય ધર્મ ઊભા કરવાના પ્રયત્નાએ પણ જગતમાં ઓછી અશાંતિ અને દુ:ખ પેદા નથી કર્યો. પોતાના મત બીજા ઉપર લાદવાની લત સ્વાર્થી પ્રકૃતિને સ્વાભાવિક હોય છે. આપણને જ સત્યના ઈજારા મળેલા છે અને વિશ્વના હેતુને આપણે જે રીતે સમયા છીએ એ જ ખરી છે, એ માનવું એ અહંકારમાંથી જન્મેલા ભ્રમ છે. પ્રત્યેક ધર્મ તે તે પ્રજાના આત્માને, તેના અસ્તિત્વના આંતર નિયમાને અને તેની મહત્વાકાંક્ષાને વ્યક્ત કરે છે, ( વળી ) ધર્મ એ કાંઈ વિશ્વાતીત વસ્તુ વિષેના સિદ્ધાંત નથી પણ એ તેા અંતરાત્માની વૃત્તિ અને મનના રવભાવ છે.
આપણા શાસ્ત્રીય માન્યતા અને સિદ્ધાંતા ઉપરથી નહિ, પણ આપણાં છવન અને ચારિત્ર્ય ઉપરથી જ આપણું મૂલ્ય અંકાવાનું છે. ગમે તે ધર્મના હોય પણ ધર્મપ્રાણ માણસોની દષ્ટિ અને વૃત્તિ એક જ હોય છે. ભાવિના આખાતાથી ચળી ન જાય એવી શાંતિ તેમાં હાય છે. ભારેમાં ભારે આપત્તિમાં પણ અજેય રહી શકે એવી આત્માની મહાનુભાવતા એ જ આધ્યાત્મિક્તાના સાર છે, જેના આત્મા બળવાન હોય છે તે પોતે જીતેલા વિશ્વ કરતાં ઉચ્ચતર હોય છે. ગાળીઓની ઝડી નીચે ઊભા રહીને પણ તેઓ સત્ય ઉચ્ચારી શકે છે અને તેઓને શબ્દશઃ દસ ઉપર ચઢાવવામાં આવે, તા પણ તેઓ ગેર વાળવા ઝંખતા નથી. તેઓની દૃષ્ટિ એટલી ઉદાર હોય છે કે બધીય જનતની મમતા કે વાર્થ તેમને નકામાં કે મૃઢતાભર્યો લાગે છે, બેહિસાબ ત્યાગ અને બદલાની આશા વિનાનું આત્મસમર્પણ એ જ તેમનું રોજનું જીવન બની જાય છે.
-ન્સર સર્વપલ્લી રાધાકૃષ્ટ્રન—