________________
૧૦૩
[બ. જૈ. વિઘાલય જત-સ્મારક] લગ્નઃ આદર્શ અને વ્યવહાર
લગ્નમાં બીજા ધણા ઉદ્દેશો સમાએલા છે. ઉપરના વિચાર મેં માત્ર વ્યક્તિની દૃષ્ટિએ કર્યો છે. પણ લગ્ન એક સામાજિક સંસ્થા છે. પ્રજોત્પત્તિ એ લમના મુખ્ય ઉદ્દેશ ગણાય છે. પ્રજાને ઉછેર, તેની કેળવણી, ગૃહજીવન, સમાજજીવનમાં ગૃહજીવનનું સાચું સ્થાન, આર્થિક વ્યવસ્થા, વારસાહકો વગેરે ધણા જટિલ પ્રશ્નના લગ્ન સાથે સંકળાએલા છે. તેથી લગ્ન માત્ર વ્યકિતઓના જ પ્રશ્ન નથી, પશુ તે સમાજજીવનનું અતિ અગત્યનું અંગ છે.
વ્યક્તિને માટે પણ લમજીવનનાં બીજાં ઘણાં પરિણામ છે. સહજીવનમાં હિંષ્ણુતા કેળવવી, શ્રી અને સંતાન માટે પેાતાના સ્વાર્થ જતા કરતાં શીખવું, અને ખીજાના સુખનો વિચાર કરતાં થવું, તેમના ભાવિ જીવનની જ્વાબદારી સ્વીકારવી, તેમાંથી ઉત્પન્ન થતા સામાજિક સંબંધમાં ગૂંથાવું, આ બધું વ્યક્તિના જીવનને અને તેના માનસ વિકાસને સહસ રીતે ચારે તરફ્થી ૨૫ર્શે છે. લગ્નજીવન જેમ કેટલેક દરજ્જે માણસને નિઃસ્વાર્થ અને સહિષ્ણુ બનાવે છે, તેમ પોતાના જ કુટુંબ માટે સ્વાર્થી અને અસહિષ્ણુ પણ બનાવે છે અને તેની દૃષ્ટિ સંકુચિત કરે છેં.
આદર્શ લગ્ન તો એ છે કે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ, જેમની વચ્ચે વય, ગુણ, સંસ્કાર વગેરેનું વધારે પડતું અંતર ન હાય તેવા, સ્વેચ્છાએ લગ્નગ્રંથિથી જોડાય અને આજીવન એક બીજાને વફાદાર રહી પેાતાના સહજીવન સાથે પોતાની સામાજિક ફરજો અદા કરે. આવાં આદર્શ લગ્ના સમાજમાં વિરલ હોય છે.
'
લગ્નનાં સ્વરૂપા ઘણાં છે, જેમાં સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તથા વ્યક્તિગત કારણે અનેક અપૂર્ણતા રહે છે. લગ્નનાં જુદાં જુદાં વ્યવહારિક સ્વરૂપે જોતાં લગ્નની વ્યાખ્યા આપવી હાય તે કાંઈક આવી રીતે આપી શકાય-એક અથવા અનેક પુરુષ, એક અથવા અનેક સ્ત્રી સાથે, ચોક્કસ સમય માટે, સજીવન સ્વીકારે, તેનું નામ લગ્ન. આમાં લગ્નની દૃષ્ટિએ અગત્યની વસ્તુ ચોક્કસ સમય ’ છે. જયાં સ્ત્રીપુરુષસંબંધ ક્ષણિક હોય અથવા તેનું કાંઈ બંધન ન હોય તો એવા સંબંધને લગ્ન ન કહેવાય. ઉપરની વ્યાખ્યામાં એક સ્ત્રી અને એક પુરુષ (Monogamy), એક પુરુષ અને અનેક સ્ત્રી (Polygamy), એક સ્ત્રી અને અનેક પુરુષ (Polyandry) અને અનેક પુરુષ અને અનેક શ્ર ( Group marriage) આવાં બધાં લમનાં સ્વરૂપોના સમાવેશ થાય છે. વળી ચાક્કસ સમય ' આજીવન હાય અથવા લગ્નવિચ્છેદની છૂટ હોય તેવાં લગ્નાના પણ સમાવેશ થાય છે.
વ્યક્તિ અને સમાજના હિતની દૃષ્ટિએ આદર્શ લગ્ન એટલે આજીવન એક સ્ત્રી અને એક પુરુષના સહચાર——આર્ય સંસ્કૃતિમાં જે રામ સીતાના આદર્શે છે. છતાં લગ્નનાં ખીજાં ઘણાં સ્વરૂપા સમાજે સ્વીકાર્યો છે. તે સ્વરૂપે તે તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયાં હોય છે અને તે, પરિસ્થિતિ પલટાતાં, પલટાય છે, પલટાવાં જોઈ એ, એ સ્વરૂપાનું નિયમન અને બંધારણ ધર્મનીતિ, જાહેરમત અને કાયદો આ ત્રણ તત્ત્વોથી થાય છે.
મેં શરૂઆતમાં કહ્યું છે કે લગ્ન ધર્મ નથી, છતાં બ્રાહ્મણ સંસ્કૃતિમાં લગ્નને ધર્મ માનેલ છે તે કઈ દૃષ્ટિએ ? શ્રમણુ સંસ્કૃતિમાં અને જૈન ધર્મમાં લગ્નને ધર્મ માનેલ હોય તેવું હું જાણતા નથી. લગ્નને એ રીતે ધર્મ કહી શકાય. એક તા અનિયંત્રિત સ્ત્રીપુરુષવ્યવહાર હાય, તેના કરતાં તેમાં કાબૂ હાય અને સંયમ હોય તે ઈષ્ટ છે, તેથી તે ધર્મ છે. બ્રાહ્મણાની વિશેષતા એ હતી કે સામાજિક દૃષ્ટિએ જરૂરનું હાય અને નસમાજ પાસે તેમને જે કરાવવું હાય, તેને તે ધર્મરૂપે ઠસાવતા. ગૃહજીવન અને ગૃહસ્થાશ્રમ સમાજજીવનના પાયા છે, અને તેના આધાર લગ્ન ઉપર છે, તેથી લગ્ન એ ધર્મ છે એમ ઠરાવ્યું. વળી