SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નઃ આદશ અને વ્યવહાર લેખકઃ ચીમનલાલ ચકુભાઈ શાહ, એમ. એ. એલએલ. બી, સેલિસિટર લગ્ન વિષે એટલું બધું લખાયું છે અને લખાય છે કે તેના વિષે વિશેષ કાંઈ લખતાં સંકેચ રહે. છતાં એ વિષય સમાજ અને વ્યક્તિને એટલે બધે સ્પર્શે છે કે લગભગ દરેક વ્યકિત તે વિષે ચોક્કસ વિચારો ધરાવતી હોવાનો દાવો કરે છે અને તેમાં ઘણા મતાગ્રહ સેવે છે. વળી એ વિષય એ છે કે જેમાં ગમે તેવા વિચારો ધરાવી, તેને વિષે પ્રગતિશીલતા અથવા નવીનતાને દાવો કરી શકાય છે. ૯ કઈ પણ સ્વરૂ૫ માટે ઓછેવત્તે અસંતેષ હોય છે જ અને તેનાં સ્વરૂપમાં ફેરફારની માગણી સતત ચાલુ જ રહે છે. કેઈને એમ લાગે છે કે લગ્નની સાથે સમાજને કાંઈ લેવા દેવા નથી અને વ્યક્તિ પિતાના સુખની દષ્ટિએ ગમે તેમ વર્તવા સ્વતંત્ર હેવી જોઇએ. કેટલાકને એમ લાગે છે કે લગ્ન એ સામાજિક સંરથા છે અને વ્યક્તિનાં સુખને વિચાર કરવાને તેમાં કોઈ અવકાશ નથી. વળી કેટલાકને એમ લાગે છે કે લગ્નનાં સ્વરૂપમાં જરા પણ ફેરફાર થાય તે ધર્મ અને નીતિનો નાશ થાય. જ્યારે કેટલાકને મન લગ્નમાં ધર્મ અથવા નીતિ જેવું કાંઈ છે જ નહિ. આ લેખમાં લગ્નને ધ્યેય શું છે અને વ્યવહારમાં તે ધ્યેય કેવી રીતે અમલમાં મૂકાય છે તથા તે ધ્યેયને પહોંચી વળવા, લગ્નના સ્વરૂપમાં ફેરફાર કરવા હોય તે ક્યા ધરણે થાય તે વિષે હું લખવા ઈચ્છું છું. લગ્ન એ ધર્મ નથી. ધર્મ તે બ્રહ્મચર્ય જ હેય. લગ્નની છૂટ હોય, લગ્ન કરવાની ફરજ ન હોય. જેમ હિંસા એ ધર્મ ન હોય, ધર્મ તે અહિંસા જ હોય. પણ કેટલાક સંજોગોમાં હિંસાની છૂટ હેય, હિંસા કરવાની ફરજ ન હોય. નરનારીનું આકર્ષણ સનાતન છે. કામવાસના અતિ પ્રબળ છે. તેને સંપૂર્ણપણે જીતવી અતિ વિકટ છે, પણ તેના ઉપર ધીમે ધીમે કાબૂ મેળવી શકાય. તેથી સ્ત્રીપુરુષવ્યવહાર માટે ચોક્કસ ઘોરણ હોવું જોઈએ. એવું કઈ ધારણ ન હોય ત્યાં અનિયંત્રિત સ્ત્રીપુwવ્યવહાર રહે. જે વ્યક્તિ અથવા સમાજ માટે ઈષ્ટ નથી. કામવાસનાનું પ્રાબલ્ય જોતાં તે સંયમમાં ન હોય, તે મન હમેશાં ભ્રમિત રહે અને જીવનના બીજા વ્યવહારને ખલેલ પહોંચાડે. દરેક સ્ત્રી અથવા પુરુષે વખતોવખત એમ વિચારવાનું હોય કે હવે પછી કયા પુરુષ અથવા સ્ત્રી સાથે તે રહેશે, તે તે વિચારમાં ઘણો સમય અને શક્તિ જાય. તેથી દરેક સ્ત્રી અને પુઓ, જે અન્ય જાતિની વ્યક્તિ સાથે સહજીવન સ્વીકારવું હોય તે, એક સમયે તે નક્કી કરવું જ પડે કે અમુક વ્યક્તિ સાથે જ તે રહેશે. આમાં વ્યક્તિનું પોતાનું જ હિત રહેલું છે. આવા વર્તનને પા જ સંયમ છે. એટલે કે એક સ્ત્રી અથવા પુરુષ, બીજા પુરુષ અથવા સ્ત્રીને પિતાના પતિ અથવા પત્ની તરીકે સ્વીકારે તેમાં, તે તેના પ્રત્યે વફાદાર રહેવાને બંધાય છે તેમજ બીજાઓ તરફથી પિતાનું મન વાળી લેવા બંધાય છે. એક તરફ નરનારીનું આકર્ષણ અને તેમાંથી સુખોપભોગની આશા અને બીજી તરફ કામવાસનાનું પ્રાબલ્ય અને તેના નિયમનની આવશ્યકતા, આ બે, લગ્નના બે છેડાઓ છે. બન્ને એક દષ્ટિએ એક બીજાના વિરોધી છે. એક ઉદ્દામ, બંધનરહિત છે, બીજું બંધન છે. લગ્નજીવન પ્રત્યેનું આકર્ષણ અને અસતેજ બને આમાંથી ઉદભવે છે. લગ્ન એ સંયમ છે છતાં સુખનું સાધન છે અને બનાવવું છે. ૧૦૨
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy