________________
રજત-માર] જગતની જીભે ચડેલા ત્રણ નામ
૧૦૧ જર્મની અને ઈટલીના રાજ્યતંત્ર વચ્ચે આ એક અતિમહત્વને ભેદ નેંધવા જેવો છે. આ ભેદને લીધે રશીયાને સામ્યવાદ આંતરરાષ્ટ્રીય બની શકે અને સમસ્ત દુનિયાના કામદારે અને ખેડુતોને આકર્ષી શકે, જ્યારે નાઝીવાદ કે ફાસીઝમ જગતમાં ખૂબ નિંદાને પાત્ર બન્યાં છે. મુલીની પિતાના જીવનચરિત્રમાં એક ઠેકાણે લખે છે કે “વ્યક્તિ જેટલે અંશે સ્ટેટને માટે
જેટલું ઉત્પાદન કરે છે તેટલે જ અંશે તેની કીંમત છે. તે સિવાય વ્યક્તિની વ્યક્તિ તરીકે કાંઈ જ કીમત નથી.” હીટલર My Struggle (Kemf) નામના પિતાના પુસ્તકમાં ડીક્રેટરના સમર્થનમાં લખે છે કે “હજારો મૂર્ખ માણસેના નિર્ણય કરતાં એક ડાહ્યા માણસને નિર્ણય વધારે ઉપયોગી હોય છે” આમ ડીટરે પિતાના નિર્ણયને અને પોતાની જાતને બીજી વ્યક્તિઓ કરતાં વધારે ન્યાયી, પવિત્ર અને ખામી વગરને મનાવવાના બળજબરીથી પ્રયાસ કરે છે. જે આ નિર્ણયની સામે થાય છે તેને જીવવાને અધિકાર રહેતા નથી. દાખલા તરીકે એલીને, હીટલરે અને મુસલીનીએ પિતાને મદદ કરનાર સાથીદારેને પણ ગર્દન માર્યા છે કારણ કે તેમણે ડીટેટરની હામાં હા ભણવાની ના પાડી. આમ ડીટેટરના દેશમાં વાણીસ્વાતંત્ર્ય કે વ્યક્તિસ્વાતંત્ર્યને જરા પણ સ્થાન નથી. મહાત્માજીની માફક માનવતાની તેમને કોઈ જ કીંમત નથી. હીટલરને આખા જગતને સંહાર કરીને પિતાના જર્મનીને જીવાડવાની રાક્ષસી આકાંક્ષા જાગી છે. પિતાનું રાષ્ટ્ર અને પિતાની પ્રજા સિવાય બીજા સૌને તિરસ્કારની નજરે જોવાનું તેઓ પિતાની પ્રજાને શીખવી રહ્યા છે. માનવતા, પ્રેમ અને ભ્રાતૃભાવ એ ડીટેટરની દુનિઆમાં દેશવટે ભગવે છે.
કેણ મહાન? હવે બીજું ચિત્ર જુઓ ! મહાત્માજીને પણ દુનિયાએ હિંદના સરમુખત્યાર તરીકે જ ઓળખ્યા છે; પણ આ સરમુખત્યારી જુદા જ પ્રકારની છે. કાનુની રીતે તે કોંગ્રેસમાં મહાત્માજી કાંઈ જ ઓહ ધરાવતા નથી. તેઓ ચાર આનાના સભ્ય પણ નથી છતાં તેમના વિનાની કોગ્રેસ ક૯પી શકાતી નથી. બ્રીટીશ સરકાર જે એદ્ધા વિનાના માનવીની સામે પણ ન જુએ તે મહાત્માને મળવા બોલાવે છે અને તેમની સાથે હિંદના પ્રબનની વાટાધાટ કરે છે, કારણ કે તેઓ કરેડાની બનેલી મુંગી જનતાના એકલા પ્રતિનિધિ છે. તે સિવાય બીજી કોઈપણ લાયકાત તેમણે આગળ કરી નથી. અને તેમના સિવાય આવી લાયકાતને દાવો બીજા કોઈથી થઈ શકે તેમ પણ નથી. હિટલર, એલીન કે મુસલીનીની માફક ગાંધીજીની સરમુખત્યારી વીમાને કે બખ્તરિયા ગાડી પર નિર્ભર નથી, પણ તેથી એ વિશેષ બળવત્તર પ્રજાના પ્રેમ પર નિર્ભર છે. સત્તાના એક પણ ચિન્હવિના તેઓ સર્વત્ર વિચરે છે. અજાતશત્રુની માફક તેઓ જ્યાં જાય છે, ત્યાં મિત્ર અને સ્વજને જ જુએ છે. એમની આંખે કઈ દુશમન દેખાતું જ નથી. રક્ષણ માટે એમને અંગરક્ષકાની જરૂર પડતી નથી. હીટલર કે લીનની માફક પિતાના જેવા જ ચહેરાના માણસને કાલે રાખવાની તેમને જરૂર નથી. ટેલીન અને હીટલર ઈશ્વરથી નથી ડરતા તેટલા મૃત્યુથી ડરે છે. મૃત્યુંજય જેવા મહાત્માજીને ઈશ્વર સિવાય બીજા કશાને ડર નથી. સરમુખત્યારની સત્તા ટકાવી રાખવા હીટલર અને ટેલીનને ભગીરથ પ્રયાસ કરવા પડે છે. મહાત્માજીએ સરમુખત્યારીની મળેલી સત્તા મુંબઈની કોંગ્રેસ વખતે પાછી સોંપી. પશે ને સત્તા છેડવાં કેઇને ગમતાં નથી. મહાત્માજીએ બન્ને છોડ્યાં છે. કેણ મહાન ? સત્તા સાચવી જાણનાર કે સત્તા ત્યાગનાર ? આને ઉત્તર આજનો નહિ, ભવિષ્યને ઇતિહાસકાર આપશે.