________________
શ્રી હરિલાલ ભચા ગાંધીજીનું રાજકારણ
તા પછી ગાંધીજી જેવા વીતરાગી મહાત્મા આવા કીચડમાં કેમ પડ્યા? આ પ્રશ્ન ઘણાના મનમાં સ્વાભાવિક રીતે જ ઊઠે છે. ગાંધીજીએ પોતે જ અનેકવાર આના જવાબ આપ્યા છે. ખીજાએ કરતાં મહાત્માજી રાજકારણને જુદી જ દૃષ્ટિએ જુએ છે. સત્ય ને અહિંસા વિનાનું રાજકારણ તેઓ કલ્પી શકતા નથી, સત્તા પ્રાપ્ત કરવા નહિ પણ સક્રિય માનવ સેવા થઈ શકે છે તે માટે તેઓ રાજકારણમાં પડ્યા છે. જે રાજકારણ નૈતિક બંધનો સ્વીકારતું નથી તે રાજકારણ તેમને ખપતું નથી અને તેથી જ હિંદી રાજકારણમાં શુદ્ધિકરણ, સેવા, સાદાઈ અને ત્યાગનાં તત્ત્વા તેમણે દાખલ કર્યાં છે અને તેમ કરવા જતાં અનેક મિત્રાના સહકાર પણ ગુમાવ્યા છે. અંતર્મુખ બનેલા યોગીની નિર્વિકાર દૃષ્ટિએ તે રાજકારણને જીવે છે. ખીજાઓની માફક વિજયમાં એમને મદ ચડતા નથી કે પરાજ્યમાં ક્ષાભ થતા નથી. લડતમાં કે પારાવાર શાકમાં તે હૃદય અને ચિત્તની અખંડ શાંતિ જાળવી શકે છે. રાજદ્વારીઓના જંજાળી શહેરી જીવનને ખલે તેમણે સેવાગ્રામનું એકાકી જીવન પસંદ કર્યું છે. એમની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમના ધાર્મિક વિચારે, એમની સાદાઈ અને એમની પ્રેમભાવના જોઈ તે પરદેશીઓ એમને રાજકીય આગેવાન તરીકે કલ્પી શકતા નથી. કારણ કે અત્યાર સુધીની રાજદ્વારી આગેવાનની એમની ભાવના જ જુદા પ્રકારની હતી. ગાંધીજીએ એ આખી ભાવના બદલી નાખી. રાજકારણ એટલે માનવસેવા, જેમાં એ સેવા નથી તે રાજકારણ નથી. ગાંધીજીના રાજકારણની આવી વ્યાખ્યા આપી શકાય અને રાજકારણને આ દૃષ્ટિએ વીસમી સદીમાં જોનાર પહેલવહેલા પુરુષ ગાંધીજી જ છે.
૧૦૦
[મ, જૈ. વિધાલય
હિટલર અને સ્ટેલીનનું રાજકારણ
આવા પુરુષની સરખામણી હીટલર કે સ્ટેલીન સાથે કેમ થઈ શકે ? પોતપોતાની પ્રજાના નેતૃત્વ સિવાય આ ત્રિપુટીમાં કાંઈ જ સામ્ય નથી. એકે એક વિષયમાં વિષમતા જ દેખાય છે. સામ્ય હાય તા હીટલરને સ્ટેલીન વચ્ચે છે. બન્ને એક ખીજાના ભયંકર દુશ્મન, એકવર્ષની તકલાદી અને બનાવટી મિત્રાચારી પછી ફરી પાછા એક બીજાને ટાટા પીસવા તથા નિકંદન કાઢવા ખુનખાર જંગ ખેલી રહ્યા છે. સત્તાજ જેની આરાધ્ય દેવી છે એવા રાજકારણના આ બે પૂજારી સત્તાને કાયમ કરવા તથા વધારવા ગમે તેવા ઉપાયો ચાજતાં અચકાય તેમ નથી. પ્રેમ અને યુદ્ધમાં કશું જ અયોગ્ય કે અટિત નથી એ રાજસૂત્રના એ પૂજારી છે. એ સરમુખત્યાર લેખંડી લશ્કરવાદ અને લોહીનીગળતી હિંસા ખેાલે છે ને આચરે છે. સત્ય, અહિંસા અને ન્યાયની એમાંથી કાઇને પડી નથી. આ ડીટેટાની દુનિઆમાં નીતિવાદને સ્થાન નથી. State એટલે કે એમના રાષ્ટ્રને જે પગલાં અને જે રતા મજ્જીત અને સમૃદ્ધ બનાવે તે હંમેશાં નીતિમાન જ છે એવી માન્યતામાં જ ટ્રીકટેટશ રાચે છે અને એજ માન્યતાના પ્રચાર તે પ્રજામાં કરે છે. પ્રજાની ગણતરી પણ તેઓ પાતાની અને સ્ટેટની સત્તા વધારવાના એક માત્ર સાધન તરીકે જ કરે છે. સ્વતંત્ર વ્યક્તિઓના સમૂહ તરીકે તેઓ પ્રજાને કદી સ્વીકારતા નથી, વ્યક્તિસ્વાતંત્ર્યને જે સ્થાન democracy માં છે તે હીટલર, સ્ટેલીન કે મુસેલીનીના દેશમાં નથી. સ્ટેટ અથવા રાષ્ટ્ર એકલું જ સ્વતંત્રતાનું એકમ છે. વ્યક્તિએની અલગ સ્વતંત્રતા હાઈ શકે જ નહિ એ સિદ્ધાંત ઉપર ડીટેટાના રાષ્ટ્રની ઇમારત ચણાય છે. સ્વાતંત્ર્યના એકમ સ્ટેટ અને તેના પ્રતિનિધિ એકમ તરીકે ડીક્ટેટરમાં સર્વ સત્તા કેંદ્રિત થાય છે, જો કે સ્ટેલીનના રશીઆમાં state ની theory તા આ જ છે પણ ત્યાં ઢીઢેટર તરીકે જે સર્વ સત્તા સ્ટેલીન ભાગ છે તે ખેડુતા અને કામારાના (Soviets) સંધેની આપેલી છે. આ સંઘા ધણી મોટી લાગવગ ધરાવે છે. જ્યારે હીટલરના નાઝીવાદમાં અને મુસેાલીનીના ફાસીઝમમાં આવા સંધાને આવી જાતની સત્તા કે લાગવગ નથી, રશીયા