________________
જગતની જીભે ચડેલાં ત્રણ નામ
લેખક શ્રી હરિલાલ ભરૂચા, બી. એ. આજે જગતની બે ત્રણ નામ સૌથી વિશેષ ચહ્યાં છે. હીટલર, એલીન અને ગાંધીજી. સરખામણીને આપણે ઈચ્છવાયેગ્ય માનતા નથી છતાં, માનવસ્વભાવ સરખામણીના મેહપાશમાંથી
થો નથી ને છૂટવાને પણ નથી એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચછીએ તે આ ત્રણ પુરષો વચ્ચે અનેક સરખામણુઓ થઈ છે, થયાં કરશે અને માનવ સમાજ પિતપોતાની બુદ્ધિપ્રમાણે અનુમાને બાંધ્યાં કરશે.
આ ત્રણે વ્યક્તિઓ સમકાલીન છે એટલે તેમની ઘણી હકીકતે પ્રસિદ્ધિમાં આવી ચુકી છે. વળી આ ત્રણેયે પિતાપિતાનાં જીવન ચરિત્ર અને જીવન સિદ્ધતિ સ્વહસ્તે લખી પ્રગટ કર્યો છે તેથી સરખામણીનું કામ એક રીતે સરળ બને છે.
રાજકીય કીમિયો આજનો યુગ રાજકીય જીવનની સિદ્ધિમાં જ માનવીની મહત્તાનાં મૂલ્ય આંકે છે. સત્તાનાં સૂત્રો ધારણ કરનાર પુરુષ એકદમ અનુપમ બની જાય છે. એક કેડીને માનવી રાજકીય સત્તાને કીમિયો હાથ લાગતાં વામન મટી વિરાટ બની બેસે છે. રાજકીય જીવનમાં ચમકી જનાર વ્યક્તિઓની આ એક સર્વસામાન્ય કથા છે; પણ ઇતિહાસના અભ્યાસીઓ જાણે છે કે રાજકીય ચમકારા પાછળ ચિતાના ભડકા સળગતા હોય છે. એમાં પડેલાં માનવીઓ ધણુવાર માનવતા ગુમાવી બેસે છે. એ ડાકણને વશ કરવા જનાર અનેકે ખત્તા ખાધી છે, છતાં એના જાદુએ સૌને ધુણાવ્યા છે. ઈગ્લાંડના એક પ્રખર લેખક અને રાજપુરુષે જીવનને આરે ઉભા રહીને ઉચ્ચાર્યું કે
રાજકારણ એ લુચ્ચા અને બદમાશોને છેલ્લે દાવ છે.” ઈતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિની આ ચેતવણી છતાં યુગેયુગે રાજકીય જીવને સૌને આકર્ષી છે. એના રંગે રંગાયા વિનાને આદમી આજે શો જડે તેમ નથી કારણ કે તેમાં સત્તાની સાથે સેવા કરવાની તક પણ અપાર છે. રાજકારણમાં સત્તા ચલાવનાર
વ્યક્તિઓની દ્રષ્ટિ સત્તા કરતાં સેવાની હોય તે જ તે માનવસમુદાયને માટે કલ્યાણકારી નીવડે છે. ગમે તે સિદ્ધતિ જગતમાં પ્રવર્તતા હોય છતાં રાજદ્વારી આગેવાનોની કસોટી કરવાની આ એકજ પારાશીશી છે. પણ આ યુગનું રાજકારણ એટલું ગુંચવાડા ભર્યું બની ગયું છે અગર બનાવી દેવામાં આવ્યું છે કે આ સેવાની પારાશીશીના પ્રવાહીને કૃત્રિમ રીતે ઊંચે નીચે કરવાની અનેક તરકીબે વાપરવામાં આવે છે. અને તેથી જ રાજકારણને મહાન વિચારકોએ નિ છે. રાજકારણ એટલે ખટપટ, યુક્તિપ્રયુક્તિ, છળ, કપટ, અને સાચાં ખેટાને સરવાળો. રાજકારણની આ વ્યાખ્યામાં આજે પણ ફેરફાર કરવાની જરૂર દેખાતી નથી પછી તે રાજકારણ પ્રજાવાદી હોય, સામ્યવાદી હૈય, મૂડીવાદી હોય કે નાઝીવાદી હેય. રાજકારણની કેટલીક ગંદી રીત સમે તે દરેક સાથે જકડાયેલી છે, પછી એને પ્રજાવાદ કે સામ્યવાદનું સેહામણું નામ આપવાથી તેનું કલેવર બદલાતું હશે પણ આમા તે તેજ રહે છે. રાજકારણને ધંધે જ એવો છે છતાં એ એવાં મોહક આવરણોથી મઢાયો છે કે જાણવા છતાં સૌ તેને જ ઝંખે છે ને તેની જ પાછળ દે છે.