SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પરમાનંદ કુંવરજી કાપડી [મ. હૈ, જવાહાય રજત-સ્માર′′] માત્ર બાહ્ય કારણોસર પણ આ દુનિયા ઉપર એક સર્વસાધારણ રાજ્યતંત્રની સ્થાપના થાય એ દિવસે આપણી સમીપ આવી રહ્યા હાય એમ ભાસે છે. માનવી ઐય એક કાળે કલ્પનાના વિષય હતા. આજે એક નક્કર સત્યના આકારમાં આપણી સામે તે રજૂ થઈ રહેલ છે. આ બધી સમાલાચનાના સારરૂપે આપણે આટલું તારવી શકીએ છીએ કે, ( ૧ ) આ પૃથ્વી ઉપર્ વિશ્વબંધુત્વ એ જ એક દિવ્ય તત્ત્વ છે અને સમગ્ર નીતિવ્યવહારના પાયા છે. ( ૨ ) માનવી બનવું એટલે એક અવ્યાહત નતાના વાસ્તવિકપણે અનુભવ કરવા. (૩) પડેાશી પ્રત્યેના પ્રેમ માનસિક આરોગ્યની નિશાની છે; સમસ્ત જનતા માટેના સર્વસાધારણ પ્રેમ એ જનતાના આરાગ્યનું વ્યક્તિના માનસમાં પડતું પ્રતિબિંબ છે, તેથી આપણે સમગ્ર જનતાને તેમજ ઉદ્યમ, સત્ય, સારાં અને સંગીન વળી—આવાં જે જે તત્ત્વા વડે જનતાનું જીવન પોષાતું આવ્યું છે અને સુરક્ષિત રહ્યું છે, તે તે તત્ત્વીને ચાહતા અને તે વિષે આદર ચિન્તવતા શીખવું જોઇ એ. (૪) આ માનવ-સંગઠનને હાનિ પહોંચાડે તેવી દરેક બાબતના સામને કરવા જોઇએ. ખાસ કરીને અનિષ્ટ રૂઢિપરંપરાઓને-નકામાં અથવા તો નુકસાનકારક માનસિક વળાના ઉચ્છેદ કરવા જોઇએ. આ સિદ્ધાન્તા ઉપર ચાલતાં એવા એક ઉજ્વલ દિવસ આવશે કે જ્યારે જાણીતા જર્મન તત્ત્વવેત્તા નીશે ( Neitzche ) કહે છે. તે મુજબ “ વિગ્રહ અને વિજયપ્રાપ્તિના ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામેલી, યુદ્ધકળામાં પૂર્ણતાને પહેાંચેલી, અને યુદ્ધ ખાતર ગમે તેટલા ભાગ આપવાને ટેવાયેલી પ્રજા સ્વેચ્છાથી જાહેર કરશે કે ‘ અમે અમારી તરવારના ટુકડા કરી નાંખીએ છીએ અને આખી લશ્કરી રચનાના ઉચ્છેદ કરીએ છીએ, પૂર્ણ રીતે શસ્ત્રસજ્જ હાવા છતાં ઉદાત્ત હેતુથી પ્રેરાઇને અમારી જાતને સ્વેચ્છાપૂર્વક નિઃશસ્ર કરીએ છીએ; કારણુ કે નિઃશસ્રતા જ સારી અને સ્થાયી શાન્તિ સ્થાપવાના ખશ માર્ગ છે.' આજે સર્વ શસ્ત્રસજ્જ દેશામાં જે કહેવાતી શાંતિ પ્રસરેલી જોવામાં આવે છે, તે પાછળ તેા દેવળ યુદ્ધનું માનસ જ ભરેલું છે. આ માનસ નથી પોતાના કે નથી પાડાશીના વિશ્વાસ કરતું અને અમુક અંશે દેષમસરથી અને અમુક અંશે ભયથી પ્રેરાઇને અસ્ત્રશસ્ત્રના ત્યાગ કરવાની ચાખ્ખી ના પડે છે. ક્રાઇના તિરસ્કાર કરવા કે કામથી ખીતા રહેવું એ કરતાં મૃત્યુ સ્વીકારવું બહેતર છે અને કાથી તિરસ્કૃત બનવું કે કાઇને ભયાક્રાન્ત બનાવવું એ કરતાં મૃત્યુને ભેટવું બમણું બહેતર છે.” દેશના સાચા તારણહારો તા કઠણ અને સાદું જીવન ગાળે, એશઆરામપર પાણી મૂકે, દાલતમંદ થવાના એએક માર્ગમાંથી પાળે વળે, પ્રતિષ્ઠા અને નેતૃત્વની ખમી તૃષ્ણાઓને તિલાંજલિ આપે, લખા સુકા રોટલા ખાય, ભોંયપથારી કરે, નવામાં જાડી ખાદીનાં આામાં આમાં વસ્ત્રોથી ચલાવી લે, પોતાનાં કામમાં અવિચળ અહા રાખે અને ભવિષ્યની આશા ઉપર જીવે. - ડાબા હાજતરાય
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy