SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રજત-મારક યુદ્ધઃ એક અચિરસ્થાયી જીવનતત્ત્વ છીએ. આજના વાવટેળ અને તેફાનની ઝાડીઓ પાછળ એક મહાન માનવસંસ્થાના સ્વાસ્થ, એકતા અને શાતિ ભર્યા ઊગમનું આછું દર્શન થઈ રહ્યું છે. આવી વ્યાપક માનવતાને–વિશ્વબંધુત્વન–અનુભવ કરાવે એ બૌદ્ધધર્મનું ધ્યેય હતું, ખ્રીસ્તી ધર્મનું પણ ધ્યેય હતું. પણ બૌદ્ધધર્મ કાલાન્તરે સંકુચિત બનતે ગયો અને પિતાનું ધ્યેય પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યો. પ્રીસ્તી ધર્મને પણ જ્યારથી રાજકારણ સાથે જોડવામાં આવ્યું ત્યારથી તેની મહત્તા–વિશાળતા-લેપાવા માંડી. જે જીવનદર્શન એ બન્ને ધર્મના પ્રણેતાઓને હતું, તે જીવનદર્શનને આજે આપણે પુનઃ માનવજાતના હૃદયમાં વિસાવવું રહ્યું અને વસુધાવ્યાપી એકતાનું દુનિયાની ભિન્ન ભિન્ન પ્રજાઓને સાચું ભાન કરાવવું રહ્યું. આ એકરૂપતા કેવળ ખાલી કે કલ્પનાની વસ્તુ નથી. તે નક્કર સત્ય છે. આપણે સૌ જાણીએ અને માનીએ છીએ કે માબાપમાં રહેલું ચોક્કસ જીવનતત્વ બાળકમાં ઊતરે છે અને તે બાળકમાં ઊતરેલું જીવનતત્વ તેમની પ્રજામાં નીતરતું ચાલે છે. આ રીતે ચોક્કસ છવનતો પેઢી દર પેઢી ફેલાયા જ કરે છે. આ રીતે વિચારતાં આપણને લાગ્યા વિના નહિ રહે કે દુનિયાના સર્વે માનવીએ કોઈ એક સમાન અને સર્વસાધારણ જીવનતત્વથી નિકટપણે જોડાયેલા અને સંકળાયેલા છે. એમ ગણતરી કરવામાં આવે છે કે ધારો કે એક માનવી યુગલને ત્રણ બાળકે હોય તે એકવીસમી પેઢીએ પાંચસો વર્ષના ગાળામાં આ મૂળ માનવી યુગલને સંતતિવિસ્તાર આખી દુનિયાની માનવસંખ્યા એટલે વિપુલ બની જાય. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ પાંચ વર્ષના ગાળામાં થઈ ગયેલા માનવીઓમાં અને આપણામાં એક સમાન જીવનતત્વ રહેલું છે. તેથી કોઈ એક વ્યક્તિને ચોકકસ પ્રજા કે જાતિમાં મર્યાદિત કરવી એ કેવળ બેવકુફી છે જેવી રીતે જીવનતત્વને વિચાર કર્યો તેવી જ રીતે વિચારતત્વ પેઢી દર પેઢી ઊતરતું, નીતરતું અને ફેલાતું જાય છે. આ દષ્ટિબિન્દુથી વિચારતાં સ્પષ્ટ થશે કે માનવજાતિ સ્થળરૂપે કે સૂમરૂપે સળંગ વ્યક્તિત્વને ધારણ કરતું એક વિરાટ શરીર છે એ હકીકત સ્વીકાર્યું જ આપણે છૂટકે છે. આજ સુધીને અનુભવ આપણને શીખવે છે કે કોઈ પણ નવા વિચાર કે નવી ભાવનાને ખ્યાલ દુનિયાના જુદા જુદા ભાગોમાં વસતા ભિન્ન ભિન્ન વિચારને એક જ સમયે સ્પરતે જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુની શેધ કોઈ એક જ શોધકના મગજમાં એકાએક ઉપજી આવતી નથી. એજ સમયે બીજા અનેક ધકે આ જ શોધના ખ્યાલની આસપાસ ઘુમી રહ્યા હોય છે અને એ શોધને સ્પર્શ કરવાની લગભગ તૈયારીમાં હેય છે. આવામાં એક શેધક તે શેધની પૂરી પ્રતીતિ મેળવીને વૈજ્ઞાનિક સત્ય તરીકે રજૂ કરે છે. આવી જ રીતે નવા વિચારને જન્મ થાય છે. જે વિચાર તત્કાલીન અનેક વિચારોના મગજમાં ઘોળાયા કરતે હોય, તેને એક વધારે આગળ પડતે વિચારક મૂર્ત સ્વરૂપ આપે છે અને દુનિયા તેને ઝીલવા લાગે છે. આવી રીતે દુનિયાનું મહાન પરિવર્તન નીપજાવતા કઈ પણ નવા વિચાર કે ભાવનાની પહેલાં પૂર્વવત અનેક મનોમન્યને અને સદશ ચિત્રવિચિત્ર તરંગ વાતાવરણમાં વહી રહેલા નજરે આવી રીતે આપણે ત્યાં યુદ્ધબહિષ્કારની ભાવના મૂર્તસ્વરૂપ ધારણ કરી રહી છે. દુનિયા યુદ્ધત્તિને સદાને માટે તિલાંજલિ આપે એવો સમય નજીક આવી રહ્યો છે. આજની દુનિયાની બાહ્ય પરિસ્થિતિની ઘટના પણ આ પ્રકારના માનસિક પરિવર્તનને વધારેને વધારે અનુકૂળ બની રહી છે. પ્રત્યેક દિવસે માનવી માનવીની વધારેને વધારે નજીક આવી રહ્યો છે. ટપાલ, તાર, રેડીઓ માનવીઓ વચ્ચેના વધતા જતા સમાગમને નવા નવા આકારે વધારેને વધારે પુષ્ટ કરી રહેલ છે. રાષ્ટ્રરાષ્ટ્રની શાખાઓ તૂટતી જાય છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy