________________
રજત આરક]
આમાર-બુચનેઝાર
યહુદીઓના મંદિરમાંની અઢળક સંપત્તિ અને સેનાચાંદીનાં વાસણો તે બેબીલેન ઉપાડી ગયે. ટાયરના બળવાને પણ તેણે સખત હાથે દાબી દીધે. ને એ રીતે તે પશ્ચિમ એશિયાને યશસ્વી સમ્રાટ બની રહ્યો.
બેબીલોનમાં તેણે અનેક દેવમંદિર બંધાવ્યાં. નગરના રક્ષણ માટે તેણે બંધાવેલી ભવ્ય દીવાલ જોઈ પરદેશી મુસાફરો મુગ્ધ બની ગયેલા. હરેડેટસના કહેવા પ્રમાણે નગરને ઘેરવા ૫૬ માઈલ હતો અને એ દીવાલ તે નગરનું ચારે બાજુથી લેખંડી ઢાલની જેમ રક્ષણ કરતી. ચીનની જે દીવાલ પર આજનું જગત અચંબે વર્ષાવી રહ્યું છે તે નેબુચન્દનેઝારની એ દીવાલના આધારે બધાએલી છે. બેબીલોનમાં તેણે એના સ્વર્ગીય મહેલે બંધાવેલા કે પછીના યુગે મેહ પામી એમને ઝૂલતા બાગે (Hanging gardens)ની ઉપમાં આપેલી. તેણે પિતાના નિવાસ માટે ઇ. સ. પૂર્વે ૫૬૧ માં બંધાવેલે અદિતી મહેલ તે અવર્ણ લેખાય છે. તે મહેલ પંદર દિવસની અંદર જ બાંધવામાં આવેલ છતાં સૈકાઓ સુધી એની જાહોજલાલી એટલી જ અનુપમ રહેલી. ઈ. સ. પૂર્વે ૩૨૬ માં હિંદથી પાછા ફરેલ સીકંદરે એ મહેલ પર મુગ્ધ બની ત્યાં જ પિતાને વાસે રાખે. ત્યાં તેણે દિવસ સુધી રંગરાગ ઉડાવેલ અને એ જ મહેલમાં તેનું ખૂન થયેલું. એકંદરે શિલ્પ, સ્થાપત્ય, કલા અને સંસ્કારની ખીલવણુમાં નેબુચન્દનેઝારે નોંધાવેલ ફાળે જગતના પ્રાચીન ઇતિહાસમાં જ નહિ, અર્વાચીન ઈતિહાસમાં પણ અજોડ છે.
નેબુચનેઝાર સમસ્ત મેસેમિયાન સમ્રાટ હાઈને રવાભાવિક રીતે જ તે ઔદ્યને પણ સ્વામી હતે. અને બેબીલેનના ખોદકામમાં મળી આવેલા જૂના અવશેષમાં બેબીલેન નામ મળી આવતું નથી તે જોતાં એ શહેનશાહત પ્રાચીન નગર એના નામે ઓળખાતી હોય તે સંભવિત છે. આ પુરવાર કરી શકાય તે આપણા આર્ટપતિ નેબુચન્દનેઝાર ઠરે છે. અને તેમ હોવાનાં બીજાં પણ અનેક પ્રમાણ છે.
તે ભગવાન મહાવીર અને મગધપતિ શ્રેણિકને સમકાલિક અર્ધપતિ છે.
મગધપતિ શ્રેણિક અદ્ધરાજને પ્રથમ ભેટ મોકલાવે છે. અને તે સમયના જગતને ઇતિહાસ તપાસતાં હિંદની બહાર બેબીલોન સિવાય એવું એક પણ મહારાજ્ય નથી કે જેને મગધપતિ ભેટ મોકલાવે.
પ્રભાસપાટણના તામ્રપત્રથી એ પુરવાર થયું છે કે તેણે ભગવાન નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે એ સંભવિત છે કે જ્યારે આર્કકુમાર હિંદ ચાલી આવ્યું અને તેની પાછળ તેના પર દેખરેખ રાખવાને નીમેલા ૫૦૦ સામંત પણ ભાગી આવ્યા, ત્યારે નેબુચન્દનેઝાર પુત્રની શોધમાં તેની પાછળ કાઠિયાવાડમાં આવ્યું હોય અને તેના પર જૈન ધર્મને પ્રભાવ પડતાં તેણે તે ધર્મ અપનાવ્યો હોય.
ઉત્તરાવસ્થામાં નેબુચન્દનેઝાર કો ધર્મ પાળતા હતા, તેને હજી નિર્ણય થયું નથી. કેમ કે, સાયરસના શિલાલેખેથી એ તે પુરવાર થયું છે કે બેબીલેનમાં વંશપરંપરાગત ચાલી આવતી મકની પૂજા અને બલિદાન આપવાની પ્રથા તેણે બંધ કરી હતી. ઉત્તરાવસ્થાના તેના પિતાના શિલાલેખોમાં તે પ્રજાને ઉદ્દેશીને જે ઢોર બહાર પાડે છે, તેમાં મક ઇત્યાદિને “તમારા દેવો” તરીકે ઓળખાવે છે. તેમજ બાઈ બિલના જૂના કરારમાં નેબુચન્દનેઝારની રાજકીય પ્રભુતાને રવીકાર થયા છતાં તેને અને તેના વારસાને ભયંકર નાસ્તિક તરીકે ઓળખાવવામાં આવેલ છે તથા નેબુચન્દનેઝારે પિતે પણ જેરુસલેમમાં લટ ચલાવેલી છે તે જોતાં તે યહુદી ધર્મને પણ ન હતો. શરૂઆતમાં મકના તેણે બંધાવેલા ભવ્ય મંદિરથી એ તે નિશ્ચિત છે કે પુર્વાવસ્થામાં તે મકને પૂજારી હતા, પણ ઉત્તરાવસ્થામાં પુત્રની દીક્ષા પછી તેણે જૈન ધર્મ સ્વીકારેલ હોવાનું વિશેષ સંભવ છે.