________________
૧
ચીમનલાલ અમુલખ સંઘવી
[મ. જે. વિદ્યાલય
કરાવ્યા હતા ’ ત્યારે આપણા હાથમાં સંશાધનના એક વિષય આવેલ હાવા છતાં તેના પ્રત્યે જોવું ધ્યાન ન અપાયું. એ પછી તેમુચન્હનેઝારના જીવનચરિત્રના ને ખેખીલાનના ઇતિહાસના અભ્યાસ કરતાં જે અનુમાન તારવી શક્યા હું તે અહીં રજૂ કરી એવા વિષયાને બુદ્ધિમાન વર્ગ કઈ રીતે સમાજોપયોગી બનાવી શકે તે સૂચવીશ,
આર્દ્રદેશ કે આર્દ્રનગર ક્યાં આવેલ છે તે સંબંધમાં જૈન સંશાધકાએ અભ્યાસમાં ઊતરવાની જરૂર જોઈ નથી. કેટલાકે પ્રસંગોપાત જરૂર પડતાં એડનને આર્દ્રનગર તરીકે ઓળખાવ્યું. પરંતુ એડનની ખીલવણી તે ઈ. સ. પૂર્વે ૨૪ ના રામન-વિજય પછી થઈ છે, ને ઇ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં તો ત્યાં માછીમારાનાં ઝૂંપડાં સિવાય કંઈ જ ન હેાતું. ઉચ્ચાર ગણતરીએ પણ એડન શબ્દ આર્ટને સમાંતર નથી. એટલે આર્દ્રનગર માટે બીજે જ નજર દોડાવવી જોઇએ,
પશ્ચિમ એશિયામાં આવેલા મેસેાપાટમિયા દેશ અતિ પ્રાચીન કાળમાં ઉત્તર, મધ્ય તે દક્ષિણ એમ ત્રણ વિભાગમાં વેંચાયલા હતા. ઉત્તર-વિભાગ પોતાના પાટનગર અસુરના નામ પરથી એસીરિયાના નામે ઓળખાતા, મધ્ય ભાગની પ્રાચીન રાજધાની ક્રીશ હતી, પણ દમુરાખીના સમયમાં ( ઈ. સ. પૂર્વે ૨૧૨૭ થી ૨૦૮૧) એખીલેાનની વિશેષ ખીલવણી થતાં મધ્ય ભાગનું પાટનગર મેખીલેાન બન્યું તે સમય જતાં મધ્ય વિભાગ પણ એબીલાનના નામે ઓળખાવા લાગ્યા. સાગર કાંઠે આવેલા દક્ષિણ ભાગનું પ્રાચીન પાટનગર અર્ઘ ( Erdiu ) બંદર હતું પણ તે ધીમે ધીમે પુરાવા માંડતાં રાજધાની ઉરમાં ફેરવાણી, સમય જતાં એખીલાનના સમર્થ રાજવીએ ત્રણે ભાગ પર પોતાની સત્તા વિસ્તારીને ખેખીલાનને સંયુક્ત પ્રદેશાનું પાટનગર બનાવ્યું.
જૈન સાહિત્યમાં વર્ણવાયલ આર્દ્ર નગર આ ઐર્દ્ર નગર હેાવાના પૂરતા સંભવ છે. પ્રાચીન કાળમાં જાહેાજલાલી ભોગવતાં નગરામાં આર્દ્રને સમાંતર આ સિવાય ખીજું એક પણ નગર નથી.
ઐો અંદરની જાયલાલી ઈ. સ. પૂર્વે ૫૦૦૦ માં શરૂ થાય છે. જલપ્રલય પૂર્વેનાં જગતનાં ચાર મુખ્ય બંદરામાંનું એ એક હતું. સાગર કાંઠે યુક્રેટીસ નદીના મુખ પર વસેલું હોઇ તેના દેખાવ એટ સમા લાગતા. હિંદુ સાથે એ બંદરને સીધા જળમાર્ગના સંબંધ હતા.
ધીમે ધીમે નદીના કાંપને લીધે બંદર પુરાવા લાગ્યું ને તેનું મહત્ત્વ ઘટવા લાગ્યું. આજે એ નગરનાં ખંડિચે। ઉી ખાર માઈલ દક્ષિણ-પશ્ચિમે પથરાયલાં પડ્યાં છે. ખસરાથી ખાક દોડતી રેલવે તે ખંડિયેરાની તેર માઈલ પૂર્વેથી પસાર થાય છે.
ઇ. સ. પૂર્વે ૬૦૪ માં બેબીલોનની ગાદીએ જગમશહૂર સમ્રાટ નેનુચન્હનેઝાર વિરાજયો. તેના પિતા નેભેદપાશારે તેને વિશાળ રાજ્યના વારસા સોંપ્યા હતા, પણ તેજીચન્દ્રનેઝારને ભવ્ય સામ્રાજ્ય સર્જાવવું હતું. પિતાની હયાતી દરમ્યાન જ (ઈ. સ. પૂર્વે ૬૦૨ માં) તેણે એસીરિયાને હરાવીને તે પ્રદેશ તો એબીલેનમાં ભેળવી જ દીધે હતા. હવે તે દિર્શાવત્યે નીકળ્યો. નેકાને હરાવી તેણે એશિયામાંથી યુરાપ અને આફ્રિકાના પગ કાઢ્યો. તે પછી એખીલાનની નબળી દશમાં જેણે જેણે તેને નુકશાન પહોંચાડ્યું હતું તે બધાં રાજ્યાને તેણે જીતવા માંડ્યાં.
જુડાના યહૂદીઓએ એબીલાનની સમૃદ્ધિ લુટીને પોતાના પાટનગર જેરૂસલેમમાં પાતાના પ્રભુના નામે મંદિર બંધાવરાવેલું. નેબુચન્હનેઝારે એ દેશ જીતી લઈ મહેરબાનીની રાહે ત્યાંના રાજાને તે પાછે સોંપ્યા. એ રાજાએ યોગ્ય વ્યવસ્થા ન જાળવતાં તેણે રાજા બદલાવ્યા, પણ ખીજા રાજાએ બળવા કર્યાં. તેષુચન્દતેઝાર જંગી સૈન્ય સાથે એ દેશ પર ધસી ગયા તે તેણે રાજાને પદ્મણ કરી જેરૂસલેમ લૂછ્યું.