SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નવી કેળવણીને સમાજોપયોગી કેવી રીતે બતાવી શકાય તેનું માર્ગ સૂચન– આદ્રકુમાર-નેબુચન્દનેઝાર લેખકઃ ચીમનલાલ અમુલખ સંઘવી તંત્રી, “સુવાસ”, વડોદરા. આજના આપણા કેળવાયેલ વર્ગ સામે મુખ્ય દલીલ એ રજૂ કરવામાં આવે છે કે, “તમે શ્રદ્ધાવાદને ફટકે લગાવ્યા છે, અને બુદ્ધિવાદને સમાપયેગી બનાવી શક્યા નથી.” આ દલીલ સાચી છે કે કેમ તેની ચર્ચામાં ઊતર્યા વિના હું અહીં આપણે કેળવાયેલ વર્ગ સમાજને વિશેષ ઉપયોગી શી રીતે નીવડી શકે તેજ સૂચવીશ. આધુનિક બૌદ્ધિક કેળવણી મુખ્યત્વે વકીલે, દાકતરે, રાજકારીઓ, સાહિત્યકારે, સંશોધકે, ઈતિહાસકાશે, ભાષાશાસ્ત્રીઓ, કલાકારે, વૈજ્ઞાનિકે, એ-જીનિયર, અર્થશારીઓ વગેરેને પેદા કરે છે. આમાંથી દાક્તરે, વકીલે, રાજકારીઓ વગેરે પાસે તે સમાજને ઉપયોગી નીવડવાનો સીધે વ્યવસાય છે. ખ્રિરતી મીશનના દાક્તરે પિતાના ધર્મના પ્રચાર માટે કેટલી સેવાઓ આપે છે તે આપણાથી અજાણ નથી. એ જ રીતે આપણું દાક્તરે, વકીલો વગેરે સમાજને ઉપગી થઈ શકે છે પણ અહીં એ બધા વિષયોને ન સ્પર્શતાં હું કેવળ મારા ક્ષેત્રને જ મર્યાદિત રહી, સંશોધક, ઇતિહાસકારે, સાહિત્યકારો ને ભાષાશાસ્ત્રીઓનો બનેલે બૌદ્ધિક વર્ગ સમાજને વધારે ઉપયોગી શી રીતે બની શકે, તે જ સૂચવીશ. જગમશહુર ખ્રિસ્તી સંશોધક ખ્રિસ્તી જગતના બુદ્ધિવાદી વર્ગની બાઈબલમાંની શ્રદ્ધા વધારવાને, જૂના કરાર (Old Testament) માંની પૌરાણિક હકીકત પર પણ ઇતિહાસને પ્રકાશ પાથરવાને વર્ષો થયાં તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. તે માટે પશ્ચિમ એશિયામાં વન ખોદકામ અને શોધકામ પછી તેમણે જૂના કરારમાં રજૂ થયેલી અતિ પ્રાચીન રાજવંશાવલિઓને સમાંતર ઐતિહાસિક વિશાવલિઓ તૈયાર કરી છે અને તેવા રાજાઓના વિષયમાં બાઈબલમાં વર્ણવાએલા સંખ્યાબંધ પ્રસંગેને ઇતિહાસના ક્ષેત્રમાં સમાવ્યા છે. આપણે કદાચ આવી જવાબદારીમાંથી તે એમ કહીને છુટી જઈ શકીએ કે, “અમારા પાસે એમના જેટલી નાણાકીય અને રાજકીય સગવડ નથી; પરંતુ એટલું તે કબૂલવું જ પડશે કે આ વિષયમાં આપણે લગભગ કશું જ નથી કર્યું, એટલું જ નહિ, પણ શક્ય પ્રસંગોમાં પણ ઉપેક્ષા સેવી છે. ગ્રીસ, મિસર ને ઇરાનના પ્રાચીન લેખકની કૃતિઓમાં, બેબીલેન, ચંપા (કેન્ચ હિંદી ચીન), કેબેજ (કડિયા) નાં ખેદકામમાં ને મધ્ય અમેરિકા ને મધ્ય આફ્રિકાના અવશેષોમાં પથરાએલી જૈન સંરકૃતિ પર પ્રકાશ ફેકવાને આપણે શ્રમ નથી ઉઠાવ્ય. સંપતિને વિશ્વવ્યાપી ધર્મપ્રચાર, આપણા ચક્રવતીઓના વિજયમાર્ગો ઈત્યાદિને ઐતિહાસિક રૂપ આપવાને આપણે આપણા અભ્યાસને ઉપયોગ નથી કર્યો. અતિ પ્રાચીન પ્રસંગને બાદ કરીએ તે પણ અભયકુમારની પ્રેરણાથી પ્રતિબંધ પામી ભગવાન મહાવીરના ચરણે આવનાર અનાર્ય ભૂમિને રાજકુમાર આર્તકુમાર કોણ હતા, તે જાણવાનો પણ આપણે પ્રયત્ન નથી કર્યો. થોડાંક વર્ષ પહેલાં છે. પ્રાણનાથ પ્રભાસપાટણનું તામ્રપત્ર ઉકેલી જણાવ્યું કે, “બેબીલોનના નૃપતિ નેબુચન્દનેઝારે રેવતગિરિના નાથ નેમિના મંદિરનો જીર્ણોદ્ધાર The Times of India, 19-3-35.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy