________________
છે. મનસુખલાલ ઝવેરી, જિ. છે. જવાહાય રક્તસ્મારક ઉદાહરણ તરીકે ‘સ્ટેશન” અને “પેન્સીલ' જેવા શબ્દોની વાત જતી કરીએ, પણ રન,’ એલ. બી. ડબલ્યુ, “વિકેટ,” “નેટ આઉટ, “બેટ, “બેલ, સબમરીન, “સ્પીટફાયર,' “હરીકિન, “ફાઈટર, બેમ્બર, “બલુનબેરેજ “રેડિયે, “જંકશન, “કેમ્પ': આવા આવા અસંખ્ય શબ્દ આપણે ત્યાં દાખલ થઈ ગયા છે અને થતા જાય છે. હિન્દી અને મરાઠી ભાષામાં આવા કેટલાક શબ્દોના પાયે દાખલ થઈ ગયા છે, પણ આપણે ત્યાં એ સ્થિતિ નથી.
અને અહીં જ આપણને આપણે ત્યાં દેખાતી વર્ણસંકરતાનું મૂળ મળી આવે છે. પરભાષાના શબ્દોનાગ્ય અને લોકગમ્ય થાય તેવા પર્યાય શોધવાનું કામ સામાન્ય જનસમુદાય કદી કરવાને નથી. એની દષ્ટિ તે “ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શર” એના પર જ રહેવાની. ભાષાને ઉપયોગ એ તે પિતાના વિચારો વ્યક્ત કરવાના સાધન પૂરતો જ કરવાને. અને વિચારવ્યક્તિ માટે જે તેને એક શબ્દથી ચાલતું હશે, તે બે શબ્દ તે કદી પણ વાપરવાને નહિ. “રેડિ” કહેવાથી એનું કામ સરતું હશે તે તે “આકાશવાણી” કે “આકાશગોષ્ટિ” નહિ બોલે. એટલું જ નહિ, પણ
એગ્રીમેન્ટ” નો ઉચ્ચાર કરો એને અધારે પડતું હશે તે તેનું તે “ગિરમીટ” કરી નાખશે, “કબૂલાતનામું” નહિ.
હકીકત આ છે, એટલે સામાન્ય જનસમુદાય પાસે ભાષાશુદ્ધિ કે ભાવાભક્તિનો આગ્રહ રાખ તે જરા વધારે પડતું છે. ભાષાશુદ્ધિ અને ભાષાભક્તિ કરવાનું કામ સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રીઓનું છે અને પિતે સાહિત્યકાર કે ભાષાશાસ્ત્રી ન હોય તે પણ વર્તમાનપત્રકાર એ કામ કરી શકે તેમ છે.
અને આપણે એ વર્ગ, જૂજ અપવાદ સિવાય, ભાષાશુદ્ધિને ખાસ આગ્રહ રાખતું હોય તેમ દેખાતું નથી. અને તેથી જ પરભાષાના અસંખ્ય શબ્દ આપણે ત્યાં ઘૂસતા જાય છે.
ત્યારે આ ઉપાય ? “તુલસીદાસ-મેન્સન્સ” કે “પ્રીતમ-પાક” જેવા વર્ણસંકર પ્રયોગો તે, અલબત્ત ટાળવા જ જોઈએ. એ તે આપણી ગુલામ મનોદશાનાં જ ચિન્હો છે. પણ આને સારો ઉપાય તે આપણા વિદ્વાને અને વર્તમાન પત્રકારોના હાથમાં છે. એ વર્ગ જે સ્વભાપાન અને ભાષાશુદ્ધિને આગ્રહ રાખે અને અંગ્રેજી શબ્દોના સરળ, લેકગમ્ય, અથવાહી પર્યાને જ પ્રચાર કરે તે, મને લાગે છે કે, થોડા જ વખતમાં “કુમુદ-કૅટેજ” કે “વસન્ત-વિલાને બદલે “કુમુદ-કુટીર” કે “વસન્ત નિકેતન”ની તકતીઓ નજરે પડવા લાગે. આમ સાચો ઉપાય સ્વભાષાની ભક્તિ વધારવાનું છે, અંગ્રેજી ભાષા તરફ તિરસ્કાર કેળવવાને નહિ અંગ્રેજી ભાષાનું આપણે ત્યાં આટલું બધું આધિપત્ય સ્થપાયું તેને માટે જવાબદારી આપણી પોતાની નિર્બળતાની અને આપણા સમાજધરીએ સેવેલા દુર્લક્ષની છે. અંગ્રેજી ભાષાની કે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાના ગુઢ હેતુથી અંગ્રેજી નિશાળ ચલાવતા પાદરીઓની નહિ.
આ હકીકત આપણે સમજી જઈએ, તે આપણે પાડાને વાંકે પખાલીને ડામ દેવાને બદલે આપણી પિતાની ક્ષતિઓને દૂર કરવાને મળી શકીશું.