SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [મ. જે. વિદ્યાલય રજત-સ્મારક ભાષાશુદ્ધિ એ સ્વાભાવિક છે. પણ શુદ્ધ સિદ્ધાન્તની દષ્ટિએ જોઈએ તો, મને લાગે છે કે, આપણને આપણા વિરોધને હળવો બનાવ્યા વિના નહિ ચાલે. અત્યારની સંકુલ અને પરસ્પરાવલંબી સમાજચનામાં માત્ર એકાંગી વિકાસ સાથે ચાલવાનું નથી. એ હકીકત એટલી બધી સાદી છે કે તેને ઉલ્લેખ કરવાનું પણ આવશ્યક નથી. અત્યારના જીવનમાં કૂપમંડૂકતા નભી શકે તેમ નથી. જીવનને સર્વદેશીય વિકાસ જ અત્યારના જગતમાં ટકી શકે તેમ છે. આ હકીકત જે સાચી હેય—અને તે સાચી છે એમાં મને શંકા નથી–તે સર્વદેશીય વિકાસને પષ્ય અને વિક એવી પરિસ્થિતિ આપણા જીવનધુરીએ, આપણા સાહિત્યકાર અને સમાજનેતાઓએ રચવી પડશે અને એ પરિસ્થિતિના એક મહત્વના અંગ તરીકે સર્વદેશીય વિકાસપ્રદ સાહિત્ય-રસાત્મક અને શાસ્ત્રીય સાહિત્યનું–સર્જન આપણે કરવું પડશે. અંગ્રેજી ભાષાના ગ્રંથ દારા જીવનના બહુવિધ પ્રશ્નોની જે છણાવટ થઈ રહી છે, તે આપણું ગુજરાતી ભાષા દ્વારા પણ થવી જોઇશે. અને સ્વભાષામાં થયેલી એ છણાવટ જ્યારે આપણા વાચકવર્ગને સુલભ બનશે, ત્યારે પરભાષાને આપણે મેહ આપોઆપ નષ્ટ થશે. પરંતુ અત્યારે આપણે એવી સ્થિતિ છે ખરી ? રસાત્મક સાહિત્યનાં કાવ્ય, નવલિકા અને નવલકથાનાં ક્ષેત્રને બાદ કરીએ, તે અવૈતનિક નટસમૂહએ, શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાપીઠના સુશિક્ષિત યુવક યુવતીઓએ ભજવવા લાયક શિષ્ટ નાટકે આપણી પાસે કેટલાં છે? મુંબઈ અમદાવાદ જેવાં શહેરેમાં વારંવાર ભજવાતાં અમુક લેખકનાં કેટલાંક નાટક મારા ધ્યાન બહાર નથી. પણ એ નાટકે માટે થયેલા પ્રચારનું અને એ પ્રચાર દ્વારા એમને મળી ગયેલા સ્થાનનું તત્વ ગાળી નાખીએ, તે શુદ્ધ રંગભૂમિની દષ્ટિએ એ નાટકની કિંમત કેટલી ? અને એ નાટકની કંઈ પણ કિંમત ખરેખર હોય, તે પણ એવાં નાટકોની સંખ્યા કેટલી અટુપ છે? અને રસાત્મક સાહિત્યમાં પણ આપણે વિકાસ સર્વાગીણ ન હોય ત્યાં શાસ્ત્રીય સાહિત્યમાં–જે ક્ષેત્રમાં તલસ્પર્શી અભ્યાસ અને નિરંતર ઉદ્યોગ દ્વારા થયેલી એકનિટ ઉપાસના જ ફળી શકે તે ક્ષેત્રમાં આપણું શી સ્થિતિ હેાય? ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ, વિજ્ઞાન અને તેના અનેકવિધ ઉપાંગે, વિક, તત્વજ્ઞાન અને ધર્મઃ આવા વિષયમાં નિષ્ણાતિ માટેનાં પુસ્તક પણ ઘણું જ થોડાં છે; તે સામાન્ય જનસમુદાય માટે સુલભ અને સરળ પુસ્તકે જ્યાંથી હોય ? અને એ પુરત ન હોય તે આપણે જિજ્ઞાસુ વર્ગ અંગ્રેજી તરફ વળે એમાં નવાઈ ખરી ? મને લાગે છે કે આપણી અંગેની અતિભક્તિ આમાંથી જન્મે છે. જીવનમાં ટકવા માટે અથવા તે જીવનની વિષમતાઓને ઘડીભર ભૂલી જવા માટે વાંચ્યા વિના આપણને ચાલે તેમ નથી. અંગ્રેજી ભાષાના પ્ર દ્વારા આપણને જે વૈવિધ્ય અને જે નૂતનતા મળી શકે છે, તે રવભાષાનાં પુરત દ્વારા આપણને હજી મળી શકતી નથી. એટલે આપણો શિક્ષિત અને જિજ્ઞાસુ વાચસમૂહ સામાન્ય રીતે અંગ્રેજી તરફ વળે છે અને અંગ્રેજી તરફ વળે છે એટલે તેનું ચિતતંત્ર પણ અમુક અંશે અંગ્રેજી-પક્ષી બની જાય છે. આ બધાને પરિણામે અસંખ્ય અંગ્રેજી શબ્દો વ્યવહારની ભાષામાં પ્રવેશ પામીને પિતાનાં મૂળ જમાવી બેસે છે. , જ આપણે શિક્ષિત વાચકસમૂહ છ વાચન તરત વળે છે એટલે ગુજરાતીમાં પુરત લખાય તો તેને માટે વાંચો મળપનો સંભવ નથી રહેતો. અને વાચા મળવાનો સંભવ નથી રહેતો એટલે એવાં પુરતમ લખાતાં નથી. આમ અનવસ્થા દૈષ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy