SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નવવિચારકે અને દાન લેખક: ૫. દલસુખ માલવણિયા. શાએ દાનનો મહિમા ગાય અને પરંપરાથી શાસ્ત્રવાચનમાં એ મહિમાપાઠ થવા લાગે એટલે સમાજમાં દાનની પ્રવૃત્તિ તે શરૂ થઈ ગઈ. પછી તે વસ્તુતઃ દાન શું કહેવાય, દાતા કે હેય, તેનું પાત્ર કણ હેય, દાન કયારે અને કેવી રીતે દેવું –એ બધું વિચારવાનું છેડી દઈ માત્ર દેવું એ દાન અને ગમે તે, ગમે ત્યારે, ગમે તેને, ગમે તેવી રીતે દેએ બધું દાનની ટિમાં ગણાવા લાગ્યું. જેમ પ્રત્યેક આચાર વિષે માત્ર રૂઢિ એ જ તેને પાળવાનું નિયામક તત્ત્વ થઈ પડ્યું છે, તેમ દાનની પણ એક રૂઢિ થઈ ગઈ અને આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ નિયમ કે આચાર જ્યારે રૂઢિનું રૂપ પકડી લે છે, ત્યારે તે નિયમ કે આચારના પાલનમાં વિચારને જરા પણ સ્થાન રહેતું નથી. એટલે દાને પણ જ્યારે રૂઢિનું રૂપ ધારણ કર્યું, ત્યારે તેની પાછળ ઈ પણ જાતના વિચારને અવકાશ ન રહ્યો છે તે સ્પષ્ટ છે. સમાજમાં આવી દાનની રૂઢિ સામે નવવિચારકેએ માથું ઊંચકયું–જ્યાં ભક્તિને ભરપેટ ખાવાનું મળતું ન હોય, ત્યાં વીતરાગ ભગવાન માટે મહાલય બાંધવા કે તેમને હીરામાણેકથી વિભૂષિત કરવા, મજૂરને રહેવા નાની કોટડીની પણ સગવડ ન હોય, છતાં ત્યાગીઓ માટે મોટા ઉપાશ્રયે બંધાવવા; પિત અભણ રહીને પણ જ્ઞાનપંચમીના ઉજમણામાં પુસ્તકૅની લહાણી કરવી; નેકરને ઠીકઠીક બાજન મળે છે કે નહિ, તેની દરકાર તે લેવી નહિ, પણ પિતાની તપસ્યાના ઉજમણામાં કે એવા કોઈ પ્રસંગમાં સંવભાજન કરાવવું; ઘરે ભૂખ્યા ભિખારી માગવા આવે તે આદર તે કયાંથી હોય ? હડધૂત કરી તેને પાછા કાઢતાં શરમ પણ ન આવે છતાં વેશધારી કે પિતાના સંપ્રદાયને સાધુ આવી ચડે તે આવશ્યકતાથી અધિક પણ પરાણે આપવું–આ અને આવી બીજી અનેક પ્રકારની દાનની રૂઢિઓ વિરુદ્ધ નવવિચારકોએ પિતાનું માથું ઊંચકયું. પરિણામે સમાજમાં માને એવો પણ એક વર્ગ ઉત્પન્ન થયે છે જે આવી દાનની રૂઢિમાં પિતાને હોમવા માગતો નથી. એટલું જ નહિ પણ પ્રસંગ આવ્યે એ દિદાન સામે પિતાનો વિરોધ બલપૂર્વક ધાવે છે અને કોઈ પ્રસંગે સફળ પણ થાય છે. આ પ્રમાણે સમાજમાં રૂટિદાન વિરુદ્ધ જે હીલચાલ થઈ છે તે આંશિક સફળ થઈ ગણાય, કારણ હજી હિદાનની પરંપરા એકદમ અટકી પડી નથી. પણ એ નવવિવારકાને પણ એક લાલબત્તીની જરૂર છે. ખાસ કરીને જૈન સમાજને લક્ષીને હું અહીં ચર્ચા કરવા માગું છું. રૂઢિવાદીઓના દાને અંધપરંપરાથી પ્રેરાયેલા હોય છે, તેની પાછળ વિચારબળ નથી હતું, યશની આકાંક્ષા હોય છે, તેમાં પાત્રાપાત્રને વિવેક નથી, આ અને આવા બીજા બધા દે છતાં એક વાત તે આપણે સ્વીકારવી જ પડશે કે તેઓ આપે છે. નવવિચારને વિરોધ આપવા સામે નથી, પણ આપવાની રીત સામે છે. આ વસ્તુ ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ. અત્યારે બન્યું છે એવું કે દાનની રીતને વિરોધ કરતાં કરતાં વધતે ઓછે અંશે જાણે દાનને પણ વિરોધ થઈ ગયો હોય તેમ જણાય છે. અવિચારીપણે આપવું એ તે અયુક્ત છે જ, પણ એથીયે વધારે અયુક્ત તે દાનને જ સાચા કરીને પરિગ્રહને વધારે એ છે. એટલે નવવિચાર એ બોટાં દાનેને વિરોધ કરવામાં પાછી પાની કરવાની જરૂર નથી, પણ સાથે સાથે પોતાની દાનની નવી રીતે પણ સમાજમાં પ્રતિષ્ઠિત કરવામાં પાછી પાની કરવાની નથી એ ભૂલવું ન જોઈએ. Y૦
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy