SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ મ છે. ભલાલય રજત-સ્મારક ] જૈન સમાજ ઉપર કેટલાક ઊડતા વિચાર રાકાએલી જોવામાં આવે છે. જૈન પત્રા આ વિષય ઉપર જેટલી ચર્ચા કરે છે, તેટલી ચર્ચા જૈન સમાજની સ્થિતિ ઉપર કરતાં જોવામાં આવતાં નથી. દિગંબર શ્વેતાંબર ઝધડાઓ, સ્થાનકવાસી શ્વેતાંબર ઝલડાઓ, મંદિશની વ્યવસ્થા, સંધનાં તડ, સાધુસાધ્વીના પક્ષપક્ષાંતરા, દીક્ષા પ્રકરણ, આ સવાલ આપણી સમાજસ્થિતિ પાસે એકદમ ગૌણ છે. દરેક જૈનનું જૈનત્વ ખીલી નીકળે તે પ્રયાસ હવે એકદમ આવશ્યક બન્યા છે. આ સવાલ સાથે એક ખીજા સવાલ મને સૂઝી આવે છે. આપણા જૈન સમાજ ધર્મપરત્વે સ્વર બેદરકાર બનતા જાય છે, અને તે જ સાથે ધર્મનું ખરુ સ્વરૂપ તેને યોગ્યરીતે પોંચી શકતું નથી. સાધુસાધ્વીઓની સંખ્યા ઓછી થતી જાય છે. જે છે, તે બધે કરી શકતાં નથી. જેઓ ફરી શકે છે, તેઓ સમાજને યોગ્યરીતે પહેાંચી શકતાં નથી. ગામડાંના જેનેાની સ્થિતિ તે યાજનક છે. અત્યારે એવા સમય આવી પહેાંચ્યા છે, જ્યારે ગામડાંના અને શહેરાના જૈનાના આચારવિચાર શુદ્ધ જૈન રહે અને શુદ્ધ જૈન ટકી રહે તે માટે શ્રાવક અને સાધુ એ બે વચ્ચે કાઈ જુદી સંસ્થાના ઉપયોગ કરવા ઘટે છે. આ વિચારને હું અહીં નિર્દેશ માત્ર કરું છું. પૂર્વે એવી સંસ્થા હતી કે કેમ તે વિચારવાનું કામ હું અન્વેષકાને સોંપું છું. અત્યારે એવી સંસ્થાની જરૂર મને તો લાગે છે, અનેક ગામડાં છે, જ્યાં સાધુસાધ્વીનું ચામાસું વરસે થયાં થએલું હોતું નથી. આપણા સમાજની એાછી થતી જતી સંખ્યા આ વિટંખનાને કયાં સુધી સાંખી શકશે ! આશા છે કે આ સૂચના ઉપર કાંઈક, અને કાઇક સ્થળ, વિચાર થશે અને તેને કાંઈક માર્ગ નીકળશે. સમસ્ત હિંદની પ્રજા સાથે જેનામાં પણ બારી ખેતી રહી છે. આપણા દેશ પરાધીન છે ત્યાં સુધી બેકારીને પૂરી રીતે ટાવી શકવાના તા નથી જ, છતાં પણ જૈન જેવા પ્રમામાં સુખી સમાજ એ વિષયને અંગે પણું કરી શકે છે. આપણાં આમંત અને ઉદ્યોગપતિઓ આ પ્રશ્નમાં રસ લે અને સક્રિય ફાળા આપ તા ક્ટલેક દર બેકારી જરૂર ઓછી થાય, જૈન સમાજમાં એક્સની ગેરહાજરીથી આ દિશામાં કાર્ય કરવામાં કેટલીક સુરકલીઓ નડે છે, તેથી એકસ સ્થાપવાના પુરુષાર્થ સેવાય તે ઇચ્છવા યોગ્ય છે; પણ ઐક્યના અભાવનું કારણ આગળ ધરીને કાર્ય કરતાં અટકવું એ કઇ રીતે ઇચ્છવા યોગ્ય નથી. આપણે નામ વૃત્તિથી, નિઃસ્વાર્થ ભાવે, સેવાની ધગશથી બેકારી ઓછી કરવા કામ કરતા થઈ જશું, તે બેકારી જેવા મતભેદરણીત પ્રશ્નથી આપણા સમાજમાં ગેરહાજર દેખાતી એક્તા જરૂર આવી મળશે, તેમ હું માનું છું. બેકારીના પ્રશ્ન શહેરો કરતાં ગામડાંને વધુ સ્પર્શી રહ્યો છે. ગામડાંના ભાઇને અશિક્ષિત કે અકુશળ ગણીને આપણે તેમના તરફ બેદરકાર રહ્યા છીએ. પરિણામે આપણું એ મહત્ત્વનું અંગ હાલ ચૈતન્યહીન બની ગયું છે; એ દુઃખદ સ્થિતિનું પ્રાયશ્ચિત્ત આપણે ચેંજ છુટા છે. ગામડાંના આપણા ભાઈઓમાંથી ધર્મના સંરક્રાર ઓછા થતા જાય છે, કારણ કે તેમને તે સંસ્કાર મેળવવાનું સાધન હેતું નથી તેમજ તેઆની આંતરિક સ્થિતિ પણ જોઇએ તેવી સારી નથી એને લઇને તેઓ ધાર્મિક સંસ્કાર ન મેળવી શકે, તા જૈન સમાજે, શહેરો અને ગામડાના બેકારીના પ્રશ્ન સંયુક્ત રીત વિચાર કરી, એવી યાજના કરવી જોઇએ કે બન્નેને પરસ્પર લાભ મળે, હું આશા રાખું છું કે બેકારી જેવા નિર્દોષ પ્રશ્નને ઉકેલ કરવામાં શ્રીમંત અને ઉદ્યોગપતિએ સહકાર આપશે અને બદલાયેલા યુગને પિછાનીને દાનની દિશામાં બારીને અગ્રસ્થાન આપશે, તે સમાજની ઉન્નતિ જરૂર થઈ શકશે, ~~~મી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પંદરમા અધિવેશનના સ્વાગતસમિતિના પ્રમુખ સ્થાનેથી—
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy