________________
બ. ક. વિવાહય જતષ્કાર] નવવિચારક અને દાન
દાનને પ્રવાહ જે ઉલટી રીતે વહી રહ્યો છે, તેને બદલે ઉગી ક્ષેત્રમાં વાળવાની જરૂર છે અને એ કામ નવવિચારકોએ જ શરૂ કરવું પડશે; કારણ એ નવા માર્ગમાં રૂઢ લોકોને તે હજી શ્રદ્ધા જામાં જ નથી, એટલે તેઓ તે એ માર્ગે જવાના જ નથી. નવવિચારકાની શ્રદ્ધા એ નવા માર્ગમાં જામી હોય, તે પિતાના દાનને પ્રવાહ એ માર્ગે વાળી તેની ઉપયોગિતા પૂરવાર કરવી પડશે. અને એક વાર એવી ઉપયોગિતા સિદ્ધ થઈ એટલે સૌ કોઈએ માર્ગે વળવાનું. આમ ન બને ત્યાં સુધી માત્ર રૂઢ દાનને વિરોધ ધાર્યું ફળ આપી શકે નહિ.
એક એ અવસર હોય છે, જ્યારે કઈ પણ વસ્તુને માત્ર વિરોધ કરીને બેસી રહીએ તે પણ રોગ્ય ગણાય, પણ એને મર્યાદા હોય છે. એ મર્યાદાનું અતિક્રમણ કરીને પણ માત્ર વિરોધ કરીને બેસી રહેવામાં આવે તે એ વિરોધ પણ ધારી અસર ઉપજાવી શકતું નથી. રાજનૈતિક ક્ષેત્રમાં કોંગ્રેસની અત્યારે જે પ્રગતિ આપણે જોઈએ છીએ, તે આવા વિરોધ પ્રદર્શન ઉપરાંત વિધાયક કાર્યક્રમને જ આભારી છે. તે જ પ્રમાણે દાનના વિરોધ પ્રદર્શન ઉપરાંત હવે જે એ વિરોધને બેદ ન પડવા દેવા હોય તે નવવિચારકોએ પિતાના તરફથી કાંઈક વિધાયક પ્રવૃત્તિ પણ ઉપાડવી જોઈએ.
આપણી કેન્સર અને યુવકમંડળમાં અનેક પ્રકારની વિધાયક સૂચનાઓ મૂકી છે. બેકારી નિવારણ, ઔોગિક શાળાઓ, છાત્રાલે, ગુરુકુલે, પુસ્તક પ્રકાશન, સહકારી મંડળ અને એવી અનેક પ્રવૃત્તિઓ સમાજ સામે દાનની નવી દિશા સૂઝે એટલા માટે મૂકી છે. પણ હજુ તેમાંથી કઈ પણ પ્રવૃત્તિ એકાદ અપવાદ સિવાય પગભર તે શું પણ સાચી દિશામાં શરૂ પણ કરવામાં નથી આવી. બન્યું છે એવું કે દાતા બલા નથી પણ તેણે રૂઢિદાને ઉપરાંત આ નવા ક્ષેત્રોમાંથી પણ કઈ કાઈને અપનાવ્યા છે. પરિણામે ક્ષેત્ર તે નથી, પણ તેમાં વર્ચસ્વ એ અયોગ્ય દાતાઓનું જ છે. તેમજ દાન પણ વિચારપૂર્વકનું નહિ, જનાપૂર્વકનું નહિ. પેજના નવવિચારકેએ મૂકી પણ તેના માટે નાણા રૂઢિવાદીઓ તરફથી જ મેટ ભાગે મળ્યા એટલે પરિણામે પેજના અભરાઈએ રહી અને નવા માર્ગોએ વપરાયેલું ધન પણ નવવિચારકોએ ધારેલા પરિણામ આપી શક્યું નહિ.
આ વસ્તુસ્થિતિ આપણા સમાજની કઈ પણ બોર્ડિંગ, કેઈ પણ ગુરુકુલ કે એવી કઈ પણ સંસ્થાનું સંચાલન જેવાથી પ્રત્યક્ષ થઈ જશે. સમાજ સામે નવવિચારકાએ બેડિગ કે ગુરુકુલેની યોજના ભૂકી, પણ પૈસા તે તેમાંના કેઈકે જ આપ્યા. અને વધારે ભાગના પૈસા રૂઢિવાદીઓ પાસેથી જ ગમે તે પ્રકારે કહે કે યશને નામે-મડાવ્યા. આખરે એ સંસ્થાઓનું સંચાલન નવવિચારમાંના કેઈકજના હાથમાં રહ્યું અને મોટા ભાગના સંચાલક રૂઢિવાદીઓ જ નીમાયા. પરિણામે સંસ્થાનું ખાખું તે નવું, પણ તેમાં પ્રાણ તે
પુરાણો જ રહ્યો. એટલે અત્યારે વળી પાછું એ સંસ્થાઓ પણ નકામી છે, તેમાં માત્ર જૂની રૂતિએ પ્રમાણે બધું કામ ચાલે છે, નવા વિચારને અવકાશ નથી એ બધું કહેવાનું બાકી જ રહ્યું.
એટલે માત્ર પેજના આપવાથી કામ ન ચાલે, પણ તે સાથે વિચારએ થોડે ઘણે ત્યાગ પણ કરવો જોઈએ. સંસ્થા ન ચાલે એ બહેતર છે, પણ સિદ્ધાન્ત વિરુદ્ધ ચલાવવા માટે પૈસા મળે તે પણ અગ્રાહ્ય છે–એ સિદ્ધાન્ત લઈને બેસવું જોઈએ. અને જો તેમ થાય, તે જ કેઈ આદર્શ સંસ્થા ચાલી શકે.
પંજાબમાં એક એવું ન મીજાઈ મુસ્લીમ સંપ્રદાય છે, જેના પ્રત્યેક અનુયાયીની આ ફરજ મનાય છે કે તેણે પિતાની કમાણીને અમુક હિસ્સો જુદો કાઢી મુખ્ય પેઢીમાં મોકલી આપે. એ પૈસાને ઉપયોગ એ સંપ્રદાયવાળા પિતાની મસ િબાંધવામાં અને મોટે ભાગે કામના વિયાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચે છે. એ સંપ્રદાયના શ્રી ઝફરુલ્લાખાન જેવા સભ્ય છે અને ખાસ વાત