________________
રજતસ્મા 1
વિદ્યાલયનાં સાધ્ય, સાધન અને સાધક-વિચારણા
૩૧
સારી વ્યાવહારિક કેળવણી લઈ ઉત્તમ ધાર્મિક સંસ્કારા પામી ધર્મની ધગશ અને મહાવાળા વિદ્યાર્થીઓ નીકળે એ ખરું. પરંતુ એ વિદ્યાર્થીઓ અમુક લાઈનમાં જોડાય અને પોતાના સંસારવ્યવહાર ઈજ્જતઆબભરેલી રીતે ચલાવે અને આગળ જતાં તેમાં દીપી નીકળે અને પાતાના સાધર્મી બંધુઓને સહાયભૂત થઈ શકે એવી સ્થિતિમાં મૂકાય તે તેઓ ખરેખર કામની અને ધર્મની ઉન્નતિ કરનારા થાય. હાલની પરિસ્થિતિમાં તે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સફળતાપૂર્વક પાસ થયા પછી પણ ઠેકાણે પડવા માટે કેટલીક વખતે ફ્રાંમાં પડે છે. કાઇ વિદ્યાર્થીઓ કાઈ નાકરી ધંધામાં જોડાય, પણ તેમાં માંડમાંડ પોતાના અને પોતાના કુટુંબના પાષણના ખરચ મેળવી શકે તો તેથી બેકારીમાંથી તે બચે, પણ કામની અને ધર્મની ઉન્નતિ કરવાનું ભાગ્ય તેઓને પ્રાપ્ત ન થઈ શકે. વિદ્યાલય આ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીઓને બચાવવા માટે કામના વ્યવહારકુશળ અને વિશેષ ભાગ્યવાન ગૃહસ્થાની દિલસાજી અને સહાયની આશા રાખે, અને તે આશા ફળીભૂત થાય અને વિદ્યાર્થી તેવા ક્લિસેાજ ભાગ્યવાન ગૃહસ્થાની સહાયથી આગળ પડે અને દીપી નીકળે, તે કામ અને ધર્મની ઉન્નતિના ઉદ્દેશ ખરાબર પાર પડી શકે. જેમ આપણા પોતાના કુટુંબમાં ખાળાને ભણાવી ગણાવી ઠેકાણે પાડવા અને સારી પાયરી પર ચઢાવવા આપણે આતુર હાઈ એ છીએ અને તેને માટે બનતા સર્વ પ્રયત્ન કરવામાં કચાશ રાખતા નથી, તેમ આખા જૈન સમાજને એક કુટુંબ તરીકે લેખી કામના કેળવાએલા ખાળાને ઠેકાણે પાડી સારી પાયરીએ ચઢાવવા કામના ભાગ્યશાળી ગૃહસ્થીએ આતુરતા રાખવી જોઇએ. વિદ્યાલયના સંચાલકા અને કાર્યવાહકાએ વિદ્યાલયમાંથા તૈયાર થયેલા વિદ્યાર્થીઓનું એક ર૦૪ર રાખી જે જે કાર્યક્ષેત્રમાં જોડાવવાની તેની લાયકાત હોય તેની નોંધ કરી તે મુજબ તેઓ જોડાય તેટલા માટે તેને અને તે કાર્યક્ષેત્રના અધિપતિઓના મેળ કરાવી આપવા પ્રબંધ કરવા જોઇએ. આપણે સારી રીતે સમજીએ છીએ કે વાડ વિના વેલા ચઢે નહિ. વિદ્યાર્થીરૂપી વેલાને ઉપર ચઢવા માટે આગેવાન ભાગ્યશાળી ગૃહસ્થાએ વાડરૂપ થવું જરૂરનું છે.
ઉપર મુજ્બની વિચારણાને પરિણામે વિદ્યાલય જેવી સંસ્થાએ પોતે નક્કી કરેલા પ્રશસ્ય ઉદ્દેશ સાધવા સારુ કયા માર્ગે ચાલવું જોઈએ તે કાંઈક અંશે આપણે સમજી શકીશું. અત્યાર સુધીમાં જે માર્ગે આપણે ચાલતા આવ્યા છીએ તે માર્ગોમાં કયાં કયાં સુધારા વધારા કરવાની જરૂર છે તેની પણ આપણને કાંઇક ઝાંખી થશે. આ જગતના ધણા ખરા વ્યવહારામાં મતફેરી, અને ભિન્ન અભિપ્રાયા તા હૈાવાના જ પણ તેમાં પરસ્પર ભિન્નતા જણાતી હોય ત્યાં મિત્રભાવે ચર્ચા કરી, વિચાર કરી આપણું જે મુખ્ય સાધ્ય રાખેલું હાય તે જેમ ઉત્તમ રીતે સાધી શકાય તેવે માર્ગે ચાલવું જરૂરનું છે. મારું તે સારું એમ નહિ માનતાં સારું તે મારું એમ માની આપણું કાર્ય આપણે આગળ ધપાવવું જોઇએ. આપણું વિદ્યાલય પોતાના જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવાના શુભતમ કાર્યમાં સદા સફળ રહે એ અંતરની અભિલાષા સાથે મારી આ લેખ હું પૂર્ણ કરું છું.
જીવનના પ્રસંગો કાંઇ ધાર્યે પ્રસંગે બનતા નથી. પ્રસંગ બને અને ગૃહપતિને યોગ્ય જણાય તા તા ચાવીશ ક્લાક ધર્મોપદેશનો જ સમય ગણાય. પરન્તુ એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવી ઘટે છે, ધર્મોપદેશમાં જેમ ગૃહપતિ એ પ્રસંગ અને સત્યન પહેલાં પાતાનાં કરી લે અને ત્યાર પછીજ તેને વાણીમાં ઉતારે એ જરૂરનું છે, તેમ વિદ્યાર્થીની અભિમુખતા પણ જોઇએ. પાત્ર અભિમુખ નહિં હોય તા જેટલું રેહશે તેટલું વહ્યું જશે; વિદ્યાર્થી કાન નહિ માંડે તે શબ્દા પવનમાં ઊડી જશે. વિદ્યાર્થીની અગ્નિમુખતા જોઈ લેવી એ પણ પતિનું ક્રમ છે; અને એવી અભિમુખતા ન હોય તે ઘણીવાર ઉપદેશને પાણ વાળી લેવા એમાં પણ ડહાપણ છે, સિંહપ્રસાદ કાલિદાસ બ