SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી [મ છે. શિવાલય અને સહાયને આંતરિક ધન્યવાદ આપે-તેવું બની શકે તેટલા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તેઓની પરીક્ષાનું પરિણામ ધ્યાનમાં લેવામાં આવે છે તેની સાથે તેના ધાર્મિક સંરકારે અને ધાર્મિક જ્ઞાન ઉપર પણ લક્ષ્ય આપવું ઘટે. અમુક અમુક પ્રકારના સંસ્કાર અને જ્ઞાન ઓછામાં ઓછા દરેક વિહાથમાં દાખલ થતી વખતે હોવા જ જોઈએ, અથવા અમુક મુદત માટે તેને હંગામી દાખલ કરવામાં આવે અને ખાસ શરત કરવામાં આવે કે અમુક અમુક બાબતોનું જ્ઞાન તેણે વધારેમાં વધારે આટલી મુદત દરમ્યાન મેળવી લેવું અને જે તે તેમ કરવામાં નિષ્ફળ જાય તે તેને વિદ્યાલયમાં વધુ વખત રાખવામાં નહિ આવે. હાલમાં કેન્ફરન્સ તરફથી ધાર્મિક પરીક્ષાઓ લેવામાં આવે છે, અનેક સ્થળોએ માધ્યમિક કેળવણી માટે બોડીંગ હાઉસે છે, અનેક સ્થળોએ ધાર્મિક જ્ઞાન આપવાની પાઠશાળાઓ છે, એટલે અમુક ધાર્મિક જ્ઞાન મેટ્રીકની પરીક્ષા સુધીમાં મેળવવાનું ઘણું સુલભ છે અને કદાચ અણધાર્યા સંજોગ વશાત્ તે મળી ન શકે તો મેટ્રીકની પરીક્ષા આપ્યા પછી પાસ થઈને વિવાલયમાં દાખલ થવા ઈચ્છા રાખનાર વિજ્ઞાને માટે એટલું જ્ઞાન મેળવવું એ ઈચ્છા હોય તે કઈ પ્રકારે મુશ્કેલ નથી. ૧૦. વિવાથી બંધુઓને ઉદ્દેશીને આ પણ જણાવવું ઉચિત અને જરૂરનું છે કે તેઓએ પિતાનું વર્તન વિદ્યાલયમાં તેમજ વિદ્યાલયની બહાર એવા પ્રકારનું રાખવું ઘટે કે જેથી તેઓના સંબંધમાં આવનાર આપણી સમાજના ભાઈઓ અને બહેનના ઉપર એવી છાપ પડે કે વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાથએ વિવેક અને વિનયવાન થાય છે, દેવ તથા ગુરુ તરફ ભક્તિ અને બહુમાન રાખનારા બને છે, અને પિતાના સાધમએ તરફ પ્રીતિ અને વાત્સલ્ય ધરાવનારા હોય છે. આવા વર્તનથી તેઓ પિતાની જાતને સુધારી શકે એટલું જ નહિ પણ પિતાના સ્વજન સંબંધીઓ અને સમાજના અન્ય જિનેના ઉપર વિવાલય સંબંધમાં ઘણું સાનુકૂલ વાતાવરણ પેદા કરનારા થાય અને તેથી વિદ્યાલયની દરેક પ્રવૃત્તિ માટે પણી સરલતા થઈ જાય. વિદ્યાલય સંબંધમાં જાહેર મત સર્વ પ્રકારે અનલ થાય તે આપણી સમાજમાં અનેક દાનેશ્વરીઓ છે તેઓ પણ-ભાગ્યે જ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને પોષવા માટે, અને જે વિશેષ પ્રવૃત્તિઓ વધારવાની સંચાલક ભાવના સેવી રહ્યા છે તે વધારવા માટે પિતાને હાથ જરૂર લંબાવશે. પણ એથી ઉલટું વિવાલયના વિવાથીઓ જે ધાર્મિક જ્ઞાન અને આચારવિચારના સંબંધમાં બિલકુલ દેખાવપૂરતી વૃત્તિ રાખે એટલે કે વિદ્યાલયમાં રહેવાનું હોય ત્યાં સુધી વિદ્યાલયના નિયમો પાળવા જોઈએ એમ માની લઈ તેને એક બેજા રૂપ ગણી અણછૂટકે વિદ્યાલયમાં હેય ત્યાં સુધી પાળે કે પાળવાને કપટી દેખાવ કરે અને વિદ્યાલયની બહાર ગયા, છુટીમાં ઘરે ગયા, અથવા વિદ્યાલય છોડી ગયા એટલે તે પ્રવૃત્તિઓ તરફ બિલકુલ બેદરકારી રાખે અને તેમાંથી છુટા થવા બદલ શ્વાસ ખેચે, તે તેઓ પિતાનું અહિત કરનાર થશે એટલું જ નહિ પણ વિવાલયનું અને વિદ્યાલયના મુખ્ય ઉદ્દેશનું અહિત કરશે અને વિદ્યાલય તરફ જાહેર જૈન સમાજની અરુચિ પેદા કરી જે સંસ્થાએ તેમને પણ આપ્યું. તેના ઘાતક નીવડશે. આ હકીક્ત ઉપર વિદ્યાર્થી ભાઈઓએ પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. અલબત વિધાભ્યાસ કર્યા પછી સંસાર વ્યવહારના અને જીવન પ્રવૃત્તિના અનેક કાર્યો રોકાણ થવાથી વિદ્યાલયની ધાર્મિક પ્રવૃત્તિઓને સક્રિય અમલ કરવામાં અનેક પ્રકારની અડચણ આવવાનો સંભવ છે, પરંતુ તે પ્રવૃત્તિઓ તરફનાં પ્રીતિ અને બહુમાન તે જરા પણ કમી થવાં ન જ જોઈએ. તે પ્રવૃત્તિઓને અનુકૂળતાએ અમલમાં મુકવાની ભાવના તો કાયમ જ હોવી જોઈએ. ૧૧. ઉપર જણાવ્યા પ્રમાણે સાથ, સાધન અને સાધકને વેગ મળે તે પ્રવૃતિ સતિષકારક કાયમને માટે ચાલ્યા કરે. પરંતુ આપણે જે ખાસ ઉદ્દેશ જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવાનું છે તેને માટે એક વિશેષ બાબતની આવશ્યકતા રહે છે. વિદ્યાલય તરફથી પૂરા પાડવામાં આવેલાં સાધનો દ્વારા
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy