________________
[. છે.. રજતમારી વિદ્યાલયનાં સાધ્ય સાધન અને સાધક-વિચારણા
૨૭
રહસ્ય સમજતા થાય, ઉત્તમ પ્રકારે આપણી ધાર્મિક ક્રિયાઓ, અને આચાર અમલમાં રસપૂર્વક મૂકે, તેમજ એ બાબતેના પિતાના જ્ઞાનના અને આચરણના અંગત અનુભવથી બીજાઓને પણ રસ લેતા કરે. પણ એ સાધ્ય પાર પડે તેટલા માટે તેઓની આર્થિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. તે ન હોય તે તેઓ એ સાધ્ય સંતોષકારક રીતે સાધી શકે નહિ અને બીજાઓ ઉપર સારી છાપ પણ પાડી શકે નહિ. તેટલા માટે બીજા દરજજાના સાધ્ય તરીકે વ્યાવહારિક કેળવણી આપવાની આવશ્યકતા માનવામાં આવેલી છે અને વિઘાર્થીઓને સારી ઉચ્ચ પ્રકારની કેળવણું મળે તેવા પ્રબંધ રચવાની જરૂરિયાત સ્વીકારાયેલી છે. ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે જેને કેમ અને જૈન ધર્મની ઉન્નતિ થઈ શકે તે ઉદ્દેશથી કેળવણી આપવાને ઉદ્દેશ મુળથી રાખવામાં આવ્યો છે. આ ઉદેશ ખરેખર બહુ દીધું. દષ્ટિથી રાખ્યો છે અને તે પ્રશંસનીય તેમજ અનમેદનીય છે. સાધ્ય વિષે આટલું વિવેચન કરી એ સાધવા માટેના સાધન અને તે સાધનેને લાભ લેનારા સાધકે વિષે આપણે થડ વિચાર કરીશું.
૩. આપણા વિદ્યાલય માટે જે સાધ્ય નિશ્ચિત કરવામાં આવ્યું છે તે પ્રાપ્ત કરવા માટે જુદી જુદી પરિસ્થિતિઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીએ તે વિદ્યાલયના ઉપાદકે અને સંચાલકોએ પિતાનું બનતું કર્યું છે એમ તે આપણે કબુલ કરવું જોઈએ, અને તેઓને તે માટે ધન્યવાદ આપ જોઈએ. વ્યાવહારિક કેળવણી માટે જે સાધને કરી આપવામાં આવેલાં છે તે કેટલેક દરજજે સંતોષકારક ગણાય, જો કે તેમાં પણ ફંડની છૂટ હોય તે ઘણો વધારે કરવાની જરૂર છે જ. મેટાં મોટાં શહેરોમાં પ્રાથમિક, મિડલ અને હાઈકુલેની કેળવણી, ધંધારોજગારની કેળવણી, તેમજ હાલના સમયને ઉચિત અને જરૂરી અનેક પ્રકારની ટેકનીકલ અને બીજી કેળવણી આપવાના પ્રબંધે રચાય, ધાર્મિક સાહિત્યનાં પ્રકાશને થાય, ધાર્મિક ચર્ચાઓ કરનારી સંસ્થાઓ ખેલાય, જૈનત્વનું વાતાવરણ ફેલાય તેવા અનેક કાર્યો આરંભાય, અને એકંદરે જૈનેની આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક સ્થિતિ ઉચ્ચ પ્રકારની થાય અને જૈન ધર્મને પ્રભાવ સર્વ વિશ્વમાં ખીલ રહે તેવા અનેક ઉપાય
જાય. જુદા જુદા સ્થળોએ બર્ડીગ હાઉસની વ્યવસ્થા પણ થઈ શકે કે જ્યાં રહીને આપણા ધાર્મિક આચારવિચારનું જ્ઞાન આપણા બાળકો સરળતાથી મેળવી શકે. પણ આ બધામાં પૈસાની રેલમછેલ જોઈએ, અને તેની સાથે પૂરતી દેખરેખ રાખનારા અને પિતાના વર્તનથી અને જ્ઞાનથી ઉત્તમ સંસ્કારો પાડી શકે તેવા સંચાલકે, કાર્યવાહકે અને શિક્ષકે પણ જોઈએ. એ જે મળી શકે તે વિદ્યાલય કેન્દ્રસ્થાનમાં રહી તેની અનેક શાખાઓ મારફત આપણું સાધ્ય સાધવામાં ઉત્તમ સંસ્થા બની રહે. એ બાબત હાલ આપણે ભવિષ્યને માટે રાખીએ. હાલમાં જે પરિસ્થિતિમાં આપણે છીએ તેના ઉપર લક્ષ્ય રાખીને હાલ તે આપણે આપણું કાર્ય ધપાવવું સલાહભરેલું છે. તેમાં ઉપર જણાવ્યું તેમ વ્યાવહારિક કેળવણી માટેનાં સાધને તે કેટલેક દરજે સંતોષકારક માની શકાય, પણ જે મુખ્ય સાધ્ય સાધવા માટે કેળવણીનું આલંબન લેવામાં આવેલું છે તેને માટેનાં સાધનોમાં અનેક પ્રકારની ન્યૂનતા છે. આને માટે વિવાલયના સંચાલકોને દોષ કે બેદરકારી જણાવવા માંગતા નથી. કેટલીક બાબતે તે એવી છે કે જે તેને અનીચ્છાએ ચલાવી લેવાની ફરજ પડે છે, અને આંખ આડા કાન કરવા પડે છે. વિદ્યાર્થીઓને એટલું અને એવા પ્રકારનું ધાર્મિક જ્ઞાન મળે કે જેથી તેઓના ધાર્મિક આચાર અને વિચાર ઉત્તમ પ્રકારના થાય, અને વિદ્યાલયમાં રહેતા હોય ત્યારે તેમજ વિદ્યાલય માંથી બહાર નીકળ્યા પછી પણ તેઓનાં વાણી અને વર્તન સુશ્રાવક તરીકેનાં હેય, તેઓમાં ધર્મભાવના ખરેખરી પરિણમેલી હેય, અને જે વ્યાવહારિક લાઈન પિતાના અભ્યાસક્રમ તરીકે તેઓએ સ્વીકારેલી હેય અથવા અભ્યાસને અતિ લીધી હોય તે લાઈનમાં ઈતર જનોની સરખામણીમાં દીપી નીકળે અને માનવંતી સ્થિતિમાં આવે એ જ્યારે આપણે અનુભવ થાય ત્યારે આપણું કેમની અને આપણા