________________
૨૮
સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી
[મ. જે. શિવાલય
ધર્મની વાસ્તવિક ઉન્નતિ થયેલી ગણાય. એટલે દરજે આ બાબતમાં આપણે આગળ વધીએ તેટલે દરજજે આપણું મુખ્ય સાધ્ય સાધવામાં આપણે સફળ થયા છીએ એમ ગણી શકાય. પણ એથી ઉલટું વિહાલયના ચાલુ વિદ્યાથીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી જેઓને સુશ્રાવકને શોભે એવા આચાર અને વિચારનું જ્ઞાન પણ ન હોય અને તે તરફ ભાવ કે દિલસોજી પણ ન હોય, અથવા જ્ઞાન હેય છતાં શ્રદ્ધા અને દિલસોજી ન હોય તે તેઓના સંબંધમાં વિદ્યાલય પિતાનું મુખ્ય સામ્ય સાધવામાં નિષ્ફળ નીવડ્યું છે એમજ કહી શકાય, અને તેઓ માટે કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિ નકામી ગણાય, એટલું જ નહિ પણ થયેલ ખર્ચ અને મહેનત બરબાદ ગયા અથવા ધર્મવિરોધીઓ ઉભા કરવા માટે થયા એમ કહેવામાં આવે છે તે ખોટું છે એમ આપણે ન કહી શકીએ. આ કારણને લીધે આ બાબતમાં વિશેષ કાળજીપૂર્વક લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે.
૪. ધાર્મિક જ્ઞાન આપવા માટે અને ધાર્મિક આચારવિચાર સમજાવવા અને પરિણુમાવવા માટે જે પ્રયાસ કરવાનું છે તે મુખ્યતાએ ધાર્મિક શિક્ષક અને વિદ્યાલયના સુપરીન્ટેન્ડન્ટના ઉપર અવલંબે છે. અંગ્રેજીમાં કહેવત છે કે “Example is better than precept.” એ કહેવત ખરેખર અનુભવસિદ્ધ છે. એ કહેવતને અનુસરીને શિક્ષક અને સુપરીન્ટેન્ડન્ટ બન્ને પિતાની વાણું અને વર્તનમાં, આચાર અને વિચારમાં સુશ્રાવક હોવા જોઈએ. તેમ હોય તો તેઓની છાપ વિદ્યાર્થીઓ ઉપર અચુક સારી પડ્યા વગર રહે નહિ. વિદ્યાલયના સંચાલકે જરૂર આ બાબત પર પૂરતું લક્ષ્ય આપતા જ હશે. પણ કેટલીક વખતે એવું પણ બને છે કે યોગ્ય વ્યક્તિ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ આવે છે, અને તે વખતે ગમે તેવી વ્યક્તિને આ કાર્ય સોપવાની સંચાલને અનીચ્છાએ ફરજ પડે છે. આવા પ્રસંગોએ, વિદ્યાલય એ ધર્મની અને કામની ઉન્નતિ કરવા માટેની સંસ્થા છે એમ ગણીને ધર્મની અને કામની ઉન્નતિ ઈચ્છનાર બંધુઓની પણ ફરજ છે કે આ બાબતમાં રસ લઈ આવા અગત્યના સ્થાનો માટે યોગ્ય પુરુષે મેળવી આપવા માટે ખરા દિલથી તેઓ પ્રયાસ કરે.
૫. વિદ્યાલયમાંથી બહાર પડેલા વિદ્યાથીઓએ અમુક અમુક બાબતે તે ખાસ જાણવાની અને યથાશક્તિ આચરવાની હોયજ, સામાયિક, ગુરુવંદન, દેવપૂજન, પ્રતિક્રમણ, સમ્યકત્વ, શ્રાવકના વ્રત, સાધુના મહાવ્રત, નવતત્વ, આઠ કર્મ, ચાદ ગુણસ્થાન, દેવ, ગુરુ તથા ધર્મનાં લક્ષણે, આ અને આવા આવા બીજા અનેક વિષયેનું જ્ઞાન તેઓએ મેળવેલું હોવું જોઈએ, અને તેમાંથી જે આચરવા લાયક હેય તે પિતે સકારણ આચરી ન શકે તે જુદી વાત છે, પણ તે આચરવા લાયક છે એવી શ્રદ્ધાપૂર્વક માન્યતા ધરાવનારા હોવા જોઈએ, અને જેઓ આચરતા હોય તેમની અનુમેહના કરી તેમના તરફ પ્રમાદ રાખનાર હોવા જોઈએ. વિદ્યાર્થી આ સ્થિતિમાં આવે જ્યારે જ્યારે આ બાબત તેને અનેક રીતે સમજાવવામાં અને ઠસાવવામાં આવે, અને એ બાબતેને તેને અભ્યાસ પણ કરાવવામાં આવે અને આચરણમાં મૂકવા માટે ટેવ પાડવામાં આવે, ત્યારે વિદ્યાર્થીને તેમાં રસ પડે. વિદ્યાલયમાં આવી બાબતોની નાની નાની પુરિતકાઓ તૈયાર કરાવાય, વિદ્યાર્થીઓના રૂમમાં, અને બીજા સ્થળોએ એના બેડું તૈયાર કરી ગ્યતા પ્રમાણે રાખવામાં આવે, અને તે વિદ્યાર્થીઓના અનાયાસે વાંચવામાં આવે તે તેની અસર પણ સારી જ થાય.
૬. વિદ્યાર્થીઓને પાળવાના નિયમને અમલ કરવામાં પણ જેમ બાળકને એસડ પાવા માટે કેટલીક વખત કહેરતા બતાવવાની જરૂર રહે છે, તેમ તેમાં પણ સખ્તાઈ રાખવાની જરૂર છે અને તેવી સખ્તાઈ થતી હોય તો વિદ્યાથીઓના માબાપ, વાલી કે તેઓના સગાસંબંધીઓએ એ બાબતમાં તે વિવાથીને હું ખમવું પડતું હોય તે પણ તેને માટે કઈ પ્રકારનું વિવલય વિરુદ્ધ જાહેરમાં વચન