SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સાષ્ય, સાધન અને સાધક સબંધી વિચારણા લેખકઃ સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી, બી. એ., એલએલ. બી. રિટાયર્ડ મેઝીઝ કે જજ ૧. કેઈપણ પ્રયત્ન સફળતાપૂર્વક અને લાભકારક રીતે સાધી શકાય તેટલા માટે ત્રણ વસ્તુઓ પર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. એ ત્રણ પૈકી એક પણ વસ્તુ યથાર્થ ન હોય તે તે કાર્ય લાભકારક નીવડતું નથી અને સફળ પણ થતું નથી. એ ત્રણ વસ્તુઓ —(૧) સાધ્ય, (૨) સાધન અને (૩) સાધક છે. આપણા શ્રી મહાવીર જૈન વિદ્યાલય રૂપે પ્રયત્નને માટે પણ આ ત્રણે વસ્તુઓ, કાર્યની શરૂઆત કરતાં પહેલાં, નિશ્ચિત કરવામાં આવેલી છે. આ પ્રસંગે આ ત્રણે વસ્તુઓના સંબંધમાં આપણે કાંઈક વિચારણા કરીએ તે તે યોગ્ય જ લેખાશે. આપણું સફળતા કેટલે દરજજે થઈ છે અને આપણે શો લાભ પ્રાપ્ત કર્યો છે, આપણુ ક્ષતિઓ અને ઉણપ કયાં કયાં અને કઈ કઈ છે, અને જે હેય તે તે દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એ વિગેરે નક્કી કરવાના માર્ગ તરફ આપણે આ વિચારણાથી વિચરી શકીએ. વિદ્યાલય જેવી સંસ્થાની આવશ્યકતા માટે હાલની પરિસ્થિતિમાં બે મત હોઈ શકે નહિ. પરંતુ સમાજને એકંદર જોતાં આપણે આ સંસ્થાદ્વારા મેળવી શકતા બધા લાભ મેળવી શક્યા છીએ કે કેમ અને ન મેળવી શક્યા હોઈએ તો તેને માટે આપણી પ્રવૃત્તિઓમાં શા શા સુધારા વધારા કરવાની જરૂર છે તે બાબત આપણે વિચાર કરી શકીએ. આવાં આવાં અનેક કારણોને લઈને હું આ વિષય પર મારા અલ્પ અનુભવ અને અલ્પ બુદ્ધિ અનુસાર કેટલાક વિચારો દર્શાવું તે હું ધારું છું કે તે સાર્થક લેખાશે. ૨. વિદ્યાલયનું સાધ્ય તેના બંધારણ અને ધારા ધરણોમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. “જૈન કેમ અને ધર્મની ઉન્નતિ કરવા માટે કેળવણીને લગતી અગત્યની સંસ્થાઓ ફંડના પ્રમાણમાં ખેલવી, કેળવણીના વિશેષ પ્રચાર માટે જનાઓ કરવી અને તેને અમલમાં મૂક્યાના પ્રયત્ન કરવા”. આ પ્રમાણેને ઉદ્દેશ રાખેલ હેવાથી એ તે ચાખ્યું છે કે વિદ્યાલયનું સાણ જૈન કેમ અને જૈન ધર્મની ઉજતિ કરવાનું છે, અને એ સાપ્ય પાર પાડવા માટે કેળવણીના ક્ષેત્રમાં પ્રયત્ન કરવાની આવશ્યક્તા સ્વીકારવામાં આવેલી છે. જેના કામ અને ધર્મની ઉન્નતિ કોને કહેવી એ બાબતમાં વિશેષ વિચાર કરવાનું હેય જ નહિ. આ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દરેક વિવાથીને વિદ્યાલયમાં દાખલ થતાં પહેલાં પ્રતિજ્ઞાપૂર્વક લેખો જાહેર કરવું પડે છે કે તે પોતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે, અને લેન કે હાફ પેગિવિદ્યાર્થીઓના પિતા અથવા વાલીએ પણ પ્રતિજ્ઞાપૂર્વક લખી જણાવવું પડે છે કે તે પોતે અને તેને પુત્ર મૂર્તિપૂજક વેતાંબર વિવાર્થીગૃહમાં રહેતા વિદ્યાથીઓના વર્તન વગેરે માટે જે નિયમાવલી કરવામાં આવેલી છે, તેમાં નિયમિત રીતે ધાર્મિક અભ્યાસવર્ગમાં હાજર રહેવા માટે, ધાર્મિક પરીક્ષા આપવા માટે, દરરોજ દહેરાસરજીમાં પૂજા કરવા માટે, રજાના દિવસોમાં ઠરાવ્યા પ્રમાણે ધાર્મિક ક્રિયાઓ કરવા બાબત, અભક્ષ્ય ખાનપાન નહિ કરવા, અને વિશેષે કરીને રાત્રિભોજન ન કરવા વિગેરે બાબતના નિયમે કરવામાં આવેલા છે. આ વિગેરે હકીકતથી આપણને ખુલ્લી રીતે સમજાય તેમ છે કે આપણું મુખ્ય સાધ્ય છે પ્રકારનું છે, અને તેમાં પ્રથમ દરજજાનું સાધ્ય તે આપણી કામના વિવાથીઓ આપણા મહાન ધર્મનું
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy