________________
[.. વાહય રજતસ્માર] મનુષ્યદિગીનું સાધ્ય શું છે ? દરેક ગુણઠાણે કર્મને બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા આ બધું એટલા વિસ્તારથી બતાવવામાં આવ્યું છે કે તેમાં સ્કૂળ બુદ્ધિ કામ કરી શકે તેમ નથી. આ જગત બધું કર્મનું જ ચિત્ર છે. તેમાં ફેરફાર કર્મજન્ય થાય છે, છતાં જૈન શાસ્ત્રકાર ઉતમને જ પ્રધાન માને છે. ઉત્તમવાદી જ તીવ્ર પ્રયત્ન વડે કમ ખપાવીને મોક્ષે જઈ શકે છે. કર્મવાદી જઈ શકતા નથી. આ વાત પણ બહુ સમજવા જેવી છે. પ્રાયઃ છવ કર્મ ભગવે છે, તે કરતાં ઘણાં વધારે બાંધે છે. તે બધાં જ ભેગવવાં જ પડે, તે કઈ જીવ મેક્ષે જઈ શકે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ અધ્યવસાય વડે જીવ પુષ્કળ કમીને નાશ કરે છે, તેથી જ આત્મા મેક્ષ જઈ શકે છે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે.
જેને શાસ્ત્રની મહત્તા માટે જેટલું લખાય તેટલું બેડું છે. તેણે વ્યવહાર પણ ઊંચા પ્રકાર બતાવ્યા છે. નીતિનું રણ પણ તેનું ઊંચું છે. તે પ્રમાણે વર્તનાર ભવ્ય જીવો શુદ્ધ વ્યવહાર વડે આત્માની નિર્મળતા કરી આગળ વધે છે. જૈન શાસ્ત્રકારે વ્યવહારની ઉપેક્ષા કરી જ નથી, તેને પણ જરૂર માનેલ છે, પરંતુ તેમાં અટવાઈ જવાનું નથી. તેને છેવટને માનવાને નથી. તેનાથી આગળ જવાનું ઘણું છે તેથી દરેક ગુણમાં આગળ વધતા જઈએ, તે પ્રાતે પ્રાપ્ત કરવાની સ્થિતિએ પહોંચી શકાય છે, તેથી પ્રથમ શુદ્ધ વ્યવહારી બને, સાચા શ્રાવક થાઓ, પછી આગળ વધે કે જેથી કલ્યાણના ભાન બની શકે.
આ જગ્યાએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે માત્ર જ્ઞાનાભ્યાસથી કાર્યસિદ્ધિ નહીં થાય, પરંતુ તેમાં બતાવ્યા પ્રમાણેના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંતાપ વિગેરે ગુણ મેળવવાની તેટલી જ જરૂર છે. આનું નામ ક્રિયા પણ કહેવાય છે. આ શુષ્ક ક્રિયા નથી. જ્ઞાનયુક્ત હોવાથી રસવાળી છે. ઉત્તમ બેધ ને સદાચાર અર્થાત જ્ઞાનને ક્રિયા એ બે વડે જ સાધ્યની સિદ્ધિ થવાની છે, માટે જે મનુષ્યજિગીને સફળ કરવાની જિજ્ઞાસા જાગૃત થઈ હોય તે પ્રથમ સત્સંગ મેળ અને તેની સાથે ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનાભ્યાસ કરી સદાચારપરાયણ બને, વ્રતનિયમ ગ્રહણ કરે, તપ, જપ, વગેરે કરે. દેવ ગુરુને ઓળખી તેની યથાયોગ્ય ભક્તિમાં તત્પર બને. તે જ તમારી મનુષ્યજિંદગી સફળ થશે. અને તમે તમારા આદર્શ જીવન વડે બીજા અનેક મનુષ્યને સન્માર્ગે ગમન કરવાના કારણભૂત બનશે. આવી મનુષ્યજિંદગી પૂર્વે અનેક વખત મળ્યા છતાં શુદ્ધ ધર્મના આરાધન વિના નિરર્થક ગઈ છે તેવું આ વખત ન બને એ વાત ખાસ લક્ષમાં રાખશે.
પ્રાણીમાત્રને આ લોકમાં (૧) મનુષ્યત્વ, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મ ઉપર વિશ્વાસ અને (૪) સંયમમાં પુરાવો ચાર ઉત્તમ અંગે અતિદુર્લભ છે.
મનુષ્યપણું પાત્રો જે જીવ ધર્મને સાંભળીને તેના ઉપર શ્રદ્ધા રાખે છે તેમજ તે પ્રમાણે પુરુષાર્થ કરીને તપ તો સંયમ સેવે છે, તે કર્મરજને તદન ખંખેરી નાખે છે એટલે કે મેક્ષ મેળવે છે,
--જનરયન સૂગ 1