________________
રજતમાર]
નવી સંસ્કૃતિનું ઘડતર રશિઆમાં પણ જે માનસિક વિકાસને આભાસ થતું નથી, તે વિકાસ પામેના ભવિષ્યમાં જગતમાં થશે એવી હું આશા રાખું છું; કારણ કે માનસિક વિકાસની તાલીમ આપવાની કળા હજી હમણાં જ ખીલતી જાય છે. નવા માનસશાસ્ત્રની નવી શેને આધારે રચેલી, એ નવા પ્રકારની કેળવણી એ મનુષ્યને ન માર્ગે લઈ જશે. શારીરિક સ્વાસ્થ અને માનસિક સ્વસ્થતા, બુદ્ધિના વિકાસ માંથી નીપજતી વિવેકબુદ્ધિ, ધીરજ અને ગાંભીર્ય એ ભાવિ મનુષ્યનાં દૃષ્ટિબિંદુ બદલાવી દેશે. અમેરિકાની અસ્થિરતા (સતપતા) એ એક માનસિક રોગ છે. દરેક કામની ઉતાવળ એ એક અનિષ્ટ લક્ષણ છે. “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર” એ કહેવતમાં ઘણું ડહાપણ સમાયેલું છે. સિડની અને બિએટ્રિસ વેબ રશિઆના સમાજવાદી વિકાસ માટે એવી આશા બતાવી છે કે તેમાંથી ભવિષ્યની નવી સંસ્કૃતિ (સિવિલિઝેશન) થવાની છે. રશિઆમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેને હું અપૂર્ણ ગણું છું. એ પરિવર્તનની પાછળ જે બળા કામ કરી રહ્યાં છે તેમાં આત્મમંથન અને આત્મનિરીક્ષણને જોઈએ તેવું
સ્થાન મળ્યું નથી. આત્મદર્શન, આત્મપરીક્ષા (Self-knowledge) એ આત્મવિકાસના મૂળમાં રહ્યું છે અને વ્યક્તિ અને સમષ્ટિના સંબંધ વિષેના યોગ્ય જ્ઞાન વિના સારો આત્મવિકાસ શક્ય નથી. આવા જ્ઞાનને લીધે મનુષ્ય તથા જગત વિષે નવું મૂલ્યાંકન શક્ય બને છે, મનુષ્યની અગાધ શક્તિની ખીલવણી થાય છે મનુષ્યનું મન ઘણું વધારે ઉદાર અને વિશાળ બને છે.
માત્ર આપણા હિંદદેશમાં નહીં, પણ આખી પૃથ્વીના બધા દેશોમાં આજે ભારે પરિવર્તન થઈ રહ્યું છે, દરેક દેશની સારી કે ખરાબ પ્રવૃત્તિની અસર બીજા દેશ પર થાય છે. પૃથ્વી નાનકડી થઈ ગઈ છે. મનુષ્ય માત્ર આજના વિગ્રહ અને કંકાસના વાતાવરણથી કંટાળી ગયો છે. મનુષ્યને શાંતિ જોઈએ છે. હાલની ભયંકર અસ્થિરતા અસહ્ય થઈ પડી છે. એક તરફ અવિવેકી વૈભવ અને બીજી બાજુએ કંગાલિયત એ પણ અસહ્ય છે. એક તરફ કરડે માણસને પૂરતું ખાવાનું ન મળે અને બીજી બાજુએ ઘઉં, બેંકી અને કપાસને બાળી મૂકવામાં આવે એ અર્થશાસ્ત્ર રાક્ષસી ગણવું પડે છે. લાખ માણસેને ખેરાક, કપડાં અને બીજી જરૂરિયાતની માંગ છે અને તેની સાથેસાથે લાખ માણસો બેકાર નિરુવની થઈ ગયા છે. આ બધું બદલવાનું છે.
મહાવીર જૈન વિદ્યાલય આપણી નજરની સામે મેટાં મોટાં પરિવર્તન થઈ રહ્યાં છે. એ પરિવર્તનને દરવણી આપવા માટે ગ્ય જ્ઞાનવાળા ચારિત્ર્યવાન સ્ત્રીપુરુષોની જરૂરિયાત છે. મહાવીર જૈન વિદ્યાલયમાં જે તાલીમ મળે છે અગર મળશે તેને લીધે આવા ચારિત્ર્યવાન આગેવાને પાકશે? મહાવીરસ્વામીએ જે ઉદાર તથા ઉન્નત ધર્મને ઉપદેશ કર્યો હતો તેમાં આજે જે જૈન ધર્મ મેટે ભાગે પળાય છે તેમાં હું તે આકાશપાતાળ એટલે ફરક જોઉં છું, પણ આ ચર્ચા આજે કરતો નથી. મનુષ્યનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, એ ઘડતરમાં આપણે છેડે ઘણે ભાગ ભજવવાને છે એટલું લક્ષમાં રાખીને આપણું કર્તવ્ય કરતા રહીએ તે શુભ પરિણામ આવશે.
યુવાએ પોતાના જીવનમાંથી યુહને અસ્ત થવા ન દેવા જોઇએ. જે ઝઝી જાણે તે જ આર્ય, તે જ યુવક, યુદ્ધ હૃદયમાં પણ ચાલે અને બાલ જગતમાં પણ ચાલે. બન્ને ઠેકાણે હીનતા સામે લડી આર્યતા પ્રસ્થાપિત કરવી ધટે છે.