________________
૧૮
ડો. સુમન મહેતા
નથી. આજે તે જે ઈગ્લેંડના સૌથી મેટા ધમાંખ્યક્ષ છે, તે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જર્મનું નિકંદન કાઢી નાખે, અને હિટલર ઈશ્વરને હુકમ કરે છે કે જર્મન પ્રજાનું સંરક્ષણ કરે, અને અંગ્રેજોને સંહાર કરે. એકંદરે એવું જણાય છે કે લોકોને સ્થાપિત અિન ધર્મમાં, (પ્રોટેસ્ટંટ કે રોમન કેથલિકમાં) નહીં જેવી શ્રદ્ધા છે. લાખે કે ધાર્મિક વિધિઓથી અંજાઈ ગયેલા હોય છે તે વાત સાચી, પણ ધર્મની પ્રેરરણથી તેમનાં જીવન ઉત્તરોત્તર ઉન્નત થાય એ પ્રકારની શ્રદ્ધા રહી નથી. આવી વસ્તુસ્થિતિ લગભગ બધા સ્થાપિત ધર્મોની થઈ રહી છે. - યુરેપમાં યંત્રોની શોધ પછી થી અને પછી પ્રજાઓનું શોષણ રીતસરનું શરૂ થયું ત્યાર પછીથી મુડીવાદે ભયંકર રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને તેની સામે સમાજવાદે યેજનાપૂર્વક સામનો કર્યો. અમુક પ્રસંગેની અનુકૂળતાને લીધે એ સામને રશિયામાં સફળ નીવડ્યો અને ત્યાં જે નવી સમાજરચના થઈ રહી છે, તેમાંથી આપણને ઘણું શીખવા જેવું મળે એમ છે. રશિઆમાં આજે વર્ગ સ્થપાયું નથી. જે જે પગેને સફળતા મળી છે, તેથી તે હમેશાં સારા જ છે એમ કહેવું પણ બરાબર નથી.
તે છતાં રશિયાના નામમાત્રથી નાક ચઢાવી દેવું અથવા તેને બદનામ કરવા માટે “હિંસાને આક્ષેપ મૂકવો (જ્યારે મુડીવાદીઓની રાક્ષસી હિંસા તરફ આંખ આડા કાન કરવા) એમાં નથી ડહાપણ કે ન્યાયદષ્ટિ. આખી માણસ જાતના છઠ્ઠા ભાગમાં જે મહાન અખતરો થઈ રહ્યો છે તેનું ઉદાર મનથી મનન કરવાની જરૂર છે. એ અખતરામાં જે અનિઇ છે તે આપણે માટે ત્યાજ્ય હશે. રશિઆને કાશી કે મક્કા માની લીધા વિના ત્યાં જે એક સિદ્ધાંતને અમલ થઈ રહ્યો છે કે પદાશનાં બધાં સાધને કઈ વ્યક્તિ કે વ્યકિતઓના હાથમાં નહી રહે પણ સમસ્ત દેશનાં રહેશે અને તેથી પિદાશને માટે રાષ્ટ્રીય આર્થિક નિજન કરવું પડશે એ આપણે સ્વીકારવું પડવાનું છે. વ્યકિતઓ કારખાનાં, ખેતી, રેવેને ઉપગ કરીને ધન મેળવે અને એ ધનના પતે સમાજ તરફથી ટ્રસ્ટી થાય એ કેવળ હવાઈ કિલ્લા બાંધવા જેવી વાત છે. પણ જો એક દેશમાં આ પ્રકારની યોજના ચાલતી હોય તે દેશદેશની હરીફાઈનું શું થશે? અને જો દેશદેશ વચ્ચેની હરીફાઈ જાય નહીં તે લડાઈબંધ પડે જ નહીં. તેથી જેવી રીતે એક દેશને રાષ્ટ્રીય આર્થિક નિયોજન કરવું પડવાનું છે, તેવી રીતે બધાં રાષ્ટ્ર વચ્ચે વેપારને માટે નિજન કર્યા વિના છુટકે નથી. આ ટુંકા લેખમાં આ ચર્ચાની વધારે વિગતોમાં ઉતરી શકાય નહીં.
જે એક મેટા વિશાળ દેશમાં વ્યક્તિગત હરીફાઈ નાશ પામે છે, તે દેશમાં દરેક વ્યક્તિને તેના કુદરતી વલણને અનુકૂળ કેળવણી આપવાનો પ્રયાસ થાય છે, ત્યાં દરેક વ્યક્તિને કામ મળ છે અગર જીવવાનું સાધન મળે છે, તે તેવી પરિસ્થિતિ બીજા દેશમાં અશક્ય છે એવું માનવાને કાંઈ કારણ નથી. આવી પરિસ્થિતિ ઉભી થાય, તે બધા મનુષ્યો એક મેટા કારખાનાના સંચાઓના ચક્રો જેવા બની રહેશે એવી દલીલ વખતે કરવામાં આવે છે, પણ સગી આંખે જોઈ શકાય એવું પરિણામ રશિયામાં એવું આવ્યું છે કે સ્થાનિક સ્વતંત્રતા વધતી જાય છે. અમેરિકામાં જે લાખા નવા લોકો વસવાટ માટે જાય છે તેમને થોડાં વર્ષોમાં અમેરિકન બનાવી દેવામાં આવે છે. રશિઆમાં જે રીતે જોડાયાં છે તે પિતાની ભાષા પહેરવેશ વગેરે છોડતાં નથી; કારણ કે જ્યાં ત્યાં સ્થાનિક સમિતિઓના હાથમાં રાજકારભાર છે. એવું અનુમાન કરી શકાય કે હવે “રાષ્ટ્રના દિવસે પૂરા થયા છે. આસાસ અને લોરેઇનના પ્રદેશ માટે ફ્રાન્સ, જર્મનિ તથા બીજા પડશના દેશોએ લાખ માણસનાં બલિદાન આપ્યાં છે અને અબજો રૂપીઆને ધુમાડે કર્યો છે, પણ જો એ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય હોય તે આ બેઠી હરીફાઈને નાશ થાય છે. આ પ્રશ્નને ઉકેલ રહેલે છે એવું હું જરાય સુચવતો નથી. ગુંચવાયેલાં કિડાંને તે ઘણી વખત કાપી નાંખવાં પડે છે, પણ એ વિષય પડતા મૂકું છું.