________________
૧૭
Jeremix)
નવી સંસ્કૃતિનું ઘડતર અહંભાવ, સ્વાય, લાભ, મેહનું ગાંડપણ. એશિયામાં ચીન છે, આખી પૃથ્વીની વસતિને પાંચમે ભાગ. એશિયામાં લગભગ અડધા રશિઆનું પ્રજાસત્તાક રાજ્ય છે. એશિયામાં ચાળીસ કરેડ માણસની વસતિવાળું ગુલામી ભગવતું હિંદુતાન છે. કોઈ પણ દેશ સેંકડો વર્ષોથી ગુલામી ભોગવતા હોય તે જરૂર અનુમાન કરી શકાય કે એ દેશમાં જ્ઞાન નહીં હોય, નહીં હૈય ડહાપણ, સંપ, સાચે ધર્મ કે સારી સામાજિક અગર આર્થિક સુવ્યવસ્થા. એ એશિઆમાં અફઘાનિસ્તાન અને ઇરાન જેવા દેશ છે કે જે યુરોપીયન રાજની મેહરબાની પર જીવે છે. એશિઆખંડની પ્રજાની સ્થિતિ તે આવી નમાલી અને દયાજનક છે.
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું હવે આ જગતના સર્વ મનુષ્ય હાલના ગાંડપણના તાંડવનૃત્યમાં નાચ્ચા કરશે? અને નાચીને નાશ પામશે?
યુરોપની પૂંછ આ પ્રશ્નનો વિચાર આપણે જુદી રીતે કરીએ. યુરોપીય પ્રજાના વિકાસમાંથી મનુષ્યજાતિએ ખાસ મેળવ્યું શું? યુરેપમાં જે વિકાસ થયો તેને લીધે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રે લિઆ, અને લગભગ આખા એશિયાના બધા દેશો યુરોપના કબજામાં અગર તેના પાસમાં આવી ગયા છે, તેથી યુરેપની પૂંછ એ જગતની પૂજી થઈ ગઈ છે અને જે યુરોપે મેળવ્યું છે તેનું અનુકરણ બીજા દેશમાં થઈ રહ્યું છે, પણ પછાત પ્રજાઓએ જોઈએ તેટલે લાભ ઉઠાવ્યો નથી.
(૧) સમાજમાં એવી કેળવણી ફેલાઈ છે કે ૯૯ કરતાં વધારે ટકા જેટલી પ્રજા ભણેલી છે. નિરક્ષરતા અને અજ્ઞાન બની શકે તેટલાં દૂર કર્યા છે.
(૨) પ્રજા શરીરે સશક્ત બનાવી છે કારણ કે તેમને સારે ખેરાક, સારી સ્વચ્છતા, રમતગમત અને વ્યાયામ, સારા દવાખાના અને આરામગૃહે મળે એવી વ્યવસ્થા થઈ છે.
(૩) જ્ઞાન તથા શેધળને લીધે દેશદેશ વચ્ચેનાં અંતરે નાશ પામ્યાં છે. આજે કલાકના ૩૦૦ માઈલની ઝડપે એરોપ્લેઈને સુખેથી મુસાફરી કરે છે.
ટેલીફોન અને ટેલીગ્રાફથી આખી દુનિયા સાથે આપણે આરામખુરશીમાં બેઠા બેઠા વાત કરી શકીએ છીએ અને દશ વર્ષની અંદર જગતમાં બનતા બનાવ આંખે જોઈ શકીશું. આખા જગતના સમાચાર રેડીઓથી તમને તુને પહેચી શકે છે.
(૪) આંતરરાષ્ટ્રીય કહો કે સમસ્ત જગતની (પૃથ્વીની) કહે, આપણે એવી વ્યવસ્થા કરી શક્યા છીએ કે દક્ષિણ અમેરિકાના જંગલના એક ગામડામાંથી લખેલો કાગળ ટુંકામાં ટુંકા સમયની અંદર હિમાલની ખીણમાં કઈ પછાત પહાડી પ્રજાની વ્યક્તિને સુરક્ષિત પહોંચી શકે છે.
આવી રીતે આપણે અનેક ચીજો મેળવી છે. એ બધી બાબતનું વિસ્તૃત વિવેચન મારા વિષયની ચર્ચા માટે આવશ્યક નથી. ઉપરના વર્ણન પરથી જોઈ શકાશે કે પહેલાં જે હતું તેવું કાંઈક નવું આપણે મેળવ્યું છે અને કેટલુંક હતું તેને આપણે વધારે વિસ્તૃત કર્યું છે. જે જે મેળવ્યું છે, જે અનિષ્ટ નથી અને જેમાં મૂળમાં અનિષ્ટ નથી એવી બાબતે આપણે છેડી દેવા માંગતા નથી. પણ જે કારણોને લઈને યુરોપમાં અનિષ્ટ પેઠું છે તે દૂર કર્યા વિના મનુષ્યજાતિ વિકાસ અસંભવિત છે.
આપણી આશા પહેલો પ્રશ્ન એવા પૂછશે કે યુરોપીય સંસ્કારોમાં જે અનિષ્ટ પેઠું છે, તે દૂર કરવાના પ્રયાસો આજ સુધીમાં શા માટે થયા નથી ? અને જો થયા હોય તે તે શા માટે સફળ થયા નથી? યુરોપની અંદર ઉચ્ચ આદર્શોવાળા ઘણા માણસો છે, પણ આજના સ્વાર્થસાધક વાતાવરણમાં તેમની તતડી સંભળાતી