________________
નવી સંસ્કૃતિનું ઘડતર
લેખકઃ ડૉ. સુમન્ત મહેતા માણસના શરીરની અંદર અમુક જાતના તાવના અગર ક્ષયરોગના જંતુઓ ઠીક પ્રમાણમાં પેસે છે અને અમુક રોગ પેદા કરે છે. એ રોગના એક ચિહ્ન તરીકે તાવ આવે છે, પણ એ તાવ-એટલે શરીરની ગરમીનું વધવું–એ રોગ નથી. રેગ તે મેલેરીઆ અથવા ક્ષય હોય છે. તેવી રીતે આજે યુપમાં જે મહાભારત લડાઈ ચાલી રહી છે તે એક રોગ નથી એ માત્ર રેગનું ચિહ્ન છે. ખરે રેગ તે માનસિક છે. યુરેપના માણસોમાં અહંભાવ વધી ગયું છે. હું જ સારે, મારા માણસે જ સારો, મારી જ સંસ્કૃતિ સારી, બીજાં બધાં જંગલી લેકે છે. જર્મને કહે છે કે અમે જ ખરા સાચા “આય” છીએ બીજી બધી યુરોપિય પ્રજા અસંસ્કારી અને પછાત છે. એશિઆ અને આફ્રિકાની પ્રજા તે ગુલામીને માટે સર્જાએલી છે. આવી પ્રજાઓને માનસિક તથા સાંસ્કૃતિક વિકાસ અટકી પડ્યો છે એટલે તેમની તે સુધરેલી પ્રજામાં ગણતરી જ કરવાની નથી. અહંભાવમાંથી હદપાર સ્વાર્થીપણું પેદા થાય છે, અને તેની સાથે સાથે અદેખાઈ જુઠ્ઠાણું, ક્રોધ, લોભ વગેરે દુર્ગ ખીલે છે.
યુરોપની આ લડાઈ ૧૯૩૯ માં શરૂ થઈ નથી, જે ૧૯૧૪ માં શરૂ થઈ ન હતી. એની ઉત્પત્તિને તે લાંબે ઈતિહાસ છે. વિપ્રહનું વાતાવરણ પેદા કરવા માટે અનેક વિદ્વાન, ડાહ્યા અને ગાંડ લેખકોએ જબર પ્રજામત કેળવ્યો છે, પણ તે ઈતિહાસમાં ઉતરવાનું આ લેખમાં બની શકે એમ નથી. આજના વિગ્રહને અટકાવી દેવા માટે લડી રહેલી પ્રજાને સમજાવીને બાંધછોડ કરવામાં આવે છે તેનાથી જરાય લાભ થવાને સંભવ નથી. તાવ ઉતારવાના ઔષધથી ગરમી ઓછી થઈ જાય પણ તેથી લોહીની અંદર જંતુઓ જે તેફાન મચાવી રહ્યાં હોય તે તે કાયમ જ રહે છે. અથવા આપણે એક બીજું વાકીય દષ્ટાંત લઈએ. કઈ દર્દીનું એક હાડકું સડ્યું હોય અને તેના સડાનું પરું ચામડી તેડીને બહાર નીકળતું હોય તેવા દદીપર એવા ઉપચાર કરીએ કે ચામડીને રૂઝ આવી જાય છે તેમાં લાભ થવાને બદલે ગેરલાભ જ થવાને છે, કારણ કે પરૂ નીકળી જવું જ જોઈએ. ખરે સાચા અને એક જ ઈલાજ એ છે કે સડાને મટાડવા માટે અંદર ઔષધિ નાંખવી, અને અંદરને રેગ મટાડે.
યુપીય સંસ્કૃતિની વિકૃતિ આ લાંબી પ્રસ્તાવના કરીને હું મારા વિષયની ચર્ચા પર આવી જાઉં છું. યુરોપમાં જે જાતની સંસ્કૃતિ પ્રસ્તી ધર્મમાંથી જન્મ પામી, તેમાંથી રેફરમેશન નામે જાણીતા સાંસ્કૃતિક પલટ થશે અને બુદ્ધિવિકાસની સાથે સાથે જે નવી આર્થિક વ્યવસ્થા આખા યુરોપમાં જ નહીં પણ અમેરિકામાં, એશિયામાં, આફ્રિકામાં તેમજ ઑસ્ટ્રેલિઆમાં, અર્થાત આખા મનુષ્ય જગતમાં ફેલાઈ ગઈ છે તેમાં કાંઈ ભારે દે, કાંઈ વિચિત્ર વિકૃતિ, કઈ એવા પ્રકારનું ઝેર છે કે જેને લીધે આખું જગત ગાંડું થઈ ગયું છે. આખું જગત મેટી લડાઈને માટે જ બધી શકિત ખર્ચે છે, અબજો રૂપીઆના શરાઅો તૈયાર કરે છે, બધી કેળવણી દુશ્મનના સંહારને માટે અપાય છે, રાષ્ટ્રની બધી સાધનસામગ્રી અને શક્તિ પોતાના બચાવ અને પાડોશીના સંહારને માટે જ વપરાય છે. આ એક કલ્પી ન શકાય એવું ભયંકર ગાંડપણ વિરાટ સ્વરૂપની અંદર ફેલાઈ રહ્યું છે.
ત્યારે શું યુરોપ ગાંડું છે અને માત્ર એશિયામાં જ ડહાપણ છે આ પ્રશ્નને ઉત્તર લંબાણથી આપ પડે એમ છે. એશિઆમાં તે જાપાન છે અને જાપાનને પણ યુરોપને રોગ લાગુ પડ્યો છે -