________________
સને ૧૯૧૫—૪૦]
પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
પ
હતી અને લેાકેા તેમની વિચારસ્પષ્ટતા અને કહેવાની શૈલીથી મુગ્ધ થઈ ગયા હતા. આ વખતે તેઓશ્રી સંસ્થાના મકાનમાં ત્રણ દિવસ રહ્યા, વિદ્યાર્થીઓને પોતાની હાજરીના લાભ આપ્યા અને સંસ્થાના વહીવટના જાતે અભ્યાસ કરી કેટલીક ઉપયાગી સૂચના કરી. તે પ્રસંગે જે શુદ ૧૦ ને રાજ તેમનું સામૈયું થયું તે મુંબઈના જૈન ઇતિહાસમાં અજોડ કહેવાય છે અને આટલા વર્ષ પછી પણ જેઓને તેનું સ્મરણ છે તે અતિ અનુમેહના અને આનંદથી તેને યાદ કરે છે. આચાર્યશ્રીના ઉપદેશમાં શાંતિની છાયા ચાલુ હાય છે, તેમના વિવેચનમાં વ્યવહાર અને નિશ્ચયના સમન્વય દેખાય છે અને તેમની વિચારશ્રેણી પાછળ અનુભવ અને સમતાની છાયા તરવરતી દેખાય છે. આ ચાતુર્માસમાં અનેક મેળાવડા અને વ્યાખ્યાને થયા. સંસ્થાના કાર્યવાહકો તથા વિદ્યાર્થીઓએ તેને પૂરતા લાલ લીધે. તેઓશ્રીની સ્થિરતા તા ગાડીજી મહારાજના ઉપાશ્રયમાં (પાયષુની) હતી, પણ સંસ્થા પર તેમની અમિદૃષ્ટિ કાયમ હતી. સંસ્થાના જન્મ પછી તેઓશ્રીની મુંબઈની આ ખીજી મુલાકાત હતી.
ત્રીજી અને આ ઇતિહાસમાં છેલ્લી મુલાકાત સંસ્થાના મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૧૯૯૧ ના સંસ્થાના વીશમા વર્ષમાં થઈ. તે પ્રસંગે તેઓશ્રી માઘ માસમાં મુંબઈ પધાર્યા, પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લીધે અને સંસ્થામાં પાંચ દિવસ રહ્યા એ સંબંધી વિગતવાર અહેવાલ અગાઉના વિભાગમાં આવી ગયા છે. એ વખતના મુંબઈની જનતાના ઉત્સાહ ભારે હતા, આકર્ષક હતા અને મનપર છાપ પાડે તેવા હતા.
સં. ૧૯૯૨ ના માગશર માસમાં તેઓશ્રી મુંબઈ છેડી પંજાબ તરફ વિહાર કરી ગયા. હાલ પંજાબમાં વિચરે છે. સંસ્થાની પ્રાથમિક ચર્ચા માટે એકવાર ઉપરા ઉપરી બે વર્ષ મુંબઇમાં ચાતુર્માસ કરવા ઉપરાંત તે સંસ્થાની સ્થાપના પછી આ રીતે ત્રણ વખત મુંબઈ પધાર્યા. હવે તે વૃદ્ધ વય અને વિહારની મુશ્કેલી જોતાં તેનું સંસ્થામાં દર્શન થવું મુશ્કેલ ગણાય. તે શુભ આંદેલના માકલ્યા કરે છે અને સંસ્થાને અંગે જે પરિસ્થિતિ થાય તેના સમાચારો વાંચી કેઈ વાર સૂચના કરે છે. તેઓને નવયુગના વિકાસ ઉપર ભરાંસા છે, તેના કુદરતી એક કેળવણી અને વિજ્ઞાન તરફ છે અને તેની ઉપદેશપતિ માર્ગપર લઈ આવનાર, અસરકારક અને માર્મિક હાઈ તે નવા યુગને અને પ્રાચીનાને એક સરખી રીતે રસ્તાપર લાવી શકે છે. સંસ્થાપર તેમના ઉપકાર ચાલુ છે અને તેએશ્રીના નામનિર્દેશ અને ગુણાનુવાદ વગર સંસ્થાના ઇતિહાસ અધુરાજ રહે તેથી આ પ્રકરણમાં એ સંબંધી ખાસ ઉલ્લેખ કર્યાં છે.
આ ઉપરાંત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંસ્થા તરફ્ ખૂબ મમતા રાખે છે, સૂચના કરે છે અને પ્રેરણા આપે છે. સદ્ગત સન્મિત્ર કપૂરવિજયજી મહારાજ આ સંસ્થાના વિકાસમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા અને વારંવાર સૂચના કરતા હતા. આ ઉપરાંત અનેક સાધુ મુનિરાજોએ આ સંસ્થાને અપનાવવામાં ઉપદેશદ્વારા ફાળા આપ્યા છે તેની નોંધા લેવાની અશક્યતા જાહેર કરી આ આનંદપ્રદ ઇતિહાસ પૂરા કરી બીજા વિભાગે તરફ પ્રયાણ કરીએ.
પ્રકીર્ણ
સંસ્થાનું સ્તર.
સંસ્થાના રેકર્ડ ઘણા વધતા જાય છે. અત્યારે તે માટે રૂમ શકે છે. ઠાવ પ્રમાણે ત્રણ વર્ષના વાઉચર રાખવાના છે, છતાં પચીશે વર્ષના કુલ વાઉચર, રીસીટાનાં કાઉન્ટર, ચેક યુક્રેનાં