________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત -હા કાઉન્ટરે, ચાલુ રસીના કાઉન્ટરે, બેન્કની પાસબુકે અને આવેલ પત્રે અને લખેલની કેપીઓ જાળવી રાખી છે. માત્ર શરૂઆતના પ્રથમ વર્ષના રિપોર્ટની એકજ નલ સંસ્થાના દફતરે રહી શકી છે. ઠરાવ પ્રમાણે તેની પચીશ રાખવી જોઈએ તે બની શકયું નથી. સદર નકલ બરાબર જળવાઈ રહે તેટલા માટે તેને તીજોરીમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીના જનરલ રજીસ્ટર, વર્ષ અને કર્મવાર રજીસ્ટર, છમાસિક રિપોર્ટ, દરેક વિદ્યાર્થીની નંબરવાર કઈલે, મેળ, ખાતાવહી, સરવૈયા, મેંબરેનાં લીસ્ટ વગેરે સર્વ દફતર મેજુદ છે અને એમાંની કઈ ચીજ કેઈ જેવા માગે તે સંસ્થામાં રહી તેમને તે વિનાસંકેચે બતાવવામાં આવે છે.
યુગભાવના સંસ્થાના વિદ્યાથીઓએ જ્યારે જ્યારે નવયુગની ભાવના પિષવા કે રાષ્ટ્રીય ભાવનાને સહાય કરવા પરવાનગી માગી છે ત્યારે ત્યારે તેમને વગર સંકોચે રજા આપવામાં આવી છે. સંસ્થાના પંદરમા વર્ષમાં વિદ્યાથીએ પરવાનગી લઈ દેશની ચળવળમાં જોડાયા હતા અને ત્યાર પછી એ ભાવનાને પોષણ મળે તેવા અનેક પ્રસંગે એમને સહાય કરવામાં આવી છે. દેશનેતાઓનાં ભાષણે, રાષ્ટ્રસેવકેને સંપર્ક અને વિચારવિનિમયના અનેક પ્રસંગે વખતેવખત જવામાં અને પિષવામાં આવ્યા છે. સંસ્થાને આ એક રાષ્ટ્રીય ભાવ તરફ બહુ સારી રીતે ચાલુ રહ્યો છે.
મેડિકલ લાઈન સંસ્થામાં દાકતરી લાઈનને અભ્યાસ કરનાર વિદ્યાથીઓને પણ લેવામાં આવે છે તેના સંબંધમાં સંસ્થાના અગિયારમા વર્ષમાં (૧૯૨૫-૨૬) માં ચર્ચા ઉત્પન્ન થઈ કેટલીક તપાસ કરવા માટે (૧) . ટી. એ. શાહ, એફ. આર. સી. એસ., (૨) ડે. ચીમનલાલ શ્રક, ડી. એ. એમ. એસ, (૩) ડે. નાનચંદભાઈ મેદી, એલ. એમ. એન્ડ એસ. અને (૪) શેઠ મણલાલ મોતીલાલ મુળજીની તપાસ કરી રિપોર્ટ કરવા સમિતિ નીમી. તા. ૨૦-૧૦-૧૯૨૫ને રેજ વ્યવસ્થાપક સમિતિએ સર્વાનુમતે તે રિપોર્ટ પર ઠરાવ કર્યો કે “રિપોર્ટ ઉપર વિચાર કરતાં શ્રી મહાવીર જૈનવિદ્યાલયના કેટલાક વિદ્યાથીએ દાક્તરી લાઈનને અભ્યાસ કરે તે બાબતમાં કમિટીને કાંઈપણ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી.
આ ચર્ચા ચાલતી હતી તે વખતે સંસ્થાના મકાન બાંધવાનું કામ ચાલતું હતું. ચર્ચા ઉગ્ર સ્વરૂપ કે બેટે આકાર ન લે તે જોવાનું કાર્ય વ્યવસ્થાપક સમિતિનું હતું. કાંઈક ચિતા ઉપજાવે તે આ પ્રસંગ વ્યવસ્થાપક સમિતિએ પાર પાડ્યું તેની નેંધ આ ઇતિહાસમાં લીધા વગર રહીએ તે ઈતિહાસ અધૂરી રહી જાય. બાકી તે વખતે સંસ્થાને અંગે કેટલીક અટપટી ટીકાઓ થઈ હતી અને સંસ્થાનું વહાણ ડામાડોળ સ્થિતિમાં આવી ગયું હતું. અંતે સર્વ ઠીક થઈ ગયું અને ચાલુ નિર્ણય કરેલી પરિસ્થિતિને તાબે થવામાં સમાજનું હિત અને શ્રેય છે તે વાત કાયમ રહી અને સંસ્થા તરફ ઉલટી લેકરુચિ વધી એ વાત નોંધ કરવા લાયક છે. આ ચચને અંગે સંસ્થાના રિપોર્ટમાં ઘણી જ ટૂંકી નોંધ લેવામાં આવેલી છે અને દસ્તરે પણ બહુ અલ્પ હકીકત છે, એ વાત ઘણી અર્થસૂચક છે.