________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯ળગતિથી શીઘયાન કે રેલવેને વેગે ઊપડી આગળ વધી શકે તેમ છે તેટલી ટીકા આ સાહિત્યના ઇતિહાસને અંગે વખતસરની, પ્રેરક અને જરૂરી છે.
આચાર્ય વિજયવલ્લભસૂરિ મહારાજ
અને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ મુનિ મહારાજ શ્રી વલભવિજ્યજી (પછી શ્રી વિજયવલભસરિજી) આ સંસ્થા સ્થાપન કરવાની રૂપરેખા દોરવા પ્રથમ સં. ૧૯૬૯ માં મુંબઈ પધાર્યા. બે ચાતુર્માસ ચર્ચા કરી રૂપરેખા કેરી અને સં. ૧૯૭૧ ની શરૂઆતમાં વિહાર કરી ગયા. એ બાળબ્રહ્મચારી નવયુગની જરૂરીઆત સમજનાર અન્ય સમાજોના વિકાસમાર્ગના બારીક અભ્યાસીએ પિતાની તીવ્ર નજરથી સામાજિક ઉન્નતિની અનેક નાડે પકડી લીધી છે અને જ્યાં જાય ત્યાં કેળવણીનાં કાર્યને ખૂબ મહત્ત્વ આપતા રહે છે. .
સંસ્થાની સ્થાપના પછી તેઓશ્રી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ બીજે જ વર્ષે સંવત ૧૯૭૩માં મુંબઈ ચાતુર્માસ માટે પધાર્યા. તેઓએ સંસ્થાની આંતરિક વ્યવસ્થાને બારીક અભ્યાસ કર્યો, અનેક સૂચના કરી અને સં. ૧૯૭૩ની મુંબઈની જાહેરજલાલીને પ્રસંગ હાથ ધરી સંસ્થામાટે સ્થાયી મકાન કરવાને સદુપદેશ કર્યો. તે વખતના કાર્યવાહકેના સુપ્રયાસથી તા. ૧૪–૧૯૧૮ સુધીમાં મકાન ફંડમાં લગભગ રૂા. ૧,૩૦,૦૦૦ની રકમ ભરાણું અને ત્રીજા વર્ષ (૧૧૧૮)ની આખર સુધીમાં તે રકમ પૈકી રૂ. ૯,૪૭૪ વસૂલ થઈ ગયા. આ રીતે સંસ્થાની સ્થિતિ કાયમી થવાને પ્રસંગ પ્રાપ્ત થયે. બન્ને પૂજ્ય મુનિવરેની હાજરીથી સંસ્થાને ગતિ મળી.
એ પ્રસંગે મુનિશ્રી હનવિજ્યજી (પછીથી ઉપાધ્યાય) અને મુનિ શ્રી લલિતવિજ્યજીએ પણ સંસ્થાની પ્રગતિ માટે સારે પ્રયાસ કર્યો. મુનિ શ્રી લલિતવિજ્યજી સંસ્થાના મકાન ઉદ્દઘાટન વખતે હાજર રહ્યા અને સંસ્થાના કાર્યમાં પ્રેરણા કરી. તેઓ તે વખતે મુનિરાજ હતા, પછી આચાર્ય થયા. આચાર્ય વિજયવલ્લભસૂરિજીની ઈચ્છાને માન આપીને તેઓએ પણ સંસ્થામાટે બહુ સેવા ઉપદેશદ્વારા કરી છે અને સંસ્થાના નવમા વર્ષમાં તે પંજાબથી મુંબઈ સુધીને મટે વિહાર કર્યો હતો અને સંસ્થાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા વખતે મુંબઈમાં હાજર હતા.
- પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને આ સંસ્થા તરફને પ્રેમ અનેકવાર વ્યક્ત થયું છે. તેમની વૃદ્ધ ઉમરે તેમને સંસ્થા માટે ઉત્સાહ વહેવારુ ભાષામાં દાખલા દલીલ સાથે ઉપદેશ અને જનરંજનની અદ્દભુત શૈલી તેમને માટે કેઈને પણ માન ઉપજાવે તેવા હતા અને અત્યારે નેવું વર્ષની આસપાસ વય થવા આવ્યું છે છતાં એ જ ઉત્સાહ અને વેગ ચાલુ છે. એમણે એ બન્ને ચાતુર્માસમાં તે સુંદર ઉપદેશ કર્યો અને સંસ્થામાટે પ્રેરણું કરી, પણ તે ઉપરાંત ત્યાર પછી પણ સંસ્થા માટે અનેક સૂચનાઓ તેઓશ્રી વખતેવખત કરતા રહ્યા છે.
આચાર્યશ્રી સંસ્થાના દશમા વર્ષ (૧૯૨૫-૨૬) માં લાહેરમાં આચાર્ય થયા. ત્યાર પછી સ. ૧૯૮૫ સંસ્થાના પંદરમા વર્ષમાં (સને ૧૯૨૮–૨૯) માં આચાર્યની પદવી સાથે મુંબઈ પધાર્યા. તેમણે સંસ્થાના મધ્યગૃહમાં શ્રી આત્મારામજી મહારાજની જયંતિ પ્રસંગે (જેઠ સુદ ૮) જે અદ્દભુત વ્યાખ્યાન કર્યું તે સાંભળવા ત્રણ હજાર મનુષ્યની મેદની મળી