________________
અને ૧૯૧૫-૧૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
પર સાહિત્યની સંખ્યા ચારસો ચારસે પૃષ્ઠના લગભગ ૩૦૦ પુસ્તક થાય તેટલે જેને વિસ્તાર છે તે તૈયાર કરાવી પ્રકટ કરવાની છે. તે આ પ્રથમ પચ્ચીશીમાં તે ભાવનાના સ્થાને જ રહ્યું છે. માનવેતન અને સુદ્રણ ખર્ચને અંગે આ બન્ને ભાગમાં રૂા. પ૦૧૭-૫-૦ નું ખર્ચ થયું છે. લગભગ લાગત કિંમતે વેચતાં એની ૮૦ નકલ પચીસ વર્ષની આખર સુધીમાં ખપી છે. વિદ્યાભ્યાસંગ જનતામાં કેટલું છે તેને ખ્યાલ આપે તેવી આ બાબત છે.
શ્રી હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્ર ગ્રંથના પ્રથમના ચાર અધ્યાય જેમાં વ્રત નિયમને, માર્ગનુસારીના ગુણોને અને શ્રાવક ધર્મને વિસ્તાર છે તેના મૂળ àકે અને તેનું ગુજરાતી અવતરણ શ્રી ખુશાલદાસ જગજીવનદાસ પાસે તૈયાર કરાવી, પચીશમાં વર્ષની આખરે છપાવ્યું. તેના મુદ્રણના પૃષ્ઠ ૨૧૨ થયા છે. વિદ્યાથીના પઠન પાઠન માટે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યું છે. કુમારપાળ મહારાજા એ ગ્રંથના મૂળનું પઠન દર પ્રભાતે દાતણ કરવા પહેલાં કરતા હતા અને કલિકાળ સર્વ એમના ઉપયોગ માટે આ આખે ગ્રન્થ તૈયાર કર્યો હતે.
શ્રી હરિભદ્રસૂરિના ૩ર અષ્ટક મૂળ અને તૈયાર કરેલે ગુજરાતી અનુવાદ પણ એજ ઉદ્દેશથી તૈયાર કરાવી પચીશમા વર્ષની આખરે છપાવવામાં–પ્રગટ કરવામાં આવેલ છે. એમાં ૩૨ અછકે છે. એનાં પૃષ્ઠ ૧૧૬ થયા છે. આ બન્ને ગ્રંથની કિંમત ૦–૮–૦ અને ૦-૪-૦ રાખવામાં આવી છે. પાનપાઠન વખતે એ બન્ને ગ્રંથને ખૂબ ઉપયોગ થાય છે. પંડિતજી એના પર વિવેચન કરે ત્યારે મોટી ટીકાઓ કે મૂલ્યવાળા ગ્રંથે દરેક વિદ્યાર્થીને હાથમાં આપી શકાતાં નથી. તે વખતે આ લઘુ પુસ્તિકા અગત્યની જરૂરિયાત પૂરી પાડે છે.
એજ પ્રમાણે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયને “જ્ઞાનસાર” તૈયાર કરી બહાર પાડવાની સંસ્થાની મુરાદ હતી, પણ સંસ્થાના ભૂતપૂર્વ પંડિત ભગવાનદાસ હરખચંદે જેવા આકારમાં એ ગ્રંથ-મૂળ અને અનુવાદ જોઈએ તે છપાવ્યું અને સાથે ઉપાધ્યાયજીને પિતાને ગુજરાતી ટ પણ છાપે એટલે એ ગ્રંથને તૈયાર કરી પ્રગટ કરવાનું કામ બંધ રાખ્યું છે.
ઉપરની પદ્ધતિએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળપાઠ અને માત્ર અનુવાદ સાથે તૈયાર કરવાનું પચીશમા વર્ષની આખરે આદરી દીધું છે. ત્યારપછીના સમયમાં એ કાર્ય બહાર પડશે એવી આશા છે.
આટલી સાહિત્યસેવા બની છે. ઘણું બની શકે તે સંભવ છે. ખાસ કરીને ગુજરાતી અને અર્ધમાગધીના સાહિત્યનું કામ કરવા જેવું છે. જેને ગુજરાતી સાહિત્ય ચાલુ પ્રાચીન ગુજરાતી સાહિત્ય કરતા પચાસ ગણું અને મુખ્યતયા વ્યવહારુ હોવા છતાં એને ધાર્મિક સાહિત્ય ગણી એને માટે અન્યાય ચાલુ જ છે અને તે દૂર કરવાને ઉપાય એને પ્રકટ કરી એની મહત્તા બતાવવાનું છે. “આનંદ કાવ્યમહેદધિના માત્ર આઠ ભાગ પ્રકટ થયા તે અત્યારે બી. એ. અને એમ. એનાં પાઠ્યપુસ્તક થાય છે. એટલે આપણું સાહિત્યની અવગણનાને અંગે કરવા કરતાં એ શું છે અને એને વિસ્તાર કેટલે મેટે છે એ બતાવવું એ જ એને યોગ્ય સ્થાન અપાવવાને સાદે અને સીધે ઉપાય છે.
હજારે ગ્રંથ છપાવવાની વિશાળ જના આવી સંસ્થા શરૂઆતમાં ન ઉપાડી શકે તે સમજાય તેવું છે, પણ હવે જે એને મદદ મળે અને એનાં ચકને તેલ ઊંજવામાં આવે તે એ ઘણી