________________
પર
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૧ને સને ૧૯૨૭માં બે કાર્ય સોંપ્યાં શ્રી હેમચંદ્રાચાર્યકૃત કાવ્યાનુશાસન ગ્રન્થ જે અલંકાર શાસ્ત્રમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે તેનું મૂળ શુદ્ધ તૈયાર કરવા, તે પરની અલંકાર ચૂડામણિ અને વિવેક ટીકાઓ મૂળ તૈયાર કરવા તે પર વિવેચનની નેટ લખવા, ગ્રન્થકર્તાના અલંકાર વષયપર ઉપઘાત લખવા, તેમને ઠરાવ કરીને કાર્ય સોંપવામાં આવ્યું અને સેવા બદલ તેમને માનવેતન (ઓનરેરિયમ) આપવાનો ઠરાવ કર્યો.
આ રીતે યુનિવર્સિટીમાં ચલાવવા યોગ્ય જૈન સાહિત્ય તૈયાર કરાવવાને આ સંસ્થાને ઉદ્દેશ પાર પાડવાની શરૂઆતનાં પગરણ માંડ્યાં. તે જ વખતે કવિ ધનપાળને તિલકમંજરી ગ્રન્થ જે સંસ્કૃત ગદ્યસાહિત્યમાં અપૂર્વ સ્થાન ભેગવે છે, જેની સરખામણી બાણભટ્ટની કાદંબરી સાથે થાય છે અને જેનું શબ્દચાતુર્ય વિદ્વાનોને મુગ્ધ કરે છે. તેને મૂળ નોંધ અને ઉપાણઘાત સાથે તૈયાર કરવાનું કાર્ય પણ તે જ વિદ્વાનને સોંપવામાં આવ્યું. આ પછવાડેના ગ્રન્થનું કાર્ય તે શ્રી. પરીખે હાથમાં લઈ શરૂ કર્યું નહિ. તે કાર્ય હજુ સુધી અનારંભ સ્થિતિમાં રહ્યું છે,
પણ કાવ્યાનુશાસનનું કાર્ય એમણે પૂર્ણ ગંભીરતાથી આદરી દીધું. અનેક પ્રતે એકઠી કરી મૂળ અને ટીકા તૈયાર કર્યો, જેમ કરવામાં તેમણે પાંચ વર્ષ લીધાં. ત્યારપછી તેના પર તેમના સહયોગી કાર્યકર્તા છે. આથવલેએ માટી નેટ અંગ્રેજીમાં લખી અને પિતે ઉપઘાત અને ગ્રંથકાર શ્રીમાન હેમચંદ્રાચાર્યના જીવન અને લેખન પ્રવૃત્તિ પર ખાસ લેખ લખ્યો અને આ રીતે એક બાજુએ મુકણનું કાર્ય ત્યાર પછી બે વર્ષે રસ્તે ચહ્યું આટલી ઢીલ થવાનાં બે કારણે હતાં. શ્રીયુત રસિકલાલ પરીખની વિવિધ પ્રવૃત્તિ અને શારીરિક ઉપાધિ. છતાં આ ગ્રન્થ મેડે મેડે પણ અદ્વિતીય તૈયાર થયે એના મૂળ ગ્રન્થને એક વિભાગ અલગ છાપવામાં આવ્યું. તેના પર આઠ જાતની અનુક્રમણિકાઓ તૈયાર કરી છપાવવામાં આવી. આ પ્રથમ ભાગના પૃ. ૬૦૬ થયા. બીજા ભાગમાં ગુજરાતને હેમચંદ્રાચાર્ય સુધીને ઈતિહાસ છપાવ્યા અને કાવ્યાનુશાસન ગ્રંથ પર અંગ્રેજી નેંધ વિવેચન વગેરે છે. આથવલેએ તૈયાર કર્યા. બીજા ભાગના આ અંગ્રેજી મુદ્રણના પૃ. ૬૦૬ થયા. (ઈતિહાસ વિભાગના પૃ. ૩૩૦ અને નેટ્સ વિભાગના પુ. ર૭૬) આવી રીતે બને ભાગે મળીને કાવ્યાનુશાસન ગ્રન્થની પૂર્ણાહુતિ સને ૧૯૭ ના સંસ્થાના ત્રેવીશમા વર્ષમાં થઈ દશ વર્ષે આ કાર્ય થયું, પણ અતિ સુંદર થયું, આશા રાખી હતી તે કરતાં પણ સારું થયું અને વિદ્વન્માન્ય થયું. એના પર અલંકારશાસ્ત્રના નિષ્ણાતોએ બહુ ઊંચે અભિપ્રાય બતાવે છે અને એનાં અવકને (રિવ્યુ) બહુ પ્રશંસાપાત્ર શબ્દોમાં મળતાં રહ્યાં છે. અલંકારને ખાસ વિષય છે અને તે સંબંધમાં અભ્યાસી હોય તે જ તેના પર અભિપ્રાય આપી શકે છે. તેવા અભિપ્રાયે જ્યારે અનુકળ આવે ત્યારે સંસ્થાને આવા કાર્યો કરવામાં ઉત્તેજન મળે છે અને આવાં કાર્યો ભવિષ્યમાં હાથ ધરવા પ્રેરણા થાય છે. શ્રીયુત રસિકલાલ પરીખે સામાન્ય માનવેતન લઈ સાહિત્યની ભારે સેવા કરી છે અને સંસ્થાના એક ઉદેશને એક વિભાગ પાર પાડવામાં પિતાને ફાળો આપે છે.
આવી રીતે યુનિવર્સિટીમાં પ્રવેશ પામેલ અર્ધમાગધી સાહિત્ય મૂળ ટીકા અને નેટ્સ વિવેચન સાથે તૈયાર કરી કરાવી પ્રકટ કરવાની આ સંસ્થાની ભાવના છે. તેમજ ગુજરાતી રાસ