SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯૦૧દીનવૃત્તિને ભાવ અટકાવવા માટે શરૂઆતથી વિદ્યાર્થી પાસે રીતસરનું લખાણ લેવાની પ્રથા સ્વીકારવામાં આવી છે. શરૂઆતના ધારાધોરણમાં ૭ મી કલમમાં જણાવવામાં આવ્યું હતું કે “ઉપર પ્રમાણે બેન્ડ કરાવી લેવાને હેતુ વિદ્યાર્થીને પોતાની જાત ઉપર આધાર રાખવાનું શીખવવાને, પિતે જાહેર ખાતાની સખાવત પર આધાર રાખનાર છે એ ખ્યાલ અભ્યાસ દરમ્યાન ન આવવાને અને આ સંસ્થા પોતાના જોર ઉપર ભવિષ્યમાં નભી શકે એવી તે તેને પગભર કરવાનું છે. એ નિયમને અમલમાં મૂકતાં વિદ્યાર્થીની કમાણી, તેને પાળવાના કુટુંબીઓ અને બીજી જરૂરી બાબત પર તે વખતના સેક્રેટરી ગ્ય ધ્યાન આપશે અને એ નિયમને અમલ બોજા રૂપ ન થઈ પડે તેમજ નરમાશને ગેરલાભ ન લેવાય એ બાબત પર ગ્ય લક્ષ્ય રાખી બેન્ડની રકમ વસુલ કરવામાં આવશે.” આ ખુલાસે કરનાર કલમની આવશ્યકતા ત્યાર પછી ન રહેતાં ઓગણીશમા વર્ષમાં જ્યારે આખા બંધારણને પુનઃ વિચારવામાં આવ્યું ત્યારે આ કલમની આવશ્યકતા ન જણવાથી તે કલમ બાકાત કરવામાં આવી છે, પણ તે કલમમાં બતાવેલ ધરણને મુ અત્યાર સુધી બરાબર લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. ઉપર લેન પદ્ધતિ દાખલ કરવાનાં બે મુદા જણાવ્યા તે ઉપરાંત (૩) સંસ્થાને કાયમ કરવામાં એ રીતે મેટો લાભ થશે એ વાત પણ પ્રથમથી ધ્યાનમાં રાખવામાં આવી હતી તે વાત પણ અત્રે જણાવવી ઉચિત છે. લેનની રકમની આવક શરૂઆતનાં વર્ષોમાં તે ઘણી નાની થઈ તે આ સાથે બતાવેલ પરિશિષ્ટ પરથી જોવામાં આવશે. પ્રથમના છ વર્ષ સુધીમાં તે રકમ રૂ. ૧૦૬૪-૯-૦ થઈ, એટલે દર વર્ષે એ રકમ પિણુબસની સરેરાશ થઈ અને દશમા વર્ષની આખરે એ રકમ વધીને કુલ રૂા. ૭૧૫૫-૯-૦ થઈ એટલે એ રીતે પ્રથમના દશ વર્ષમાં સરેરાશ એ રકમ ૭૧૫ ની આસપાસ થઈ. પણ ધીમે ધીમે એ રકમમાં વધારે થતું ગયું છે. છેલ્લા પચીશમાં વર્ષમાં એક જ વર્ષમાં એ રકમ રૂા. ૧૩,૫૭૦-૪–૩ થઈ. આ રીતે સંસ્થાના ખર્ચમાં એ રકમને મેટે ટેકે થઈ પડ્યો. ગ્રેજ્યુએટ થયેલા અધુરા અભ્યાસે સંસ્થા છોડી ગયેલા અને સંસ્થામાં ચાલુ અભ્યાસ કરનાર પાસે પચીશમાં વર્ષની આખરે રૂ. ૫,૩૬,૯૨૫-૮-૫ લેણુ પડ્યા. એટલે ઉપર જે વિદ્યાર્થી સંખ્યા બતાવી તેમના ખર્ચને અંગે એટલી રકમ અને તે ઉપરાંત પેઈંગ વિદ્યાર્થી પાસેથી આવેલી રકમ ખરચાઈ અગાઉના ચોવીશ વર્ષોમાં લેન રિફંડ ખાતે રૂ. ૧,૧૯૫૨૦-૧૦-૦ વસૂલ થયા હતા તેમાં પચીશમાં વર્ષની ઉપર જણાવેલી રકમ રૂ. ૧૩,૫૭૦-૪-૩ વધારતાં પચીસ વર્ષની આખરે લેન રિફંડની વસૂલાત રૂ. ૧,૩૩,૦૯૦-૧૪-૩ થયા. એ રીતે પચીસ વર્ષની સરેરાશ કાઢતાં લેન રિફંડ દર વર્ષે સરેરાશ આવક રૂ. પ૩ર૪ ની થઈ. હવે પછીના વર્ષોમાં એ રકમની સરેરાશ અઢારથી વીસ હજાર થવાને સંભવ ધારી શકાય. એમાં વધારો થવાનાં કેટલાંક કારણે છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy