SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ બાકી વિદ્યાલયના શિસ્તના અભ્યાસ તે રાત્રે આરતી થાય છે ત્યારે અથવા મેાટા મેળાવડા પ્રસંગે કે પ્રીતિભાજન પ્રસંગે જોઈ શકાય અથવા તો ધાર્મિક વર્ગમાં તેમને અભ્યાસ કરતાં કે પાતપાતાના રૂમમાં અભ્યાસ કરતાં કે પરસ્પર સગવડ જાળવતાં જોવામાં આવે ત્યારે તેના અનુભવ કરી શકાય. લગભગ સા વિદ્યાર્થીને એક સાથે એક સ્થાને રાખવા એ આ યુગમાં કેટલું કપરૂં કામ છે એ તેા અનુભવ વગર ખબર પડે તેવું નથી. એકંદરે આ સર્વ દૃષ્ટિથી જોતાં વિદ્યાર્થીનું વર્તન પચીશે વર્ષમાં ઘણું સંતાષકારક રહ્યું ગણાય અને છેલ્લા પાંચ વર્ષમાં તે વધારેને વધારે આનંદદાયક થતું ચાલ્યું છે એમ વગર સંકાચે કહી શકાય. 333 ૩૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટેજ મુંબઈ આવે છે, તેની ફરજ અભ્યાસ તરફજ એ તે સારી રીતે સમજે છે અને કાઇ વાર કાઈ મસ્તીએ ચઢી જાય તેા અયં ન ીતિ, યયઃ શ્રીમતિ એ સૂત્ર ધ્યાનમાં રાખવાનું રહે છે. ખાર અંગ ઘાડિયામાં ભણી જનાર વજ્રસ્વામી સ્થંડિલે જાય ત્યારે પાણીમાં કાછલી તરતી મૂકે તે વાતમાં ઘણું રહસ્ય છે અને કાર્યવાહુકો તે વાત પણ ધ્યાનમાં લે છે, છતાં એ મુદ્દાપર નાખતી કરતા નથી. પણ વિદ્યાર્થીમાનસ, વિદ્યાર્થીની વય અને નવયુગનું વાતાવરણ ધ્યાનમાં રાખી ચાગ્ય પ્રબંધ સૂચના અને જરૂર પડે ત્યાં ઓછી વધતી સજા પણ કરે છે. સંસ્થાના આ પચીશ વર્ષના ઇતિહાસમાં શિસ્તભંગના એક પ્રકાર કાર્યવાહકોની જાણપર આવતાં એ વિદ્યાર્થીને સંસ્થામાંથી રદ્ કરવાની જરૂર પડી હતી અને એક વિદ્યાર્થીની વર્તણુક જૈનને યોગ્ય માલૂમ ન પડતાં તેને સંસ્થામાંથી રદ્ કરવા પડ્યો હતા. આ બે બનાવ બાદ કરીએ તેા સંસ્થામાં શિસ્તભંગના માટે કે નોંધવાલાયક એક પણ બનાવ બન્યા નથી. સદર વિદ્યાર્થીનાં નામેા સકારણ આપ્યાં નથી. ખાકી ઠામ ઘણાં હોય ત્યાં ખડખડાટ તા અવશ્ય થાય, પણ એ સમષ્ટિ શરીરને અસર કરતા નથી અને કાંઈ પણ બનાવ વગરનું સીધું, એકધારૂં જીવન અશક્ય હોઈ ઇચ્છીએ તે પણ પ્રાસન્ય નથી. સંસ્થાપર અભિપ્રાય આપવા પહેલાં પોતાની બાળવય યાદ કરવી, પોતે કઈ બાબતમાં આનંદ લેતા હતા એ સંભારવું એટલે ધડ એસી જશે. વિદ્યાર્થીના બચાવ માટે આ લખ્યું નથી અને પ્રસંગ પડ્યે ખાટા બચાવ કરવાની નીતિ વ્યવસ્થાપક સમિતિએ કદી સ્વીકારી નથી, પણ માનવિદ્યાની અને વાતાવરણની વાત કાઢી નાખવા જેવી નથી. એકંદરે વિદ્યાર્થીએ સંબંધમાં ફરિયાદ કરવા જેવું બહુ નથી અને તેમનાં પિરણામેના ટકા એ વાતની સાક્ષી પૂરશે. લાન ફિંડ. સંસ્થાની શરૂઆતથી ખૂબ ચર્ચાને પરિણામે વિદ્યાર્થીને અંગે થતા રોકડ અને વહીવા તથા ભેાજન ખર્ચને અંગે લેાનનું ધારણ સ્વીકારવામાં આવ્યું છે. (૧) આપણા વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવા ખાતર તથા ( ૨ ) તેમનાં મન પર ધર્માંદા કે ચેરિટિના દ્રવ્યના ઉપયાગ તેમના પર થતા હેાવાની વિચારણાને પરિણામે આવતી ૫
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy