________________
ફર
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૭-જા ધારાધોરણને માન આપનારે આવે છે, શિસ્તપાલન લગભગ સ્વાભાવિક થઈ ગયું છે અને માત્ર અભ્યાસી વિદ્યાર્થીઓને તેફાન કરવાનો સમય મળતું નથી કે ઇચ્છા થતી નથી. આ રીતે શિસ્તપાલન ઉત્તરોત્તર પદ્ધતિસરનું અને નૈસર્ગિક થતું જાય છે. પચીસ વર્ષના અરસામાં નવયુગના વિદ્યાથીઓએ એક પણ બળવો કર્યો નથી કે શાસકને ગૂંચવણમાં નાખ્યા નથી એ શિસ્તને સુંદર દાખલે છે. બાકી તે ઘર હોય તે તેમાં પણ નાની મોટી ફરિયાદ તે જરૂર રહે છે, નજીવી બાબતમાં મતભેદ થઈ જાય છે, પણ અંતે ભાઈ છે કે કાકા છે એમ ગણી નાખતી કરવામાં આવે છે. અહીં તે બાર બાપની વેજા છે, પ્રાંતપ્રાંતના વિદ્યાથી છે ત્યાં આટલું સૌજન્ય રહે, પ્રેમ રહે, સહકાર રહે અને એક પણ અનીચ્છવાગ પ્રસંગ ન બને તે સુગ્ય કહેવાય.
વિદ્યાલયના શિસ્તસંબંધમાં જનતામાં ઘણીવાર ગુલબાંગે ઉડાડવામાં આવે છે. કેઈ વાર વિદ્યાર્થી પૂજા કરતા નથી અને કઈ વાર સંવત્સરીને દિવસે ખાય છે એવી વાતે ફેલાવવામાં આવે છે. આ વાત ફેલાવવા પહેલાં જાતે તપાસ કરવી, સુપરિન્ટેન્ડેન્ટ કે મંત્રીનું ધ્યાન ખેંચવું અને પછી જ તે વાત પર અભિપ્રાય આપ ઉચિત ગણાય. વિદ્યાલયના સર્વ વિદ્યાથી સંતના દીકરા છે એ દા કરાય નહિ અને કરવામાં આવે તે ટકે પણ નહિ, પણ તેઓ સમાજના પુત્ર છે, તેમને વાત્સલ્યભાવે પણ સમજાવાય અને તેમને દંડ કરીને કે કાઢી મૂકીને પરામુખ પણ કરી શકાય, પણ વગર તપાસે કેસ માર્યો જાય અને જનતાની આ સંસ્થા તરફ અભિરુચિ ઓછી થાય તે રીતે કામ લેવાવું જ જોઈએ. કાર્યવાહકે વાત છુપાવવામાં માનતા નથી અને ઢાંકપિછોડે કરવાની નીતિથી દૂર રહે છે, પણ તેમની સમક્ષ આ કેસ રજ થવું જોઈએ અને ત્યારપછી તેના સંબંધમાં રીતસર કામ લેવાની પદ્ધતિને શિષ્ટાચાર જનતાએ સમજ જોઈએ. આ પ્રમાણે ન થાય તે ઘણી દુઃખદ સ્થિતિ થાય, સાચી વાત મારી જાય અને સંસ્થા પર લેકરુચિ નબળી પડતી જાય અને જે સંસ્થા કેકચિ પર રચાયેલી અને નભતી હોય તેના પર વગર સમજણને કુઠારાઘાત થાય.
એકંદરે વિદ્યાલયના દરેક ખાતામાં શિસ્ત જળવાય છે. વાચનાલય, ભેજનાલય, સ્વચ્છતા, ન્યૂસપેપર વિગેરે સર્વ ખાતાએ વિદ્યાથીએ જ ચલાવે છે. સામાન્ય મંદવાડના પ્રસંગે સીનીયર મેડિકલ વિદ્યાર્થીઓ કામ સંભાળી લે છે અને દવા આપે છે, મેડિકલ ઓફિસર જાતે દેખરેખ રાખે છે, અગત્યના કેસમાં સભ્ય દાકતને બેલાવવામાં આવે છે. વર્ષો સુધી ડો. નાનચંદભાઈ કસ્તુરચંદ મેદી, એલ. એમ. એન્ડ એસ. એ સેવા કરી છે અને તેમના અવસાન બાદ ડોમેહનલાલ હેમચંદ શાહ, એમ. બી. બી. એસ. જે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમણે એ સેવા ચાલુ રાખી છે. ખાસ જરૂરી બાબતમાં વિદ્યાર્થીને હોસ્પીટલમાં મોકલી આપવામાં આવે છે. ત્યાં પણ આપણુ વિદ્યાથીઓ પૂરતી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીબંધુની સેવાસુશ્રુષા કરી તેની વ્યાધીની પીડા ઓછી કરવામાં બનતી સહાય કરે છે.
વિદ્યાથી ઘણાખરા બહાર ગામના હોઈ તેમની તબિયત પાછળ ધ્યાન આપવાની ફરજ વિદ્યાલયને માથે સ્વાભાવિક રીતે આવે છે અને તે કાર્ય ગમે તેટલા ખરચે વિદ્યાલય ઉપાડી લે છે. એવા પ્રસંગે જરૂરી ફટ્સ, દૂધ વિગેરે વિના સંકોચે આપવામાં આવે છે અને દવા કે ઉપરની બાબતને કેઈપ્રકારને ચાર્જ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવતું નથી.