SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સને ૧૯૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ પચીશમા વર્ષની આખરે લેન ખાતે વસૂલ ન થયેલી રકમ રૂા. ૪,૦૩,૮૩૪-૧૦-૨ થાય છે અને તેની વિગત પચીશમાં વાર્ષિક નિવેદનમાં આપી છે. લેણ પડતી રકમ વસૂલ કરવા માટેનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી લેન રિફંડ પેટા સમિતિને સેંપવામાં આવ્યું છે. તેમની જાતિ દેખરેખ અને અંગત સમજાવટને કારણે વાર્ષિક વસૂલાતમાં સારે વધારે થવા પામે છે. આ વસૂલાતથી દાન આપનારને હજારેગણો લાભ થાય છે. વસૂલ આવતી રકમ બીજા વિદ્યાથીના કેળવણી નિમિત્ત ખર્ચમાં વપરાય છે અને તે રકમ વસૂલ આપે ત્યારે તેમને ઉપયોગ ફરીવાર કેળવણી આપવાના કામમાં થાય છે. આ રીતે “એકગણું દાન આપનારને સહસગણું પુણ્ય મળે છે, વિદ્યાથીના મન પરથી જાહેર સખાવત પર નિર્વાહને બે ઓછે થાય છે, માતૃદેવી સંસ્થાની આરાધના થાય છે, કરેલા ગુણને બદલે અપાય છે અને સંસ્થાના મોટા ખરચમાં લગભગ ત્રીજાથી ચેથા ભાગ જેટલી રાહત મળે છે. આ નાનીસૂની વાત નથી અને અત્યારે કૈક સંસ્થાએ આ લેનપદ્ધતિનું અનુકરણ કરવા તૈયારી કરી રહી છે અને તેને લગતું ધારાધોરણે, કબૂલાતનાં ફેર્મો વગેરે જરૂરી સાહિત્ય અભ્યાસ અને અનુકરણ માટે મંગાવે છે. લેનની વસૂલાતને અંગે પચીસ વર્ષમાં એક પણ દાવે માંડવામાં આવ્યું નથી. વિદ્યાથીએ પિતાની ફરજ સમજે અને છતે સાધને સંસ્થાનું અણુ અદા ન કરે એ યે ન કહેવાય, તેથી આ બાબતમાં મૂળ મુદ્દા અને ધોરણપર સમિતિએ લક્ષ્ય રાખ્યું છે અને ત્યાર પછી બહુ જુજ વ્યક્તિના સંબંધમાં આગળ પગલાં ભરવાં પડ્યાં છે તે તેમાં પણ નાખતી કે પતાવટ કરવાની પદ્ધતિ છેડી નથી. વિદ્યાલયમાં દાખલ કરેલ લેનપદ્ધતિ એ રીતે સફળ થઈ છે એમ પચીસ વર્ષની આખરે કહી શકાય તેમ છે. તેને અંગે માત્ર વિદ્યાર્થીઓને એકજ વાત કહેવાની રહે છે અને તે એ છે કે તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમને જીવનના એવા સમયે વિદ્યાલયે સહાય કરી છે કે જે વખતે માત્ર ક્રેડિટ (અંગ ઉધાર) ઉપર કઈ માણસ તેમને મદદ ન કરે. બીજી વાત એ છે કે તેઓ જે રકમ પાછી વાળે તેને ઉપયોગ કેળવણીમાંજ થવાને છે અને કાયદાની વાત બાજ ઉપર રાખતાં તેમણે દેવી નીકળતી રકમ તા નેતિક દષ્ટિએ પાછી વાળવી જ જોઈએ. અને તે ઉપરાંત દરેક લાભ લેનાર વિદ્યાથીએ ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ બનાવવા જોઈએ. આ રીતે જ દેવું રેડવાય અને અણુમુક્ત થવાય. એને બદલે કેટલાક વિદ્યાર્થી રકમ બને તેટલી મેડી આપવા ન્હાનાં કાઢે છે, કેટલાક બીજાની વ્યાજ આપવી પડે તેવી રકમ પ્રથમ આપે છે અને વિદ્યાલય વ્યાજ લગાડતું નથી તેને બદલે બેટી રીતે ઉલટે આપે છે. આટલેથી પતતું નથી, પણ કેટલાક વિદ્યાથીઓ છે. નેટ રિન્યુ (ચાલુ) કરવાના અખાડા કરે છે, કેઈ પત્રના જવાબ આપવામાં અખાડા કરે છે, કેટલાક આડા અવળા અથવા ભળતા જવાબ આપે છે. આ સર્વ વાત અનિચ્છનીય ગણુય. સંસ્થાના લાભનો આ રીતને બદલે અપાય એ કોઈપણ રીતે યોગ્ય લાગે નહિ અને કેળવણીને છાજે નહિ. છતાં લેન રિફંડને લગતાં પત્રવ્યવહારને અંગે કેટલાક પત્રે તે ખાસ પ્રગટ કરવા જેવા જણાય છે. સંસ્થાનું ત્રણ ફેડવાની જવાબદારી સ્વીકારવા ઉપરાંત આજન્મ એના ઉપકારને
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy