SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧-૯૪ પરીક્ષામાં બે વખત નિષ્ફળ થાય તે વિદ્યાથીને ચાલુ રાખવે નહિ. કેઈ અસાધારણ બાબતમાં ધારા ધરણની રૂઈએ અપવાદ કરવાની હય. સ.ને સત્તા છે. એવી રીતે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરવા પહેલાં સંસ્થા છેડી જાય છે. એ ઉપરાંત તબિયત અથવા કૌટુંબિક કારણે ગ્રેજ્યુએટ થયા પહેલાં સંસ્થા છડી જાય, પેઇંગ વિદ્યાર્થી દરવર્ષે ચાલુ રહેવા અરજી ન કરે વગેરે કારણે અધુરે અભ્યાસે સંસ્થા છેડી જનારા વિદ્યાથીઓ પૈકી લેન વિદ્યાર્થીની સંખ્યા ૧૦૧ ની છે, અને પેઇંગ વિદ્યાર્થીની સંખ્યા ૧૦૦ ની છે. આ રીતે સંસ્થામાં લાભ લેનાર વિદ્યાથીની સંખ્યા પચીસ વર્ષમાં નીચે પ્રમાણે થાય છે. ગ્રેજ્યુએટ અધુર અભ્યાસે મુક્ત વિવાથી લોન , ૧૮૦ પેઇંગ હાફ પેઈંગ , લેન પેઇગ થઈ કે ૧૦૦ ' ૧૬૧ ૧૦૦ ૨૬૧ આ રીતે પચીશ વર્ષમાં સંસ્થામાં રહી ઓછોવત્તે લાભ લેનારની સંખ્યા ૫૧૦ થાય છે અને ગ્રેજ્યુએટ થનારની સંખ્યા ૨૪૯ છે. આ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પૈકી કઈ કઈ લાઈનમાં કેટલા ગ્રેજ્યુએટ થયા તેની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. ગ્રેજ્યુએટ થનારની નામાવળી પરિશિષ્ટમાં આપી છે. તે આપણું ધન હોવાથી, આપણી નગદ કમાણી હેવાથી, તેમની સાથે વિદ્યાલયને પરિપૂર્ણ થયેલ સંબંધ હોવાથી તેમનાં નામ આ પચીશ વર્ષના અહેવાલમાં આપવા એ વાતને સમુચિત ધારવામાં આવી છે. અધુરા અભ્યાસવાળામાં કેટલાક તે ચાર પાંચ અને છ વર્ષ સંસ્થામાં રહેલ છે. તેઓ ત્યાર પછી છ માસ કે બાર માસમાં ગ્રેજ્યુએટ થયા છે અને તેમની સંખ્યા પણ સારી છે. સંસ્થાના ધોરણસર તેઓ ચાલુ રહી શક્યા ન હોઈ તેમને સંસ્થાના ગ્રેજ્યુએટ ગણ્યા નથી. અધૂરા અભ્યાસે મુક્ત થનાર વિદ્યાર્થીઓની નામાવળી પરિશિષ્ટમાં રજૂ છે. આ રીતે વિદ્યાલયના વિદ્યાર્થીની સંખ્યાગણના થાય છે. દર વર્ષની સરેરાશ ગણીએ તે ગ્રેજ્યુએટ સંખ્યા દર વર્ષે લગભગ ૧૦ની આવે, પણ શરૂઆતના દશ વર્ષમાં માત્ર ૪૬ ગ્રેજ્યુએટ થયા છે, તેને બાદ કરીએ તે પછવાડેના ૧૫ વર્ષમાં તેની સંખ્યા ૨૦૩ ની થાય, છેલ્લા પચીશમા વર્ષમાં ૨૭ ગ્રેજ્યુએટ થયા છે. એટલે ઉત્તરોત્તર ગ્રેજ્યુએટની સંખ્યામાં વર્ષોના વધવા સાથે વધારે થતે રહ્યો છે. સંસ્થામાં દાક્તરી લાઈનને મોટા ભાગે અભ્યાસ કરી સંસ્થામાંથી છૂટા થયેલા અને પછી દાક્તર થયેલાની સંખ્યા ૨૯ છે. આ હકીકત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. દાક્તરી લાઈનની મેંઘી કેળવણું લેનપદ્ધતિ પર આપવાની સગવડ કરી આપનાર આપણી સંસ્થા એક જ છે. અત્યાર સુધીમાં એણે ૪૭ દાક્તરે બનાવ્યા, અરે અભ્યાસે છૂટા થઈ ૨૯ દાક્તર થયા અને અત્યારે દરવર્ષે સરેરાશ ૫ દાકતર થવાનાં પગરણે દેખાય છે એ વાત ધ્યાન આપવા યોગ્ય છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy