________________
સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ પરીક્ષા નહોતી, હતી તેમાં કેટલા બેઠા, તેનાં પરિણામ કેવાં આવ્યાં તેના કેડા આપવામાં આવ્યા છે. તેને બારીકીથી અભ્યાસ કરતાં જોવામાં આવશે કે છેલ્લા પાંચ વર્ષોમાં પરીક્ષાના પરિણામે ઉત્તરોત્તર સારાં આવવા લાગ્યાં છે. એનું કારણ એ છે કે શરૂઆતમાં વિદ્યાર્થીની અરજીઓ મધ્યમ સંખ્યામાં આવતી હતી, પણ સંસ્થાની ખ્યાતિ જેમ વધતી ગઈ, તેમ અરજીઓની સંખ્યા ઘણી વધતી ચાલી. એટલે છેલ્લાં પાંચ વર્ષોમાં અરજી દાખલ કરવાના રણમાં ફેરફાર કરવામાં આવ્યા. આવેલ અરજીઓ પર રિપોર્ટ કરવા વ્યવસ્થાપક સમિતિના સભ્યોમાંથી એક નાની પેટા સમિતિ નીમવાની પ્રથા શરૂ કરી. તે સમિતિ અરજીઓના વિભાગ પાડી તે પર નિવેદન કરે.
આ રિપોર્ટપર આખી વ્યવસ્થાપક સમિતિ એક દિવસ ચર્ચા કરે અને પ્રથમ વર્ગના તથા ઉંચા બીજા વર્ગના તે તુરત દાખલ કરે. ત્યારબાદ ગરીબાઈ, સંસ્થાઓ અને આનુષંગિક બાબતે પર વિચાર કરે. એટલે દાખલ કરવાનું રણ ઘણું કડક થઈ જવાને પરિણામે છેલ્લા વર્ષોમાં બીજા વર્ગ ઉપરના થરને જ સંસ્થામાં અવકાશ મળે છે. એમાં ટ્રસ્ટની ચેક્સ શરતોને લઈને ફરજિયાત દાખલ કરવા પડતા વિદ્યાર્થીની હકીકત બાદ કરીએ તે છેલ્લા પાંચ વર્ષમાં મેટેભાગે બીજા વર્ગની અંદર કેઈક જ વિદ્યાથી દાખલ થવા પામ્યું છે. આને લઇને પરિણામ ઉત્તરેત્તર સારાં આવતાં જાય છે અને એ જ ધોરણે કામ ચાલે તે ભવિષ્યમાં સે એ સો ટકા પરિણામ બતાવવાની શકયતા રહે છે.
દરેક વર્ષે અરજીઓ ઘણી મોટી સંખ્યામાં આવે છે. આવતી અરજીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. ઘણી અરજીને નામંજુર કરવી પડે છે, તેમને પિતાને, તેમના સગાસ્નેહીઓને અને તેમની ભલામણ કરનારને એથી કેટલી નાસીપાસી થતી હશે એને
ખ્યાલ કરતાં ત્રાસ થાય છે અને તેને ઉપાય બતાવવાની હકીકતને સંસ્થાના આ પચીશ વર્ષના ઇતિહાસમાં સ્થાન ન હોઈ શકે, તેથી તે વાત જૈન કેમના સુજ્ઞ વિચારકેના ધ્યાનપર લાવવાની ફરજની અત્રે નોંધ લેવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે.
પચીશમાં વર્ષની શરૂઆતમાં સરથામાં ૧૧૮ વિદ્યાથી લાભ લેતા હતા એ વર્ષમાં ૯૭ વિદ્યાથીઓએ યુનિવર્સિટીની પરીક્ષા આપી તેમાં હવે પસાર થયા, એટલે પરિણામ લગભગ ૯૪ ટકા આવ્યું. આવી રીતે પચીસ વર્ષમાં વિદ્યાલયમાં વિદ્યાર્થી સંખ્યામાં ઉત્તરોત્તર વધારે થત રહ્યો છે.
ગ્રેજ્યુએટ સંસ્થામાંથી દર વર્ષે કેટલા ગ્રેજ્યુએટ થયા, તે પૈકી કેટલા પેઈંગ, હાફપેઈંગ, લેન કે ટ્રસ્ટ વિદ્યાર્થી હતા તેના કેડા પરિશિષ્ટમાં આપ્યા છે. તે ઉપરથી જોવામાં આવશે કે સંસ્થામાં રહી પ૧ પેઈગ વિદ્યાર્થી અને ૧૦ હાફ ઇિંગ વિદ્યાથી ગ્રેજ્યુએટ થયા છે. જ્યારે ૧૮૦ લેન અને ૮ દ્રસ્ટ વિદ્યાથી પસાર થયા છે. અકસ્માત છે કે ગમે તેમ છે, પણ એ સંખ્યામાં પણ એક અને ત્રણનું પ્રમાણ જળવાયું છે.
આવી રીતે સંસ્થાની શરૂઆતથી પચીશ વર્ષની આખર સુધીમાં ૨૪૯ ગ્રેજ્યુએટ સંસ્થામાં રહી અભ્યાસ કરી ગ્રેજયુએટ થયા. વિદ્યાલયને એક નિયમ એ છે કે કેઈપણ