________________
સને ૧૯૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ
૨૩ એ ઉપરાંત આપણા ગ્રેજ્યુએટ કેવા કેવા સ્થાન પર ગયા છે તે વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને સંસ્થાના ગૌરવમાં વધારે કરે તેવી છે.
દરેક ગ્રેજ્યુએટની વિગત સાથે તેઓ હાલ શું કરે છે તેની વિગત વાંચશે તે જણાશે કે એમાંના કઈક હાઈકોર્ટમાં બારિસ્ટનાં સ્થાન ભેગવે છે, કેઈ મોટી વીમા કંપનીના મેનેજરનું પદ પ્રાપ્ત કરી શક્યા છે, કેઈ ઇસ્ટ ઇન્ડિયા કેટન એસિએશનના સેક્રેટરીના જવાબદાર હોદા સુધી પહોંચી ગયા છે, એમાં મેટી કંપની અને રેલવેના મેનેજરે છે, મોટી મહેલાતે ઊભી કરનાર ઈજનેરે છે, મેટા સ્ટેટમાં અને મુંબઈ જેવા શહેરમાં ધીક્ત ધંધા કરનાર દાક્તરે છે, મોટા કારખાનાં ચલાવનાર ઈજનેરે છે, વ્યાપારમાં નામના મેળવનાર હીરા, મોતી, કાપડના વેપારીઓ છે, કેટને ગજાવનાર વકીલે છે, ન્યાયાસનને દીપાવનાર ન્યાયાધીશે છે, પરદેશમાં રૂની મોટી કંપનીના મેનેજર છે, હાઇસ્કૂલના હેડમાસ્તર અને શિક્ષકે છે, મેટા સ્ટેટના મેડિકલ ઓફિસરો છે, મ્યુનિસિપાલિટિમાં ઉચ્ચ હેદા ધરાવનાર કરયા છે, યુગર ટેકલેજીસ્ટ વગેરે અનેક છે. જવાબદાર ધંધા વેપાર કે નોકરીમાં અત્યારે આપણા વર્ગને પ્રસાર થતું જાય છે અને અત્યારે મુંબઈ ઈલાકાના કેઈપણ ગામમાં કે શહેરમાં જાઓ તે ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને વિદ્યાર્થી મજ્યા વગર રહે તેમ નથી. આપણું એ ગૌરવને વિષય છે અને તેમાં જે કે પરિપૂર્ણતા માનવાની નથી, પણ પચ્ચીશી અહેવાલ લખવા બેઠા હોઈએ ત્યારે ધમાં તરવરે તેવી રીતે એ બાબત બતાવવા ગ્ય તે જરૂર છે. જેમ થઈ ગયું તેમાં બેટે ગૌરવ લેવા જઈએ તે ધારેલ પ્રગતિ અટકી જાય, તેમજ થયેલ વાત તરફ ઉપેક્ષા રાખી કાર્યની ગણના ઓછી કરીએ તે સાચી વાત મારી પણ જાય. એટલે આટલી હકીકત અહીં ખાસ નેધવા ગ્ય ધારીએ કે પચીસ વર્ષની આખરે વિદ્યાલયે પોતાના પાયા ઠામ ઠામ નાખી દીધા છે, પિતાને સંદેશે ગામે ગામ મેક છે અને પોતાના પુત્ર તરફની એની વાત્સલ્ય ભાવનાએ એના પુત્રને માતા સન્મુખ રાખ્યા છે.
એના પુત્રની માતા તરફ કેવી ભક્તિ છે તે બતાવવા માટે જ એમને સંસ્થા સાથે પત્રવ્યવહાર રજુ કરવામાં આવે, તે એમની ભક્તિને ભર ખ્યાલમાં આવે. આ પત્રવ્યવહાર રજુ કરવાનું અશકય છે, પણ એ પત્રવ્યવહાર વાંચનાર તરીકે અત્યંત ગૌરવ સાથે આપની સમક્ષ કહી શકાય તેમ છે કે અત્યાર સુધીના આખા ઇતિહાસમાં સંસ્થા તરફ અવફાદાર થનાર એક અપવાદ સિવાય એક પણ વિદ્યાર્થી એ પિતાને હિસાબ જરા પણ મેળે આ નથી. કેઈ વિદ્યાથી લેન ભરપાઈ કરી શક્યા નથી, તે તે માટે પોતાની અશક્તિ, અ૯૫શક્તિ, કૌટુંબિક જવાબદારી કે ધંધા થા નેકરી ન મળવાનું કે મેડું મળવાનું કારણ આપે એવા અનેક કિસ્સા બન્યા છે, પણ કેઈએ સંસ્થા તરફ અસદભાવ બતાવ્યું હોય, એના તરફ તિરસ્કાર બતાવેજો હોય એવું (એક અપવાદ સિવાય) બન્યું નથી. સંસ્થાને એ મહાન વિજય છે, એના કાર્યકરોને એ મહા ગૌરવાસ્પદ વિષય છે અને દરવણી અને દાન આપનારને એમાં સફળ પ્રસંગ છે. કેઈ વખત કરેલ કાર્ય કે આપેલ દાનનું અણધાર્યું છેટું પરિણામ આવતાં મનમાં ખેદ થઈ આવે છે અને તેમ થવું તે મનુષ્યસ્વભાવને અનુરૂપ છે, પણ આ સંસ્થાની કારકિર્દીમાં એવી શંકાને પણ સ્થાન મળ્યું નથી એ ખૂબ આનંદને વિષય હેઈ ખાસ ધને પાત્ર બને છે.