________________
રજમાર]
સાધનસંપન્ન ભાઈઓની જવાબદારી
૨૨૭
પણ લીધેલ લોન હપ્તાથી પણ પાછી આપવાના આખાડા કરે–વળી પ્રોમીસરી નેટ ન કરી આપે અને છેવટે તેમની સામે દાવો કરવાનો વખત આવે તે તેમને માટે ઘણું જ શરમજનક અને તિરસ્કાર પાત્ર ગણાવું જોઈએ. આ રજતત્સવ પ્રસંગે તેમને માટે પણ ઘણે જ પ્રોત્સાહનરૂપ નીવડે એવી આશા
રાખવામાં આવે છે.
સા વિ વિશુ એ સૂત્રને ભાવાર્થ સામાન્યરીતે કેટલાક સંકુચિત દષ્ટિવાળાઓ કરે છે તે રીતે નહીં કરતાં વિશાળ દષ્ટિથી તેને તેના ખરા સ્વરૂપમાં સમજવાનું છે અને જુદા જુદા અનેક ખાતાએમાં તેમજ વ્યાપાર ઉદ્યોગમાં હજુ પણ વધારે મેટા પ્રમાણમાં જૈન ભાઈઓને પિતાનું ભાગ્ય અજમાવવા માટે તૈયાર કરવાની એક પણ તક જતી નહિ કરતાં આવી એક નહીં પણ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે તૈયાર થવું જોઈએ. આવી ઉદાત્ત ભાવના સકળ કરવા માટે દેશ-કાળને અનુસરી સુવિચારક ઉપદેશકેએ તેમજ દાનવીર ધર્મ બંધુઓએ આ નવયુગના જમાનામાં ઉપદેશપ્રવાહ તેમજ દાનપ્રવાહની દિશાને
ખાસ પલટો આપવાની આવશ્યકતા ખડી થાય છે. આવા દિશા–પલટાથી આપણે કેળવણી જેવા અટપટા. પ્રશ્નની છણાવટ કરી ઉત્પાદક કાર્યપદ્ધતિમાં અને ઉત્તરોત્તર શ્રેણીબદ્ધ લાભ થતે આવે તેવા ઉચ્ચ કેળવણીના ઉત્તેજનના કાર્યમાં આપણા દ્રવ્યભંડળને રોકતાં થઈએ તે તેને પ્રત્યક્ષ લાભ ટૂંક મુદતમાં જ આપણી નજર સન્મુખ ખડે થશે અને ભવિષ્યને જૈન સમાજ પોતાની તમામ પ્રકારની જવાબદારી સંપૂર્ણ રીતે અદા કરવા ભાગ્યશાળી થશે એટલું જ નહીં પણ કેળવણી ઉપરાંત અન્ય ધાર્મિક તેમજ વ્યાવહારિક બાબતોમાં પણ પિતાને ઉદાર હાથ લંબાવવાની અણમેલી શક્તિ પ્રાપ્ત કરશે અને અન્ય ભાઈબંધ કોમેની હરોળમાં આપણું સ્થાન કોઈ અનેરું જ હોઈ શકશે.
પ્રાને આપણે આ, અદિતીય સંસ્થા પિતાના તમામ આદર્શો પાર પાડવા માટેનું મેગ્ય બળ, ધનસમૃદ્ધિ, બુદ્ધિશકિત અને વિરાટ સામર્થ્ય મેળવવા શાસન દેવની કૃપાથી ટૂંક મુદતમાં જ ભાગ્યશાલી થાય અને સંપૂર્ણ તંદુરસ્તી જાળવી દીધયુષી થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. સુષુ કિં બહુના ?