________________
૨૨૬
વકીલ ન્યાલચંદ લહમીચંદ [ મ છે. વિદ્યાલય કરવાની બાબતમાં ઘણો જ પછાત રહેલ છે. જૈન સમાજ ઘણી સારી સંખ્યામાં સરિ સમ્રાટ આચાર્ય મહારાજાઓ, વિદ્વાન સાધુ મુનિરાજ તેમજ અન્ય ઉપદેશક ધરાવે છે છતાં તેમાંના ઘણા ખરાની ઉપદેશપ્રણાલિકા એકજ દિશામાં વહન કરી રહેલ છે અને તેને પરિણામે દાનપ્રવાહ પણ દાણો ખરે અનુત્પાદક કાર્યોમાં અને ખાલી દેખાવો અને આડંબરપૂર્ણ ધામધુમો તરફ ગતિ કરી રહ્યો છે જાનાં તીર્થે પૈકી કેટલાક હજુ અધૂરા અને અપૂર્ણ છે અને કેટલાક લાખ રૂપીઆના ખર્ચે જીર્ણોદ્ધાર માગી રહેલ છે તેવા આ નવયુગના જમાનામાં હજુ પણ નવા તી ઉત્પન્ન કરવાની ભાવના સતેજ થતી જણાય અને તે પુરી કરનાર પણ તેની ખાસ કરીને વિશિષ્ટ જરૂરિયાત નહિ છતાં, મળી રહે અને તેની જાળવણી માટે ભવિષ્યની સમાજની જવાબદારીમાં–અગ્ય વધારો કરવામાં આવે અને અનિવાર્ય જરૂરિયાતના કાર્યોમાં સમાજની ખર્ચ કરવાની શક્તિ ને ક્ષતિ પહોંચાડવામાં આવે તેવી સ્થિતિ અનેક દષ્ટિબિંદુથી સુજ્ઞજનની વિચારણા માગી રહેલ છે. વળી સંગીન, ઉપકારક તેમજ ઉત્તરોત્તર મેક્ષમાર્ગ તરફ લઈ જતી પવિત્ર ધાર્મિક ક્રિયાઓ તરફના પૂરતા સન્માન સાથે જણાવવું જોઈએ કે ઉપધાન, અકર્ણમહત્સ વગેરે ધર્મ કાયમાં સાધારણ સ્થિતિના અને ગરીબ જન ભાઈઓ અને બેહને સહેલાઈથી જોડાઈ શકે તેવો પ્રબંધ કરવાને બદલે, સાદાઈ અને મૂળ વસ્તુ તરફ ધ્યાન નહિ આપતાં મેટી રકમને નકરો કરાવવામાં આવે અને મનસ્વી રીતે પિતાના જ હસ્તકના જુદાજુદા દ્રવ્યભંડળ હસ્તગત કરવામાં આવે તેમજ હજારેના ખર્ચે હેટ હોટા વરઘોડા અને ધામધૂમે કરવામાં આવે તેથી શાસનની ઉન્નતિ થતી માની લેવામાં આવે છે તે ખરેખરી ભ્રમણા જ છે. લેકસમુહના માનસના સાચા અભ્યાસી અને અનુભવી કાર્યદક્ષ પુરુષને તો આવા આડંબર-પૂર્ણ દેખાવથી એવા જ ખ્યાલ આવે કે તેથી મુઠીભર મુગ્ધ અને ભેળા મનુષ્ય કદાચ જૈન સમાજની વાહવાહ પિકારશે પરંતુ સુજ્ઞ અને વિચારક ભાઈઓ તે તે તરફ ટીકાની ઝડીઓ જ વરસાવતા જણાશે અને પરિણામે લખલૂંટ ખર્ચના ભોગે થતા દેખથી સમાજને તાર્કિંચિત લાભ થવાને બદલે ઉલટી હાની થશે.
આ નવયુગના જમાનામાં, ઉપર મુજબની શેચનીય દશામાંથી આપણે હવે મુક્ત થવાની-જાગ્રત થવાની જરૂર છે અને સ્વધર્મી બંધુના ઉદ્ધાર અને ઉત્કર્ષ માટે, તન, મન અને ધનની અનેક પ્રકારની શક્તિઓને નહિ પવતાં કંઈ ને કંઈ કરી છૂટવાની જરૂર છે. સમાજને હાલની પરિસ્થિતિમાં ખરેખરી અને અને તાત્કાલિક કઈ વસ્તુની જરૂર છે તેની સર્વગ્રાહી નજરથી અને વિશાળ દષ્ટિથી સંપૂર્ણ રીતે ઉહાપોહ કરવાની જરૂર છે અને હાલ તુરત કેળવણીના એક જ પ્રશ્નને મુખ્ય પ્રાધાન્ય આપી સાધનસંપન્ન ભાઈઓએ પિતાને પુરુષાર્થ સર્વીશે ફરવવાને છે. હજુ પણ બહુ મેરું થઈ ગયા પહેલાં–સમાજ સુધારણાની સ્થિતિ અસાધ્ય કેટીમાં જઈ પચે તે પહેલાં આપણે સૌ ભાઈઓએ જાગ્રત થવાની જરૂર છે અને તે માટે જ આ સંસ્થાને રજત્સવ આવી પહોંચ્યો છે એમ માની લઈ આવી ઉત્તરમ-એકની એક સંસ્થાને સંપૂર્ણ રીતે પગભર કરવા માટે, તેના વાર્ષિક બજેટમાં ભવિષ્યમાં કદીપણ ખાડે ન પડે, સંસ્થાને વિવાથીવર્ગની મેટી સંખ્યાને નિરાશ કરવાને પ્રસંગ કદીપણ ઉપસ્થિત ન થાય અને તેના સર્વ આદર્શો પાર પાડવા માટે ધીમી પણ મકકમ ગતિ કર્યું જાય તે ખાતર, ઉદાર ભાવથી, પિતાની સુકૃતની કમાણીમાંથી બને તેટલી મદદ કરવાની જરૂર છે. કેળવણી પામેલ ભાઈઓની કેળવણીના પ્રસાદથી સુખી જીવન ગુજારતા ભાઈઓની જવાબદારી આ વિષયમાં કંઈક વિશેષ છે અને તેથી પણ અધિક જવાબદારી આ સંસ્થામાંથી જ બહાર પડેલા-ધંધે વળગેલા અને સારી કમાઈ કરતા જૈનભાઇની છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે સંસ્થાની લોન રિફંડ કમીટીના સતત પ્રયાસ છતાં પણ સંસ્થામાંથી લેન લઈને આગળ વધેલા વિદ્યાર્થીબંધુઓ, પિતાના ધંધામાં પગભર થયા છતાં-યથાશક્તિ મદદ આપવાની વાત એક બાજુ ઉપર રાખીએ તે